મારુતિ સ્વીફ્ટને સેફ્ટીમાં મળ્યા ઝીરો રેટિંગ તો ટાટાએ આ રીતે ઉડાવી તેની મજાક.
ટાટા મોટર્સ સોશિયલ મીડિયા ઉપર પોતાના નજીકના સ્પર્ધક મારુતિ સુઝુકીને ટ્રોલ કરવાની એક પણ તક નથી છોડતી. અવાર નવાર ટાટા મોટર્સની મજાકિયા પોસ્ટ ઈંટરનેટ ઉપર ફેમસ થતી રહે છે. આ વખતે ટાટા મોટર્સે મારુતિ સ્વીફ્ટને લેટીન એનકેપ ક્રેશ ટેસ્ટમાં ઝીરો રેટિંગ મળવા ઉપર ટ્રોલ કરી કરી છે.
કંપનીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી, જેમાં એક ફોટો શેર કરતા લખવામાં આવ્યું કે “Don’t gamble with safety” એટલે કે સુરક્ષાની સાથે રમત ન કરો. તે દરમિયાન કંપનીએ સ્વીફ્ટ (swift) ના નામના અંગ્રેજી અક્ષરોને મજાકની રીતે હેરફેર કરી SIWTF લખીને પોસ્ટ કર્યા. થોડી વાર પછી આ પોસ્ટને ડીલીટ કરી દેવામાં આવી. પણ જોત જોતામાં આ પોસ્ટ ફેમસ થઇ ગઈ અને યુઝર્સે તેની ઘણી મજા લીધી.
થોડા દિવસો પહેલા મારુતિ સ્વીફ્ટને લેટીન NCAP ક્રેશ ટેસ્ટમાં ઝીરો રેટિંગ મળ્યા હતા. આ ક્રેશ ટેસ્ટમાં મારુતિ સ્વીફ્ટના જે વેરીએંટ સામેલ કરવામાં આવ્યા હતા, તેમાં બે એયરબેગ આપવામાં આવ્યા હતા. લેટીન એનકેપ ક્રેશ ટેસ્ટમાં ડીઝાયરને પણ ઝીરો રેટિંગ મળ્યા છે. આ ક્રેશ ટેસ્ટ દરમિયાન સ્વીફ્ટને વ્યસ્કોની સુરક્ષા માટે 15.53% (6.21 પોઈન્ટ્સ), ચાઈલ્ડ સેફટીમાં બીજા 0% (0 પોઈન્ટ્સ) પેડેસ્ટ્રીયન રોડ ઉપર ચાલતા પદયાત્રીઓની સુરક્ષાની ગણતરીએ 6.98% (3 પોઈન્ટ્સ) મળે છે.
લેટીન એનસીએપીના જણાવ્યા મુજબ, ખરાબ સાઈડ ઈફેક્ટ પ્રોટક્શન, ઓછો વ્હીપલેશ સ્કોર, સ્ટેન્ડર્ડ સાઈડ પ્રોટેકશન એયરબેગની અછત, ઈએસસીનું ન હોવું, રીયર સેંટર સીટમાં ત્રણ પોઈન્ટ યુનિટને બદલે લેમ્પ બેલ્ટનો ઉપયોગ કરીને ચાલતી આ કારને ઝીરો (0) સ્ટાર રેટિંગ મળે છે. એટલું જ નહિ સુઝુકી પોતાની આ કારમાં ચાઈલ્ડ રેસ્ટ્રેટ સીસ્ટમ (CRS) રેક્મેંડ નથી કરતું.
અને ટાટા મોટર્સે આ ટ્વીટમાં પોતાની હેચબેક કાર Tiago ને પ્રમોટ કરી છે, જેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યા છે. બજારમાં મારુતિ સ્વીફ્ટ તેના સેગ્મેન્ટની બેસ્ટ સેલિંગ કાર છે અને આ વર્ષે કંપનીએ તેના ફેસલીફ્ટ મોડલ લોન્ચ કર્યા હતા. આ બંને કારો વચ્ચે સખત પ્રતિસ્પર્ધા જોવા મળે છે. જ્યાં સુધી બંને કારોના ભાવની વાત છે તો મારુતિ સ્વીફ્ટની કિંમત 5.81 લાખ રૂપિયાથી લઈને 8.56 લાખ રૂપિયા વચ્ચે છે અને ટાટા ટીએગો માટે ગ્રાહકોને 4.99 લાખ રૂપિયાથી લઈને 7.04 લાખ રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ કિંમત એક્સશોરૂમ દિલ્હી મુજબ છે.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.