સપ્ટેમ્બરમાં જન્મેલા લોકોમાં હોય છે આ વિશેષતાઓ, હોય છે સારા વક્તા અને ઉત્તમ લીડર.
આમ તો વર્ષના દરેક મહિના ઘણા વિશેષ હોય છે, પણ સપ્ટેમ્બરમાં જન્મ લેવા વાળા લોકોમાં કેટલીક એવી ખાસિયતો હોય છે, જે તેમને બીજાથી અલગ બનાવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ મહિનામાં જન્મ લેવા વાળા સામાન્ય રીતે બે શ્રેણીમાં આવે છે – કન્યા અને તુલા. ઘણા ઓછા લોકોને એ વાતનો અનુભવ હોય છે કે આ મહિનામાં જન્મેલા લોકો વધુ બુદ્ધિશાળી, મહેનતુ અને છુપા રુસ્તમ હોય છે. આ લેખના માધ્યમથી જાણો કેવો હોય છે સપ્ટેમ્બરમાં જન્મેલા લોકોનો સ્વભાવ.
(1) મિસ્ટર પરફેક્શનિસ્ટ હોય છે આ લોકો : સપ્ટેમ્બર માસમાં જન્મ લેવા વાળા લોકોને પરફેક્શનિસ્ટ કહી શકાય છે. ખાસ કરીને આ લોકો જે પણ કામ કરે છે, તેમાં કાંઈ બાકી નથી રાખતા. એટલે કે હરવા-ફરવા, કામ કરવા અને કરાવવા, ત્યાં સુધી કે તેમની જીવન જીવવાની રીત પણ બધું જ એકદમ પરફેક્ટ રીતે કરવાનું પસંદ કરે છે. આ ટેવ તેમની આસપાસના લોકોને પણ પ્રેરિત કરે છે.
(2) આપે છે પોતાના 100% : જેમ કે તેમનો પહેલો ગુણ હોય છે પરફેક્શનિસ્ટ, તે રીતે આ લોકો પોતાના દરેક કામમાં પોતાનો 100% પુરુષાર્થ આપે છે, અને દરેક કામ પાર પાડવામાં સફળ થાય છે. કહેવામાં આવે છે કે તે લોકો તેમની નિર્ધારિત અપેક્ષાઓને પણ પુરી કરી દે છે.
(3) કળા પ્રેમી હોય છે આ લોકો : સપ્ટેમ્બરમાં જન્મ લેવા વાળા લોકોમાં કળા પ્રત્યે રૂચી હોય છે. તે લોકો સંગીત, કલાકૃતિમાં તેમના ઉત્કૃષ્ટ અને રચનાત્મક મગજ માટે ઓળખાય છે. સાચી દિશાનું નિર્ધારણ કરતા તે લોકો કળા અને સંગીતમાં નામના જ નથી મેળવતા, પણ તેને વ્યવસાયના રૂપમાં પણ સરળતાથી અપનાવી લે છે.
(4) વ્યંગ કરવામાં નથી કોઈ સરખામણી : સપ્ટેમ્બર માસમાં જન્મ લેવા વાળા લોકોને વ્યંગ કરવામાં કોઈ હરાવી નથી શકતું. જયારે પણ વ્યંગ કે મહેણાની વાત આવે છે ત્યારે તો તે દડો સીધો મેદાનની બહાર જ પહોંચાડવામાં માને છે. તેમની આ ટેવને કારણે જ તેમને અસભ્ય સમજવામાં આવે છે, પણ તેમની આસપાસના લોકોને ઈજા પહોંચાડવાનો તેમનો કોઈ ઈરાદો નથી હોતો.
(5) આરોગ્યની રાખે છે વિશેષ કાળજી : આમ તો આજના જીવનમાં દરેક વ્યક્તિ ફીટ અને હેલ્દી રહેવાનું ઈચ્છે છે, પણ સપ્ટેમ્બર મહિનામાં જન્મેલા લોકો બીજા લોકોની અપેક્ષાએ આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત હોય છે. તે પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવાનું પસંદ કરે છે. સારી રીતે કસરત કરે છે.
(6) હોય છે સારા વક્તા : આ લોકો એક સારા વક્તા હોય છે. તેમની પાસે પોતાની વાતને સારી રીતે લોકો સુધી રજુ કરવા અને પોતાની વાત પ્રત્યે માહિતગાર કરવાનો વિશેષ ગુણ હોય છે. તેમની પાસે એક મજબુત અવાજ છે અને તે જાણે છે કે, લોકો જે સાંભળવા માંગે છે તેમને કેવી રીતે જણાવવાનું છે.
(7) ઉત્તમ લીડર : આ મહિનામાં જન્મ લેવા વાળામાં નેતૃત્વના ઉત્તમ ગુણ હોય છે. તે લોકો ઉત્કૃષ્ટ વક્તાની સાથે જ હંમેશા દુરના પરિણામ વિષે વિચારે છે. સાથે જ તેમનામાં લોકોને એક કરી કોઈ પણ મુશ્કેલ કાર્યને સરતાથી કરવાની ક્ષમતા હોય છે, એ કારણે જ તેમને ઉત્તમ લીડર માનવામાં આવે છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.