શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeવિશેષછોકરી એક અને વરરાજા અનેક, કપડાં બદલતી હોય તેમ છોકરા બદલતી, અંતે...

છોકરી એક અને વરરાજા અનેક, કપડાં બદલતી હોય તેમ છોકરા બદલતી, અંતે આ રીતે ઝડપાઈ.


છોકરીએ કર્યા ડઝન જેટલા છોકરાઓ સાથે લગ્ન, માં ને પણ ન થઈ તેની જાણ, પછી આવી રીતે ખુલી પોલ.

કોઈ પણ વ્યક્તિ માટે લગ્નજીવનનું એક વિશેષ મહત્વ હોય છે. પણ રાજસ્થાનના ચિત્તોડગઢમાં રહેતી એક છોકરીએ ડઝનથી વધુ છોકરાઓ સાથે લગ્ન કર્યા અને તેમના ઘરેથી ભાગી ગઈ. પોલીસ પણ હજુ ચોક્કસ આંકડા નથી જાણી શકી કે તે છોકરીએ કેટલા છોકરાઓ સાથે લગ્ન કર્યા છે.

છોકરી અને તેના સાથીની થઇ ધરપડક : એક રીપોર્ટ મુજબ, છોકરીનું નામ નેહા છે. પોલીસે નેહા અને તેની સાથી છોકરીઓ સીમા શેખ અને લક્ષ્મીને પકડી લીધી છે. પોલીસ આ બધાની પુછપરછ કરી રહી છે.

આવી રીતે નકલી લગ્નની ગેંગની પોલ ખુલી : લગ્નના નામ ઉપર છેતરપીંડી કરવા વાળી આ ગેંગની પોલ ત્યારે ખુલી જયારે નેહાએ પોતે પોતાની માં સાથે પોલીસ સ્ટેશન જઈને સીમા શેખ, સાબિર ખાન અને લક્ષ્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તેનું હરણ કરવામાં આવ્યું હતું. તે ઘણી મુશ્કેલીથી તેમના કબજા માંથી છૂટી છે. પણ પોલીસે જયારે તે બાબતની તપાસ કરી તો નેહા જ તે ગેંગની સંચાલક નીકળી. સીમા શેખ, સાબિર ખાન અને લક્ષ્મી તેના સાથી હોવાનું સામે આવ્યું.

નેહાની માં ને પણ તેના કારસ્તાન વિષે કાંઈ ખબર ન હતી. નેહા અલગ અલગ બહાના બનાવીને ઘરેથી જતી રહેતી હતી અને લગ્ન કરી લેતી હતી. ત્યાર પછી તે તક મળતા જ છોકરાના ઘરેથી ભાગી જતી હતી. નેહા પોતાની માં ને ક્યારેક જણાવતી હતી કે, તે પોતાના મિત્રના લગ્નમાં જઈ રહી છે તો ક્યારેક કહેતી હતી તે બહેનપણીઓ સાથે ફરવા જઈ રહી છે.

લગભગ એક મહિના પહેલા નેહાએ જયરામ સાથે લગ્ન કર્યા હતા. પણ આ વખતે નેહા વરરાજાના ઘરમાં ફસાઈ ગઈ અને એક મહિના સુધી તેના ઘરેથી ભાગી ન શકી. પછી જ્યારે નેહા ઘરે પહોંચી તો તેની માં એ પૂછ્યું કે તે ક્યાં હતી? તો તેણીએ જણાવ્યું કે તેનું હરણ કરી લેવામાં આવ્યું હતું. તક મળતા જ તે ત્યાંથી ભાગી આવી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular