જાણીને ચકિત થઈ જશો, આ તળાવમાં છે ઉંધા ઝાડ, તળાવની અંદર વસેલું છે આખું જંગલ.
અત્યાર સુધી તમે દુનિયાભરના ઘણા તળાવો વિષે સાંભળ્યું હશે. પણ આજે અમે તમને એક એવા તળાવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની અંદર આખું જંગલ વસેલું છે. આ વિચિત્ર તળાવનું નામ છે લેક કૈંડી અને તે કઝાકિસ્તાનમાં આવેલું છે.
સુંદરતા લોકોને ચકિત કરી દે છે : લેક કૈંડી કઝાકિસ્તાનની મુખ્ય ફરવા લાયક જગ્યાઓમાંથી એક છે અને તેની સુંદરતા લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. જ્યારે તમે આ તળાવમાં અંદર જોશો તો તેની અંદર આખું જંગલ વસેલું દેખાશે. અને તમને એવું લાગશે કે પાણીમાં ઉંધા ઝાડ ઊગેલા છે.
આ તળાવમાંથી લાકડાના ખાંભલા નીકળેલા દેખાય છે, જે અસલમાં ત્યાં રહેલા ઝાડોનો જ ભાગ છે. તે ઝાડોનો બાકીનો ભાગ પાણીની અંદર રહેલો છે. આ તળાવ અંદરથી ઝાડના જંગલ જેવું દેખાય છે.
હવે તમને આ તળાવની સ્ટોરી જણાવી દઈએ. એવું કહેવામાં આવે છે કે, વર્ષ 1911 માં અહીં ભયંકર ભૂકંપ આવ્યો હતો, એ પછી આ આખો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો અને ઝાડોથી ભરાયેલું આ જંગલ પણ પાણીમાં ડૂબી ગયું. આ તળાવ સમુદ્રની સપાટીથી લગભગ 2,000 મીટર ઉપર આવેલું છે. તે કઝાકિસ્તાનના અલ્માટી શહેરથી 280 કિલોમીટર દૂર છે.
લોકોની મનપસંદ જગ્યા : આ તળાવની બીજી એક ખાસ વાત એ છે કે, તેનું પાણી ઘણું ઠંડુ છે અને તે તેમાં રહેલા ઝાડો માટે એક ફ્રિઝ જેવું કામ કરે છે. શિયાળાની ઋતુમાં આઈસ ડાઇવિંગ અને માછલી પકડવા માટે આ તળાવ લોકોનું મનપસંદ છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.