શનિવાર, જૂન 3, 2023
Homeવિશેષઘણી ટેલેન્ટેડ છે ઇન્ડીયન આઈડલના પવનદીપ રાજનની બહેન જ્યોતિદીપ, ફોટા જોઈને દિલ...

ઘણી ટેલેન્ટેડ છે ઇન્ડીયન આઈડલના પવનદીપ રાજનની બહેન જ્યોતિદીપ, ફોટા જોઈને દિલ હારી જશો.


ઇન્ડીયન આઈડલ 12 ના વિજેતા પવનદીપની બહેન પણ ઘણી સારી સિંગર છે, સુંદરતામાં બોલીવુડ હિરોઈનને પાછી પાડે છે.

ઇન્ડીયન આઈડલ 12 ના વિજેતા રહેલા પવનદીપ રાજન હાલના દિવસોમાં દરેક જગ્યાએ છવાયેલા છે. તેમણે 15 ઓગસ્ટના રોજ ઇન્ડીયન આઈડલ સીઝન 12 ની ટ્રોફી પોતાના નામે કરી હતી. 27 જુલાઈ 1996 ના તોજ ઉત્તરાખંડના ચંપાવતમાં જન્મેલા પવનદીપ રાજનની ગાયિકીના ઘણા લોકો ફેન થઇ ગયા છે. તેમણે જે રીતે સિંગિંગ રીયાલીટી શો માં પોતાનું ટેલેન્ટ દેખાડી છે તે ખરેખર પ્રશંસાપાત્ર છે.

પવનદીપ રાજનના આટલા ટેલેન્ટેડ હોવાનું એક રહસ્ય તેમનું કૌટુંબિક બેકગ્રાઉન્ડ પણ છે. તેમના કુટુંબમાં બધા સિંગર છે. ખાસ કરીને પવનદીપ રાજનની બહેન જ્યોતિદીપ પણ એક સારી ગાયિકા છે.

જ્યોતિદીપ વિષે એક રસપ્રદ વાત એ છે કે, તે દેખાવમાં તેના ભાઈની જોડિયા બહેન દેખાય છે. તેનો દેખાવ અને ફેસકટ પવનદીપ રાજન જેવા જ છે. બંને ભાઈ બહેન દેખાવમાં ઘણા ક્યુટ છે.

પોતાના ભાઈ પવનદીપ રાજનની જેમ જ્યોતિદીપ પણ ઘણી ટેલેન્ટેડ છે. તેને એકથી વધુ ભાષાઓનું જ્ઞાન છે. તે માત્ર હિન્દી જ નહિ પણ ઘણી સ્થાનિક ભાષાઓમાં પણ ગીત ગાવાની આવડત ધરાવે છે. તેને ઘણા લોક સિંગરની સાથે સાથે રોકસ્ટાર પણ કહે છે. જ્યોતિદીપ ગઢવાલી, કુમાઉંની, પંજાબી ગીત સારી રીતે ગાઈ લે છે.

પોતાના ભાઈ પવનદીપની જેમ જ્યોતિદીપ પણ સિંગિંગ રીયાલીટી શો નો ભાગ રહી ચુકી છે. તેણીએ વર્ષ 2019 માં વોઈસ ઇન્ડિયા કિડ્સ માટે ઓડીશન આપ્યું હતું, પણ તે શો માં વધુ આગળ સુધી જઈ શકી ન હતી. જ્યોતિદીપ સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટીવ રહે છે. જયારે પવનદીપ ઇન્ડીયન આઈડલ 12 નો ભાગ હતો ત્યારે તે તેના સપોર્ટમાં ઘણી પોસ્ટ કરતી રહેતી હતી. તેણે પણ પોતાના ભાઈની આ સફળતામાં પુરતો સહકાર આપ્યો છે.

જ્યોતિદીપ પોતાની કારકિર્દીમાં ઘણા ગીત ગાઈ ચુકી છે. તેના ગાયેલા પહાડી ગીતો સારા એવા લોકપ્રિય છે. પવનદીપ રાજનના ઇન્ડીયન આઈડલ વિજેતા બન્યા પછી તેની બહેન જ્યોતિદીપની લોકપ્રિયતામાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ઈંસ્ટાગ્રામથી લઈને યુટ્યુબ સુધી લોકોએ હવે તેને ફોલો કરવાનું શરુ કરી દીધું છે.

જ્યોતિદીપ ત્યારે વધુ લાઈમલાઈટમાં આવી હતી જયારે પવનદીપ રાજને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બહેનનો એક વિડીયો શેર કર્યો. ત્યાર પછી લોકોએ તેને ઓનલાઈન સર્ચ કરી. હવે દરેક તેની બહેન વિષે વધુમાં વધુ જાણવા માંગે છે. ફેન્સને જે વાત સૌથી સારી લાગી તે એ છે કે, બંને ભાઈ બહેન દેખાવમાં જોડિયા લાગે છે. તેમની જોડી ખરેખર ક્યુટ છે.

પવનદીપ અને જ્યોતિદીપની આંતરિક મિત્રતા પણ કમાલની છે. તે બંને જુગલબંધી પણ ઘણી સારી રીતે કરી લે છે. બંને એક સાથે ઘણા સ્ટેજ પ્રોગ્રામમાં પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરી ચુક્યા છે.

જ્યોતિદીપને દરેક પ્રકારનું સંગીત પસંદ છે. તે બધાને સારી રીતે એન્જોય કરે છે. તે ઘણા મ્યુઝીક વિડીયો પણ બનાવી ચુકી છે. તેને સંગીત સાથે ખુબ પ્રેમ છે. જ્યોતિદીપ રાજન એક સારી ગાયિકા હોવાની સાથે સાથે ઘણી સ્ટાઇલીશ પણ છે. તેની સ્ટાઇલ અને લુક એવી છે કે તે બોલીવુડ હિરોઈનને પણ પાછળ છોડી દે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular