ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષજાણો ક્યારે છે અજા એકાદશીનું વ્રત, જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને...

જાણો ક્યારે છે અજા એકાદશીનું વ્રત, જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ.


અજા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આટલું મોટું ફળ, જાણો તેનું મહત્વ અને વ્રત વિધિ.

હિંદુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસના વદ પખવાડિયાની અગિયારસની તિથીને અજા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિન્દી પંચાંગ મુજબ અજા એકાદશી 3 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા મુજબ આ વ્રતનું ફળ અશ્વમેઘ યજ્ઞથી મળતા ફળથી પણ વધુ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે વ્રતનું પાલન સાચી શ્રદ્ધા સાથે કરવું જોઈએ. આવો જાણીએ અજા એકાદશીના શુભ મુહુર્ત, વ્રત વિધિ અને મહત્વ વિષે.

એકાદશી મુહુર્ત :

અજા એકાદશી તિથી પ્રારંભ : 2 સપ્ટેમ્બર 2021 ગુરુવારના રોજ સવારે 06 વાગીને 21 મિનીટથી

અજા એકાદશી તિથી સમાપ્ત : 3 સપ્ટેમ્બર 2021 શુક્રવારના રોજ સવારે 07 વાગીને 44 મિનીટ સુધી

અજા એકાદશી પારણા : 3 સપ્ટેમ્બર 2021 શનિવારના રોજ સવારે 05 વાગીને 30 મિનીટથી સવારે 08 વાગીને 23 મિનીટ સુધી

અજા એકાદશી વ્રત વિધિ :

આ દિવસે વ્રતનો સંકલ્પ લેવા વાળાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કાર્યો કરી લેવા જોઈએ. ત્યાર પછી પૂજા સ્થળની સાફ સફાઈ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક પૂજા કરો અને વ્રત કથાનું પાઠ કરો. ત્યાર પછી ભક્તોને પ્રસાદમાં ચરણામૃત આપો. આ દિવસે નકોરડા રહીને માત્ર સાંજે ફળાહાર કરવો જોઈએ. તેના બીજા દિવસે સાધુ સંતોને ભોજન કરાવીને દક્ષિણા આપીને પોતે પણ ભોજન કરવું જોઈએ.

અજા એકાદશીનું મહત્વ : પૌરાણીક માન્યતાઓ મુજબ આ વ્રતને તીર્થોમાં દાન-સ્નાન, કઠોર તપસ્યા અને અશ્વમેઘ યજ્ઞથી પણ વધુ ફળદાયક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના તમામ દુઃખોનું નિવારણ કરી દે છે. પરિણામ સ્વરૂપ ઘરમાં ખુશાલી, સુખ, સમૃદ્ધિનું આગમન થાય છે.

ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી કોઈ પણ જાણકારી, સામગ્રી, માન્યતાની સ્પષ્ટતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. જુદા જુદા માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગ, પ્રવચનો, માન્યતાઓ, ધર્મગ્રંથો માંથી સંગ્રહિત કરી આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદેશ્ય માત્ર સુચના પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા તેને માત્ર સુચના સમજીને જ લે. તે ઉપરાંત તેના કોઈ પણ ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular