ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષગુજરાતની આ યુવતીએ કર્યું દેશનું નામ રોશન, ટોક્યો પેરાલંપિકમાં આ ગેમમાં જીતી...

ગુજરાતની આ યુવતીએ કર્યું દેશનું નામ રોશન, ટોક્યો પેરાલંપિકમાં આ ગેમમાં જીતી સિલ્વર મેડલ.


સિલ્વર મેડલ જીતવાવાળી ભાવિની ઉપર શરુ થઇ ધનવર્ષા, ગુજરાત સરકાર આપશે આટલા કરોડનું રોકડ ઇનામ.

ટોક્યો પેરાલંપિક 2020 માં ભારતના ફાળે અત્યાર સુધીમાં 7 મેડલ આવી ચુક્યા છે. જેમાં ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનીસના ક્લાસ 4 સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ભાવિનાએ છેલ્લી મેચમાં ચીનની નંબર વન ખેલાડીના હાથે હારનો સામનો કરવો પડ્યો. હારવા છતાં પણ ભાવિનાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. ભાવિનાના મેડલ જીતવા ઉપર તેમને દરેક તરફથી અભીનંદન મળી રહ્યા છે.

ભાવિના ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચુકી ગયા. છેલ્લી મેચમાં ચીનની ઝોઉ યિંગે તેમને 3-0 થી હરાવી. ચીની ખેલાડીએ આ મેચ 11-7, 11-5, 11-6 ના અંતરથી જીતી. ઝોઉ યિંગ શરુઆતથી જ ભારતીય એથલીટથી આગળ રહેવામાં સફળ રહી. ત્યાર પછી ભાવિનાએ ઘણી વખત પાછા ફરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા. ફાઈનલ હારવા છતાં પણ ભારતીય ટેબલ ટેનીસ ખેલાડી ભાવિનાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો.

ભાવિનાની જીત પછી હવે તેમની ઉપર ઇનામોનો વરસાદ પણ થવા લાગ્યો છે. ગુજરાત સરકારે તેમને ત્રણ કરોડ રૂપિયા રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે, સીએમ વિજય રૂપાણીએ મહેસાણા જીલ્લાની પેરા પેડલર ભાવિની પટેલને દિવ્યાંગ ખેલ રત્ન પ્રોત્સાહન પુરસ્કાર યોજના હેઠળ ત્રણ કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

આ પહેલા ટેબલ ટેનીસ ઓફ ઇન્ડિયાના પ્રેસીડેંટ અને હરિયાણાના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ભાવિના પટેલને ટોક્યો પેરાલંપિકમાં રજત પદક જીતવા ઉપર 31 લાખ રૂપિયા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

ભાવિના પટેલે મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. આગળ પણ બીજા ખેલાડીઓ તેમનાથી પ્રભાવિત થઈને ઓલમ્પિકમાં ભાગ અને ભારતના નામે વધુમાં વધુ મેડલ નોંધવે એવી પ્રભુને પ્રાર્થના.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular