દાંપત્ય જીવન આનંદથી પરિપૂર્ણ થઇ જાય તેના માટે જન્માષ્ટમીના તહેવાર પર કેવી રીતે કરવી શ્રીકૃષ્ણની પૂજા?
જન્માષ્ટમીનો તહેવાર આખા દેશમાં ખુબ જ ધામધૂમ પૂર્વક શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણના બાળ રૂપની પૂજા થાય છે. લોકો શ્રીકૃષ્ણના જન્મ દિવસને સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ઉજવે છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના વદ પખવાડિયાની આઠમ તિથીના રોજ ઉજવવામાં આવે છે. તેનું કારણ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્ય રાત્રીએ મથુરાના કંસના કારાગારમાં વૃષભ રાશી અને રોહિણી નક્ષત્રમાં થયો હતો.
આ તિથિને ગોકુલ અષ્ટમી પણ કહેવામાં આવે છે. દર વર્ષે ભગવાન વિષ્ણુના આઠમાં અવતારના રૂપમાં આ તિથીએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. જન્માષ્ટમી ઉપર લોકો કાન્હાના બાળ સ્વરૂપની પૂજા કરે છે. ઘણા લોકો પોતાના ઘરમાં બાળ ગોપાલને રાખે છે. આ દિવસે બાળ ગોપાલની પૂજા અને સેવા એક નાના બાળકની જેમ કરવામાં આવે છે. માન્યતા છે કે લડ્ડુ ગોપાલની સેવાથી ઘરની તમામ તકલીફો દુર થઇ શકે છે.
લડ્ડુ ગોપાલના પ્રસન્ન થવાથી વ્યક્તિનું મન ઘણું પ્રસન્ન રહે છે. આ દિવસે જો પરણિત દંપતી શ્રદ્ધા ભાવથી લડ્ડુ ગોપાલની પૂજા કરે છે અને ભોગ ધરાવે છે, તો તેમની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને લગ્ન જીવનમાં મધુરતા આવે છે. આવો જાણીતા એસ્ટ્રોલોજી અને વાસ્તુ સ્પેશ્યાલીસ્ટ ડો. આરતી દહિયાજી પાસેથી જાણીએ કે, દંપતી કેવી રીતે જીવનમાં મીઠાશ લાવવા માટે શ્રીકૃષ્ણની પૂજા કરી શકે છે.
દંપતીઓ માટે જન્માષ્ટમી પૂજા વિધિ :
પરણિત દંપતી જન્માષ્ટમીના દિવસે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન કરે.
એક બાજઠ લો અને તેની ઉપર પીળું કપડું પાથરીને પછી ચોકી ઉપર ચારે તરફથી નાડાછડી બંધો.
ભગવાન શ્રીકૃષ્ણનો બાળરૂપનો ફોટો કે મૂર્તિને બાજઠ ઉપર સ્થાપિત કરો. બાળકૃષ્ણની મૂર્તિનો દૂધ, દહીં, ગંગાજળ, મધ અને ઘીથી અભિષેક કરો.
જો તમે લડ્ડુ ગોપાલની સેવા કરો છો તો ફોટા ઉપર માત્ર અભિષેકનો છંટકાવ કરો અને લડ્ડુ ગોપાલનો અભિષેક કરો.
અભિષેક પછી પાણીથી મૂર્તિને સ્નાન કરાવો અને સુતરાઉ કપડાથી મૂર્તિને લૂછો પછી બાજઠ ઉપર બિરાજિત કરો.
ભગવાનનો પૂર્ણ શૃગાર કરો, ચંદન લગાવો, દીવો પ્રગટાવીને ફૂલનો હાર બાળ ગોપાલની મૂર્તિ ઉપર અર્પણ કરો. ભગવાનની મૂર્તિ ઉપર મોરનું પીછું અને તુલસીના પાન પણ ચડાવો. તુલસીના પાન ચડાવવા જરૂરી માનવામાં આવે છે.
ભેગા મળીને કૃષ્ણ સ્તુતિ, કૃષ્ણ ગર્ભ સ્તુતિ અને કૃષ્ણ મધુરાષ્ટકમના પાઠ કરો.
શ્રીકૃષ્ણના નામનો કે તેમના કોઈ મંત્રના જાપ કરો.
ત્યાર પછી આરતી ઉતારો અને માખણ સાકર, ધાણાની પંજરી કે નારીયેલની બરફીનો ભોગ ધરાવો.
નિઃસંતાન દંપતી સંતાન સુખ માટે કરો આ ઉપાય :
ડો. આરતી દહિયા જણાવે છે કે, સંતાનની ઈચ્છા ધરાવતા પરણિત દંપતી આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન ધ્યાન માંથી નિવૃત્ત થઇ જાય.
શુદ્ધ મનથી લડ્ડુ ગોપાલને સ્નાન કરાવો અને શૃંગાર કરો.
લડ્ડુ ગોપાલની સામે એક ચોટલી વાળું નારીયેલ અને પાંચ પ્રકારના ફળ ચડાવો.
પછી ભગવાન સામે બેસીને શ્રીકૃષ્ણ ગર્ભ સ્તુતિના પાઠ સતત પાંચ વખત કરો પછી નારીયેલ ફોડીને બંને પતિ પત્ની તે નારીયેલ ખાઈ લો.
ઈશ્વરની કૃપાથી તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છાની પુરતી જરૂર થશે.
પરણિત જીવનમાં કેવી રીતે વધારવી મધુરતા?
ડો. આરતી દહિયા જણાવે છે કે, જો પતિ પત્નીના જીવનમાં મીઠાશ નથી કે એક બીજાને સમજવામાં મુશ્કેલી થઈ રહી છે, જેને લઈને આંતરિક સંબંધ બગડી રહ્યા છે, તો તમે બંને જન્માષ્ટમી ઉપર શ્રીકૃષ્ણ મધુરાષ્ટકમના પાઠ બે વખત કરો. તમે જો આ ઉપાય અજમાવો છો તો જીવનમાં મધુરતા આવશે અને ઝગડા આંતરિક પ્રેમમાં બદલાઈ જશે.
જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલા તમામ ઉપાય અને આ રીતથી કરવામાં આવેલી પૂજા તમારી તમામ મનોકામનાઓ પૂરી કરવાની સાથે જ પરણિત જીવનમાં મધુરતા પણ લાવશે.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.