બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષજાણો એક એવા ગામ વિષે જેનો પોતાનો સૂર્ય છે, કુદરતી સમસ્યા સામે...

જાણો એક એવા ગામ વિષે જેનો પોતાનો સૂર્ય છે, કુદરતી સમસ્યા સામે મગજ વાપરીને કાઢ્યો રસ્તો.


આ ગામમાં વર્ષમાં 3 મહિના રહે છે અંધારું, પછી કંઈક આવી રીતે બનાવ્યો પોતાનો સૂર્ય, જુઓ ફોટા.

આ દુર્નિયામાં એક એવું નાનકડું ગામ છે, જ્યાં વર્ષમાં ત્રણ મહિના સુધી અંધારું છવાયેલું રહે છે. આ કારણે ત્યાંના લોકોને ઘણા પ્રકારની બીમારીઓ થવા લાગી. આથી અંધારાથી છુટકારો મેળવવા માટે ગામના લોકોએ પોતાનો ‘સૂર્ય’ બનાવી લીધો. સૂર્યનો પ્રકાશ નહિ મળી શકવાને કારણે આખું ગામ ત્રણ મહિના સુધી અંધારામાં રહેતું હતું. આવો જાણીએ કે આ ગામમાં વર્ષમાં ત્રણ મહિના અંધારું કેમ રહે છે?

અહીં વર્ષમાં 3 મહિના રહેતું હતું અંધારું : ડેલી સ્ટાર ન્યુઝ અનુસાર ઇટલીના ઉત્તરીય વિસ્તારમાં આવેલું વિગનેલા (Viganella) ગામ ચારેય તરફથી પર્વતોથી ઘેરાયેલું છે. આ કારણે જયારે શિયાળો આવે છે ત્યારે અહીં સૂર્યના કિરણો નથી આવી શકતા. અને લગભગ 3 મહિના નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી અહીં અંધારું રહે છે.

અંધારામાં ઘણી બીમારીઓ સામે ઝઝૂમ્યું આ ગામ : આ દરમિયાન ગામમાં સૂર્યના કિરણો નહિ પહોંચવા પર લોકોએ ઘણી બીમારીઓમાંથી પસાર થવું પડતું હતું. સૂર્યના કિરણોની અછતને કારણે ગામના લોકોએ નેગેટીવ ઈમ્પૅક્ટ અનિંદ્રા, મૂડ ખરાબ રહેવો, એનર્જી લેવલ ઓછું હોવું, ક્રાઇમ રેટ વધવા જેવી સમસ્યાઓ સામે લડવું પડ્યું હતું.

ડોક્ટરે વિડીયો શેર કરી જણાવ્યું : તેના વિષયમાં ડોક્ટર કરન રાજે ટિક્ટોક પર એક વિડીયો શેર કરીને જણાવ્યું કે, કઈ રીતે એક ગામ સૂર્યના પ્રકાશ વગર તમામ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. અને તેનાથી બચવા માટે ગામના લોકોએ પોતાનો સૂર્ય બનાવી દીધો.

વર્ષ 2006 માં આવ્યો સૂર્યનો આઈડિયા : વિગનેલા ગામે વર્ષ 2006 માં 1,00,000 યુરો (તે સમયે લગભગ 87 લાખ) ના ખર્ચે 8 મીટર લાંબી અને 5 મીટર પહોળી સખત સ્ટીલ શીટનું નિર્માણ કર્યું. તે શીટને તેમણે પર્વત પર લગાવી. એવું કર્યા પછી સૂર્યનો પ્રકાશ સીધો આ સ્ટીલ શીટ પર પહોંચીને પરિવર્તિત થઈને ગામમાં સારો પ્રકાશ આપવા લાગ્યો.

દિવસમાં 6 કલાક મળે છે પ્રકાશ : આ એક આઈડિયાથી ગામ લોકોને મોટી સફળતા મળી, જેમાં ડોક્ટર કરણે જણાવ્યું કે કઈ રીતે આ ગામને હવે એક દિવસમાં 6 કલાક પ્રકાશ મળે છે, જેથી લોકોને સામાજિક બનવામાં મદદ મળી. 2008 માં વિગનેલાના મેયર પિયરફેંકો મિડાલીએ કહ્યું હતું કે, આ પ્રોજેક્ટની પાછળના આઈડિયાનો વૈજ્ઞાનિક આધાર નથી પણ એક માનવ છે.

ડોક્ટરના વિડીયોને મળ્યો 1.9 મિલિયન વ્યુ : મિડાલીએ કહ્યું હતું કે, આ આઈડિયા લોકોને શિયાળામાં સોશિયલાઈઝ ન થઇ શકવા પછી આવ્યો, જ્યારે શહેર ઠંડી અને અંધારાને કારણે બંધ થઈ જતો હતો. ડો. રાજના આ વિડીયોને 1.9 મિલિયનથી વધારે વખત જોવામાં આવી ચુક્યો છે અને આ જાણકારી વ્યૂઅર્સને ચકિત કરી દીધા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular