શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeવિશેષજુઓ તારક મેહતાની સોનુના ન જોયેલા ફોટા, પાછળ થઈ રહેલા ગંદા કામે...

જુઓ તારક મેહતાની સોનુના ન જોયેલા ફોટા, પાછળ થઈ રહેલા ગંદા કામે ખેંચ્યું બધાનું ધ્યાન.


નિધિ ભાનુશાલીની પાછળ કોઈ ખુલ્લે આમ કરી રહ્યું છે આ કામ, રીટા રિપોર્ટરે માંગ્યો તેનો જવાબ.

હિટ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ચાઈલ્ડ આર્ટિસ્ટને લોકો ખુબ પસંદ કરે છે. દર્શકોએ આ બાળકોને નાનેથી મોટા થતા જોયા છે. શો નો ભાગ રહી ચુકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાલી (nidhi bhanushali) એટલે કે જૂની સોનુને લોકો ઘણો પ્રેમ કરતા હતા. તેના ફોટા અને વિડીયો હંમેશા શેર થતા રહે છે.

નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ રહે છે. તે ફેન્સ સાથે પોતાની એડવેન્ચર લાઈફના ફોટા પણ શેર કરતી રહે છે. વીતેલા દિવસોમાં તેનો બિકીની અવતાર ઘણો વા યરલ થયો હતો. પણ હવે નિધિના કેટલાક ન જોયેલા ફોટા સોશિયલ મીડિયા પર ઘણા શેર થઈ રહ્યા છે.

ગોલીએ શેર કર્યા સોનુના ફોટા : એક્ટ્રેસ નિધિ ભાનુશાલીના કો-એક્ટર કુશ શાહ જે શો માં ગોલીનું પાત્ર ભજવે છે તેણે ઘણા ફોટા શેર કર્યા છે. તે દરેક ફોટા નિધિ ભાનુશાલીના છે. તેની એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હાલની નથી પણ ત્રણ વર્ષ જૂની છે. પણ હવે તે ઝડપથી વા યરલ થઈ રહી છે.

હકીકતમાં કુશે શેર કરેલા 8 ફોટાના કલેક્શનમાં ત્રીજા નંબરનો ફોટો બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. તે ફોટામાં નિધિ અચાનક પાછળ ફરીને પોઝ આપી રહી છે, પણ લોકોનું ધ્યાન તેના પોઝ પર નથી.

બેકગ્રાઉન્ડે ખેંચ્યું બધાનું ધ્યાન : એક્ટ્રેસ નિધિ ભાનુશાલીના આ ફોટામાં લોકોનું ધ્યાન તેની પાછળ દેખાઈ રહેલા બેકગ્રાઉન્ડ પર છે. આ ફોટામાં પાછળ બે લોકો ભેટતા દેખાઈ રહ્યા છે. તેમને જોઈને લોકોને લાગી રહ્યું છે કે, પાછળ બેસેલા લોકો કિસ કરી રહ્યા છે. કુશ અને નિધિના ફેન્સ ફોટાને જોઈને તેમને સવાલ કરી રહ્યા છે કે, છેવટે ત્રીજા ફોટામાં શું થઈ રહ્યું છે. ફેન્સ જ નહિ શો ના ડાયરેક્ટર માલવ રાજદાની પત્ની પ્રિયા આહુજા પણ બંનેને આજ સવાલ પૂછી રહી છે. જણાવી દઈએ કે, પ્રિયા આહુજાએ શો માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવ્યું છે.

એક્ટ્રેસ નિધિ ભાનુશાલીના કો-એક્ટર કુશે આ ફોટા નિધિના જન્મદિવસ પર શેર કર્યા હતા. તેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું, ‘નિધિ ભાનુશાલીના ન જોયેલા ફોટા… હેપ્પી બર્થડે.’ તેમજ પ્રિયા આહુજાએ ફોટા પર કમેન્ટ કરતા લખ્યું, ‘ત્રીજો ફોટો…. લોકો જાણવા માંગે છે કે કુશ, જણાવી દે કે છેવટે તેઓ કોણ છે?’ જોકે કોઈએ પણ આ ફોટા પર એ ખુલાસો નથી કર્યો કે, ફોટામાં દેખાઈ રહેલા લોકો કોણ છે? આમ તો ઘણા લોકો વિચારી રહ્યા છે કે, તે બીજું કોઈ નહિ પણ ગોલી એટલે કે કુશ જ છે. ઘણા લોકોએ કમેન્ટમાં લખ્યું પણ છે કે, ‘ગોલી બેટા મસ્તી નહિ.’

બિકીની વિડીયો થયો હતો વા યરલ : જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા નિધિ ભાનુશાલીનો એક બિકીની વિડીયો ઘણો વા યરલ થયો હતો. તે વિડીયોમાં તે જંગલની વચ્ચો વચ એક તળાવમાં સ્નાન કરતી દેખાઈ રહી હતી. ત્યાર પછી તેણીએ દરિયા કિનારા પરનો વિડીયો પણ શેર કર્યો હતો. પહેલા પણ તેના બિકીની વિડીયો વા યરલ થયા છે. નિધિના ઘણા ફેન્સ તેને યુટ્યુબ ચેનલ ચલાવવાની વિનંતી કરી રહ્યા છે, જેથી તેઓ તેના વિડીયો વિસ્તારથી જોઈ શકે. નિધિ ભાનુશાલી લાંબા સમયથી નવી જગ્યાઓ પર ફરી રહી છે.

હવે શો નો ભાગ નથી : જણાવી દઈએ કે, નિધિ ભાનુશાલી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આત્મારામ ભીડેની દિકરી સોનાલિકા એટલે કે સોનુનું પાત્ર ભજવતી હતી. સોનુ ટપ્પુ સેનાની સૌથી હોંશિયાર સભ્ય છે. હવે આ પાત્ર પલક સિધવાની ભજવી રહી છે. નિધિ અને પલક પહેલા આ પાત્ર ઝીલ મહેતા ભજવતી હતી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular