હાલમાં ગુજરાતમાં વરસાદની સીઝન ચાલી રહી છે. આમ તો ઘણા દિવસોથી જોઈએ એટલો વરસાદ પડી રહ્યો ન હતો, પણ છેલ્લા બે દિવસથી રાજ્યમાં ચોમાસુ ફરીથી સક્રિય થયું છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં કાળા વાદળો છવાયેલા જોવા મળે છે અને અલગ અલગ જગ્યાએ વરસાદ પણ વરસી રહ્યો છે.
હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે. આ સમય દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે.
ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસમાં વરસાદની સંભાવના છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં 19 તારીખે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અને દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, પંચમહાલ, દિવ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
19 તારીખે વલસાડ, ડાંગ જિલ્લામાં કેટલાક સ્થળો પર, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 20 ઓગસ્ટના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને દમણ, દાદરા-નગર હવેલી, દિવ તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, 29 ઓગષ્ટથી 14 સપ્ટેમ્બર સુધી વડોદરામાં સારો એવો વરસાદ થઇ શકે છે. હવામાન શાસ્ત્રીઓ અનુસાર બંગાળની ખાડીમાં વરસાદ માટે જે હળવુ દબાણ સર્જાવવું જોઇએ તે સીસ્ટમ પેદા થઇ ન હોવાને કારણે વરસાદ પડયો નહતો. બંગાળની ખાડીમાં અગાઉ જે હળુ દબાણ સર્જાયેલું તેના લીધે સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશ તરફ ફંટાઇ ગઈ અને ત્યાં ખુબજ વરસાદ થયો.
હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને કારણે 19 થી 21 ઓગસ્ટ સુધીમાં વલસાડ, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 20 અને 21 ઓગસ્ટ દરમિયાન કચ્છ વિસ્તારમાં પણ વરસાદ પડશે. વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં મધ્યમ વરસાદ રહી શકે છે.