જૂની ચલણી નોટ કે સિક્કા વેચવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ જાણી લો, નહીં તો ઉલમાંથી ચુલમાં પડશો.
છેલ્લા કેટલાક દિવસોથી જુના સિક્કા અને નોટો ખરીદવા વેચવાને લઈને ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. લોકો જુદા જુદા ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ દ્વાર જુની નોટો અને સિક્કા વેચી રહ્યા છે. તેને લઈને આરબીઆઈએ હાલમાં જ એક મહત્વની જાણકારી આપી છે. આરબીઆઈએ લોકોને સાવચેત કર્યા છે કે, કેટલાક છેતરપીંડી કરવા વાળા તત્વ કેન્દ્રીય બેંકોના નામ અને લોકોનો ઉપયોગ જુની નોટો અને સિક્કા ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર વેચવા માટે કરી રહ્યા છે.
જો તમે પણ જુના સિક્કા અને નોટ વેચવા કે ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો સાવચેત થઇ જાવ. ઓનલાઈન ફ્રોડ કરવાવાળા હંમેશા ગ્રાહકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલા માટે તે દરરોજ નવી રીતોનો ઉપયોગ કરે છે.
જાણો આરબીઆઈએ ટ્વીટ કરી શું કહ્યું? આરબીઆઈએ એક ટ્વીટ કરીને લોકોને જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેંકના જાણવામાં આવ્યું છે કે કેટલાક તત્વો ખોટી રીતે ભારતીય રીઝર્વ બેંકના નામ અને લોકોનો ઉપયોગ કરી રહ્યા છે અને જુદા જુદા ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મથી લોકો પાસેથી જૂની બેંક નોટ અને સિક્કા વેચવા માટે ફી/કમીશન કે કર માંગી રહ્યા છે.
રીઝર્વ બેંકે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, આરબીઆઈ એવી કોઈ પણ કામગીરીમાં શામેલ નથી અને આ પ્રકારની લેવડ દેવડ માટે ક્યારે પણ કોઈની પાસે કોઈ ફી કે કમીશન નથી માંગતા. સાથે જ બેંકે જણાવ્યું કે, તેમણે આ પ્રકારની કામગીરીઓ માટે કોઈ સંસ્થા કે વ્યક્તિને કોઈ પ્રકારના કોઈ અધિકાર આપ્યા નથી.
આરબીઆઈનો કોઈની સાથે કોઈ કરાર નથી : ભારતીય રીઝર્વ બેંક આવા કેસમાં ન તો કોઈ કાર્યવાહી કરે છે અને ન તો ક્યારેય કોઈ પાસે એવી ફી કે કમીશન માંગે છે. ભારતીય રીઝર્વ બેંકે કોઈ પણ સંસ્થા, કંપની કે વ્યક્તિ વગેરેને આ પ્રકારની લેવડ દેવડ ઉપર રીઝર્વ બેંક તરફથી કોઈ ફી કે કમીશન લેવાનો કોઈ અધિકાર નથી આપ્યો. ભારતીય રીઝર્વ બેંક સામાન્ય જનતાને આ પ્રકારની છેતરપીંડી અને છેતરપીંડી વાળા પ્રસ્તાવોનો ભોગ ન બનવાની સલાહ આપે છે.
આ માહિતી ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.