સુખદ ગઢપણ માટે આ સ્કીમ સાથે જોડાયા 3.30 કરોડ લોકો, દર મહીને મળે છે 5 હજાર પેન્શન.
જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી છે અને તમે તમારા ગઢપણને લઈને ચિંતિત છો તો પછી અટલ પેન્શન યોજના ગઢપણમાં આથિક રીતે તમારો સહારો બની શકે છે. આ સરકારી પેન્શન સ્કીમથી દેશભરમાં અત્યાર સુધી 3.30 કરોડ લોકો જોડાઈ ચુક્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એંડ ડેવલપમેંટ ઓથોરીટી PFRDA મુજબ 25 ઓગસ્ટ સુધી દેશમાં Atal Pension Yojana સાથે જોડાવા વાળાની સંખ્યા 3.30 કરોડ ઉપર પહોંચી ગઈ છે. આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના સાથે 28 લાખ લોકો જોડાઈ ચુક્યા છે.
મહિલાઓને પસંદ આવી રહી છે સ્કીમ : અટલ પેન્શન યોજનામાં સૌથી વધુ 78% લોકોએ 1,000 રૂપિયાની પેન્શન સ્કીમ પસંદ કરી છે. જયારે 5,000 રૂપિયા દર મહીનાની પેન્શન સ્કીમ પસંદ કરવા વાળાની સંખ્યા 14% છે. સ્કીમ લેવા વાળામાં 44% મહિલાઓ છે. યુવાનોમાં આ સ્કીમ સૌથી વધુ લોકપ્રિય છે, 44 ટકા સભ્યોની ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે છે.
ખાસ કરીને કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના ગઢપણમાં દર મહીને એક નક્કી રકમની ગેરંટી આપે છે. મોદી સરકારે અટલ પેન્શન યોજનાની શરુઆત મે 2015 માં કરી હતી. 1 થી 5 હજાર રૂપિયા દર મહીને પેન્શન લેવા માટે સબ્સક્રાઈબરને 42 થી લઈને 210 રૂપિયા દર મહીને ચુકવવાના રહેશે.
શું છે અટલ પેન્શન યોજના? આ યોજના હેઠળ નિવૃત્તિ પછીના ખર્ચ માટે નિયમિત આવક મળે છે. યોજના હેઠળ પેશન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે, તો તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. 60 વર્ષની ઉંમર સુધી દર મહીને એક નિર્ધારિત રકમ રોકાણ કરવાની રહેશે. તમારી ઉંમર 60 વર્ષ થતા જ દર મહીને એક નક્કી રકમ પેન્શન તરીકે મળશે.
યોજના મુજબ ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 5,000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. જો કોઈ 18 વર્ષના યુવાન અટલ પેન્શન યોજના સાથે જોડાય છે અને તેને 60 વર્ષ પછી 5000 રૂપિયા પેન્શન જોઈએ તો દર મહીને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
આ સ્કીમની એક મોટી ખાસિયત એ છે કે જો રોકાણકાર વચ્ચે દુનિયામાંથી વિદાય લે તો સહયોગીને ફાયદો ચાલુ રાખવાની વ્યવસ્થા છે. સહયોગીના ગયા પછી જમા રકમ નોમિનીને પાછી આપવામાં આવશે. તેથી સ્પષ્ટ છે કે રોકાણકારના પૈસા નહિ ડૂબે. અને જો રોકાણકાર 60 વર્ષની ઉંમર પહેલા પોતાની રકમનો ઉપાડ માંગે છે તો કેટલીક પરિસ્થિતિઓમાં તે શક્ય છે.
કેવી રીતે ખોલી શકો છો ખાતું? અટલ પેન્શન યોજનામાં એકાઉન્ટ ખોલવા માટે બેંક કે પછી પોસ્ટ ઓફીસમાં એકાઉન્ટ, આધાર અને એક્ટીવ મોબાઈલ નંબરનું હોવું જરૂરી છે. તમારી બેંકની બ્રાંચમાં જઈને કે પછી નેટ બેંકિંગ દ્વારા પણ ખાતું ખોલાવીને તમે આ સ્કીમ સાથે જોડાઈ શકો છો. પૈસા જમા કરવા માટે માસિક ,ત્રિમાસિક અને છ માસિકની સુવિધા મળે છે. આ યોજના માટે દર મહીને બેંક ખાતામાંથી નક્કી રકમ ઓટોમેટીક કપાઈ જાય છે.
અટલ પેન્શન યોજનામાં ખાતું ખોલાવીને ગઢપણમાં પેન્શન તો મેળવી જ શકો છો. પણ આ યોજનામાં રોકાણ કરી તમે 1,50,000 રૂપિયા સુધી ટેક્સની બચત પણ કરી શકો છો. આ છૂટ આવકવેરાની કલમ 80C હેઠળ મળે છે. સ્કીમ વિષે ડીટેલમાં જાણવા માટે તમે http://www.dif.mp.gov. in/FI_Plan_MP/APY/ APYSchemeHindi. pdf લીંક ઉપર વિઝીટ કરી શકો છો.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.