ગણેશ ચતુર્થીના દિવસે આ શુભ મુહુર્તમાં ગણપતિ સ્થાપિત કરવાથી મળે છે લાભ.
ગણેશ ચતુર્થીની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરે છે. 11 દિવસ સુધી ચાલતા આ પર્વમાં ગણપતિની ઘણી સેવા કરવામાં આવે છે. જાત જાતના પકવાનોનો ગણપતિને ભોગ ચડાવવામાં આવે છે. આ સમયે બધા ભક્તિમય બની જાય છે. ગણપતિની પસંદગીની વસ્તુને તે દરમિયાન શામેલ કરવામાં આવે છે. સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે છે. ગણપતિની આરતી કરવામાં આવે છે.
આ પર્વમાં ઘરને લાઈટો અને દીવડાથી શણગારવામાં આવે છે અને 10 દિવસ પછી અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનું જોર શોર સાથે વિસર્જન કરી દેવામાં આવે છે. પણ તેમાં એક વસ્તુ જે સૌથી મહત્વની છે, તે છે ગણપતિને સ્થાપિત કરવાનું શુભ મુહુર્ત. કહેવામાં આવે છે કે, જો શુભ મુહુર્તમાં જ ગણપતિની સ્થાપના કરવામાં આવે, તો વધુ લાભદાયક રહે છે. આવો જાણીએ મૂર્તિ સ્થાપિત કરવાના શુભ મુહુર્ત.
ગણપતિ સ્થાપનાના શુભ મુહુર્ત : 10 સપ્ટેમ્બર 2021 શુક્રવારના રોજ ગણેશ ચતુર્થીનું પર્વ છે. આ દિવસે જો તમે શુભ મુહુર્તમાં જ ગણપતિની સ્થાપના કરશો, તો તે તમારા માટે વધુ લાભદાયક રહેશે. પૂજાનું શુભ મુહુર્ત બપોરે 12:17 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. તો તે વખતે તમે 10 સપ્ટેમ્બરના રોજ 12 વાગ્યા પછી ક્યારેય પણ ગણપતિની સ્થાપના અને પૂજા વગેરે કરી શકો છો.
ગણપતિ મંત્રના જાપ : ગણપતિ સ્થાપિત કર્યા પછી ઘરમાં સંપૂર્ણ વિધિ પૂર્વક તેમની પૂજા કરવામાં આવે છે. પૂજા વખતે ऊं गं गणपतये नम: મંત્રના જાપ જરૂર કરો. તેનાથી લાભ થશે. અને પ્રસાદ તરીકે મોદક અને લાડુનું વિતરણ કરો. માન્યતા મુજબ ગણપતિને મોદક અને લાડુ બંને વધુ પ્રિય છે.
ગણપતિ વિસર્જન : ગણપતિને 10 દિવસ સુધી ઘરમાં રાખવામાં આવે છે. ત્યાર પછી અનંત ચતુર્દશીના દિવસે બપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. બપ્પાનું વિસર્જન ખુબ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 19 સપ્ટેબર 2021 ના રોજ આવશે. આ દિવસે ગણપતિને વિદાય આપવામાં આવે છે. આ વર્ષે ચતુર્દશી તિથી 19 સપ્ટેમ્બરથી શરુ થઈને 20 સપ્ટેમ્બર સુધી રહેશે. તેમાં ગણેશ વિસર્જનના શુભ મુહુર્ત આ છે.
સવારના મુહુર્ત – 7:39 થી લઈને બપોરે 12:14 સુધી
દિવસના મુહુર્ત – બપોરે 1:46 થી લઈને 3:18 સુધી
સાંજના મુહુર્ત – સાંજે 6:21 થી લઈને 10:46 સુધી
રાતના મુહુર્ત – રાત્રે 1:43 થી લઈને 3:11 સુધી (20 સપ્ટેમ્બર)
વહેલી સવારના મુહુર્ત – સવારે 4:40 થી લઈને 6:08 વાગ્યા સુધી (20 સપ્ટેમ્બર)
આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.