શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeવિશેષગણપતિ બાપ્પાનું ધૂમધામથી ઘરમાં કર્યું સ્વાગત તો હવે જાણી લો વિસર્જનની યોગ્ય...

ગણપતિ બાપ્પાનું ધૂમધામથી ઘરમાં કર્યું સ્વાગત તો હવે જાણી લો વિસર્જનની યોગ્ય રીત.


આ રીતે વિધિવિધાન પૂર્વક કરો ગણપતિનું વિસર્જન, જાણો પૂજાવિધિ.

શુભ અને ફળદાયી મંગળકર્તા શ્રીગણેશના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે યોજાતો ગણેશ ઉત્સવ આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. ગણપતિના ભક્તોએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે. ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ મહેમાન બનીને ઘરે આવે છે. તેઓ 5 અથવા 7 દિવસ અથવા અનંત ચૌદશ સુધી લોકોના ઘરમાં રહે છે.

તે પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે. મોટાભાગના લોકો અનંત ચૌદશના દિવસે ગણપતિનું વિસર્જન કરે છે. ગણપતિના આગમનની જેમ તેમનું વિસર્જન પણ ધામધૂમથી કરવામાં આવે છે. વિસર્જન દરમિયાન લોકો ગણપતિની મૂર્તિ લઈને ફૂલો અને અબીલ-ગુલાલ ઉડાડી ઢોલ-નગારા અને ગીતો પર નાચતા નાચતા નદી, તળાવ કે સમુદ્ર કિનારે થાય છે. પછી ભાવુક મનથી તેમને વિદાય આપે છે. આ વખતે અનંત ચૌદશ 19 સપ્ટેમ્બર રવિવારે છે. આવી સ્થિતિમાં અહીં જાણો ગણપતિના વિસર્જનનું મહત્વ અને વિધિ.

શા માટે કરવામાં આવે છે વિસર્જન? વિસર્જનનો અર્થ થાય છે પાણીમાં વિલીન થવું. આ પ્રકૃતિ પાંચ તત્વોથી બનેલી છે. પાણી આ 5 તત્વોમાંનું એક છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે કોઈ દેવી કે દેવતાને ચોક્કસ સમયગાળા માટે આદર સાથે ઘરમાં લાવીએ છીએ, તો તેમને પાછા પણ મોકલવા પડે છે.

આવી સ્થિતિમાં તેમને પ્રકૃતિના ખોળામાં એટલે કે પાણીમાં વિસર્જિત કરીને આપણે તેમને આદરપૂર્વક તેમના નિવાસસ્થાનમાં મોકલવા માટે આગ્રહ કરીએ છીએ અને આવતા વર્ષે ફરી આવવાનું આમંત્રણ આપીએ છીએ. પરંતુ વિસર્જનના કેટલાક નિયમો હોય છે. તેમનું પાલન થવું જોઈએ.

જાણો વિસર્જનની વિધિ :

સૌથી પહેલા લાકડાના એક બાજઠને સારી રીતે ધોઈ લો, તેને ગંગાજળથી સાફ કરો અને તેને સ્વચ્છ કપડાથી સાફ કરો અને તેના પર સ્વસ્તિક બનાવો. તે પછી તેના પર ચોખા રાખો અને પીળું અથવા ગુલાબી કપડું પાથરો.

તે પછી ગણપતિની મૂર્તિને ઉપાડીને જય જય કાર કરતા બાજઠ પર મૂકો. તે પછી ફરી તેમને તિલક, ચોખા, વસ્ત્ર, ફળ, ફૂલો અને મીઠાઈ અર્પણ કરો. આરતી કરો અને થાળ ધરાવો.

હવે એક રેશમી કાપડ લો અને તેમાં મીઠાઈઓ, દુર્વા ઘાસ, દક્ષિણ અને સોપારી બાંધો તેની પોટલી બનાવીને બાપ્પા સાથે બાંધી દો. પછી પોતાની ભૂલો માટે માફી માંગો. અને તમારા દુ:ખ દૂર કરવા માટે પ્રાર્થના કરો.

એ પછી ગણપતિની મૂર્તિને બાજઠ સાથે ઉપાડીને ગણપતિ બાપ્પા મોરયાનો જય જય કાર કરતા નીકળો અને તેમને સંપૂર્ણ આદર સાથે વિસર્જિત કરો. પછી ગણપતિની પૂજામાં વપરાયેલી દરેક વસ્તુને આદરપૂર્વક વિસર્જન કરો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular