રવિવાર, જૂન 4, 2023
Homeવિશેષઘરમાં જન્મી દિવ્યાંગ દીકરી, ઈલાજ ન મળ્યો તો માતા પિતાએ કર્યું એવું...

ઘરમાં જન્મી દિવ્યાંગ દીકરી, ઈલાજ ન મળ્યો તો માતા પિતાએ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે સલામ.


પોતાની મંદ બુદ્ધિ અને મૂંગી-બહેરી દીકરીના ઈલાજ માટે ઠેર ઠેર ઠોકરો ખાધા પછી દંપતીએ જે કર્યું તે પ્રશંસનીય છે.

રાજસ્થાનના ધોલપુર જીલ્લામાં દીકરી બચાવો, દીકરી ભણાવોનું એક અનોખું ઉદાહરણ જીલ્લાના એક દંપતીએ પૂરું પાડ્યું છે, જે જીલ્લા વાળાઓ માટે પ્રેરણારૂપ બની ગયું છે. જીલ્લાના રહેવાસી એક પ્રતિષ્ઠિત કુટુંબની આ સ્ટોરી જેટલી માર્મિક છે, એટલી જ પ્રેરણાદાયી પણ છે.

ધોલપુરના એક જાણીતા ડોક્ટરના ઘરે દીકરીનો જન્મ થવા પર ઘણી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પણ ધીમે ધીમે તેમની આ ખુશી પર ત્યારે વાદળ છવાયા જ્યાર તેમની દીકરીના મોટા થવાની સાથે તેમને ખબર પડી કે તે દીકરી દિવ્યાંગ છે. ખાસ કરીને દીકરી મંદ બુદ્ધિ તેમજ મૂંગી અને બહેરી છે. ડોક્ટર રાધેશ્યામ ગર્ગ અને તેમની પત્ની મધુ ગર્ગે તેને ઈશ્વરની મરજી સમજીને સ્વીકારી લીધી અને અહિયાંથી શરુ થઇ આ ડોક્ટર દંપતીની અગ્નિ પરીક્ષા.

તેમણે દીકરીના ઈલાજ માટે તેને દેશની મોટી મોટી હોસ્પિટલોમાં દેખાડી. દીકરીને લઈને તે એક શહેરથી બીજા શહેર સુધી ચક્કર લગાવતા રહ્યા. ડોક્ટર રાધેશ્યામ ગર્ગ અને મધુ ગર્ગે દીકરીના શિક્ષણ અને ઉછેર માટે ધોલપુરની આસપાસના જીલ્લામાં વિશેષ મંદ બુદ્ધિ વિદ્યાલય કે રિહેબીલેશન સેંટરની શોધ શરુ કરી પણ તેમાં તેમને નિરાશા મળી.

ત્યાર પછી દીકરી મયુરીને દંપતીએ હૈદરાબાદની વિશેષ સ્કુલમાં પ્રવેશ અપાવ્યો. ડોક્ટર રાધેશ્યામ ગર્ગે વિચાર્યું કે, જેટલા પૈસા અમે હૈદરાબાદમાં ખર્ચ કરી રહ્યા છીએ તે પૈસામાં જીલ્લામાં વિશેષ સ્કુલ ખોલી શકાય છે અને ચાલીસ બાળકોને ભણાવી શકાય છે.

મયુરીના માતા પિતા મધુ ગર્ગ અને ડોક્ટર રાધેશ્યામ ગર્ગે વિચાર્યું કે, ધોલપુર જીલ્લા અને તેની આસપાસ કેટલાય લોકો એવા હશે, જેમને અમારા જેવા સંતાન થયા હશે. તે પણ અમારી જેમ જ દુઃખી થઇ રહ્યા હશે. તેથી તેમણે વિચાર્યું કે, એક વિશેષ મંદ બુદ્ધિ સ્કુલ ખોલવામાં આવે જેમાં અમારી દીકરીની સાથે સાથે બીજા લોકો પણ પોતાના બાળકોને જીવનની મુખ્યધારા સાથે જોડી શકે.

આ સંકલ્પ સાથે જ વર્ષ 2000 માં ડોક્ટર રાધેશ્યામ ગર્ગ અને મધુ ગર્ગે માનસિક અને અશકત બાળકો માટે મયુરી વિશેષ વિદ્યાલયનો પાયો નાખ્યો. શરુઆતમાં તેમની દીકરી સહીત વિદ્યાલયમાં માત્ર 6 જ બાળકો હતા. વર્ષ 2004 માં નીનુઆરામ ચેરીટેબલ પબ્લિક વેલફેયર સોસાયટી અંતર્ગત મૂંગા – બહેરા બાળકોની વિદ્યાલયની સ્થાપના કરી. મૂંગા – બહેરા, મંદ બુદ્ધિ વાળા બાળકોની જાળવણી અને પુનર્વાસનું અભિયાન 6 બાળકો સાથે શરુ થયું હતું જે આજે વિશાળ બનતું જઈ રહ્યું છે, અને 318 બાળકોને જીવનની મુખ્ય ધારા સાથે જોડી ચુક્યું છે.

વિદ્યાલયમાં બાળકોને સ્વાવલંબી બનાવવા માટે ઘણા પ્રકારના વોકેશનલ એજ્યુકેશનની સાથે જીવનની દરેક પરિસ્થિતિમાં ઉભા રહેવાની પણ તાલીમ આપવામાં આવી રહી છે. ધોલપુરની આસપાસના વિસ્તારમાં આ પ્રકારની એક માત્ર વિદ્યાલય છે જેમાં મંદ બુદ્ધિ અને મૂંગા – બહેરા બાળકોનો પુનર્વાસ થઇ રહ્યો છે.

ડોક્ટર રાધેશ્યામ ગર્ગ અને મધુ ગર્ગ આ વિદ્યાલયને હજુ પણ ઉત્તમ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. બંનેના આ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવી રહેલા કાર્યને લઈને સ્કુલને બે રાજ્ય સ્તરીય અને સાત જીલ્લા સ્તરીય એવોર્ડ પણ મળ્યા છે. સ્કુલ દ્વારા 17 નેત્ર શિબિર આયોજવામાં આવી ચુકી છે જેમાં બે હજારથી વધુ લોકોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા. તેમજ સાત દિવ્યાંગ શિબિર આયોજીને અઢી હજારથી વધુ લોકોને ઉપકરણ પ્રદાન કર્યા છે.

જીલ્લાની મયુરી વિશેષ વિદ્યાલયમાં મૂંગા – બહેરા બાળકોને પહેલાથી આઠમાં ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. અને મંદ બુદ્ધિના બાળકોને પ્રી પ્રાયમરી, પ્રાયમરી અને સેકન્ડરી સુધી શિક્ષણ આપવામાં આવે છે. જે બાળકો વોકેશનલમાં સિલાઈ, પેન્ટિંગ, ફેબ્રિકસ શીખવા માંગે છે, તેમને શીખવવામાં આવે છે. આ વિદ્યાલયના બાળકો હવે જયપુર, કરોલી સહીત બીજા મોટા શહેરીમાં આગામી ધોરણમાં ભણી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular