બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષગુજરાતના શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, આ તારીખથી ધોરણ 6 થી 8 ના...

ગુજરાતના શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, આ તારીખથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે.


એ તો તમે જાણો જ છો કે, કો-રો-નાને કારણે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. તેમજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રદ્દ કરી દેવામાં આવી હતી અને આ બંને ધોરણના વિદ્યાર્થીઓને અન્ય ધોરણોની જેમ માસપ્રમોશન આપવામાં આવ્યું છે.

જોકે સંક્રમણ ઓછું થયા પછી ધીમે ધીમે દરેક ક્ષેત્ર ખુલ્લા મુકવામાં આવવા લાગ્યા. અને ધોરણ 9 થી 12 નું ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું. અને હવે સ્થિતિમાં સુધારો આવતા ધોરણ 6 થી 8 નું પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, હાલમાં જ યોજાયેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં યોજાઈ હતી. અને સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ બાબતે વાત કરતા જણાવ્યું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની ઓફલાઇન સ્કૂલો શરૂ કરવામાં આવશે. અને સ્કૂલોમાં કો-રો-નાની ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વાત કરતા જણાવ્યું હતું કે, શાળાઓમાં 6 થી 8 ધોરણના વર્ગો ફરીથી શરૂ થશે. કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 2 સપ્ટેમ્બરના રોજ ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ કરાશે. આ સાથે અંદાજે 32 લાખથી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પર ચાલુ રહેશે. શાળા સંચાલકોએ 50 ટકા હાજરી સાથે એસઓપીનું પાલન કરવાનું રહેશે.

શાળાઓમાં બાળકોની હાજરી મરજીયાત રહેશે. અને જે કોઈ બાળકો શાળામાં ઓફ્લાઈન અભ્યાસમાં જોડાવવા માંગતા હોય તેમના વાલીઓની સંમતિ હોય તે જરૂરી છે.

હાલમાં જ એક શિક્ષક સર્વેક્ષણ પણ યોજવામાં આવ્યું હતું. તે દરમિયાન યોજાયેલ એક સર્વેમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે સરકારે પહેલ કરી છે. તેમાં 38 ટકા શિક્ષકોએ ભાગ લીધો. તે દરેકને શિક્ષણમંત્રીએ અભિનંદન પણ આપ્યા અને જણાવ્યું કે, ભવિષ્યમાં બાકીના શિક્ષકો સર્વેક્ષણમાં જોડાય તેવા પ્રયત્નો કરીશું. વાલી મંડળે ફી મુદ્દે પિટિશન કરી છે, તેનો અભ્યાસ કરીને અમે ફી મુદ્દે નિર્ણય કરીશું. 5 સપ્ટેમ્બર સુધીમાં બધા શિક્ષકોને રસી અપાય તે મુદ્દે આયોજન છે.

આ કેબિનેટ મિટિંગમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને સિંચાઈ બાબતે પણ ચર્ચા થઈ હતી. અને રાજ્ય સરકારના આગામી આયોજનો અને નિતિગત બાબતો ઉપર પણ ચર્ચા થઈ હતી. તેમજ પીએમ નરેન્દ્ર મોદીના 5 સપ્ટેબરના ગુજરાતના પ્રવાસના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular