જન્માષ્ટમી વ્રત કરવા વાળા લોકોએ સુર્યાસ્ત પછી ન પીવું જોઈએ પાણી, જાણો શું છે કારણ?
દર વર્ષે શ્રાવણ માસની વદ પખવાડિયાની આઠમની તિથીના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટ 2021 ના રોજ આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણજી બાળ રૂપની પૂજા કરવામાં આવે છે. સાથે જ વ્રત પણ રાખવામાં આવે છે. માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે જ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો અને આ દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે વ્રત રાખવાથી શ્રીકૃષ્ણ દરેક મનોકામના પુરી કરી દે છે.
આ દિવસે વ્રત રાખવા સાથે કેટલાક નિયમ પણ જોડાયેલા છે. આ નિયમોનું પાલન વ્રત રાખતી વખતે જરૂર કરવું જોઈએ. જો આ નિયમો મુજબ વ્રત નહીં રાખવામાં આવે, તો વ્રત રાખવા વાળાને તેનું ફળ પ્રાપ્ત નથી થતું. એટલા માટે જે પણ લોકો જન્માષ્ટમીનું વ્રત રાખે, તેમણે નીચે જણાવેલા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ.
સુર્યાસ્ત પછી ન પીવો પાણી : જન્માષ્ટમીનું વ્રત ઘણું મુશ્કેલ માનવામાં આવે છે અને સુર્યાસ્ત પછી પાણી પીવું અશુભ માનવામાં આવે છે. આ વ્રતમાં આખો દિવસ પાણી પીવાની તો છૂટ હોય છે. પણ સુર્યાસ્ત પછી પાણી નથી પી શકાતું. જે લોકો આ વ્રત રાખે છે, તેમણે સુર્યાસ્તથી લઈને કૃષ્ણ જન્મ સમય સુધી નિર્જળ રહેવાનું હોય છે. અને કૃષ્ણજીનો જન્મ થયા પછી પાણી પી શકાય છે.
પૂજા પહેલા કરો સ્નાન : જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવામાં આવે છે. ત્યાર પછી કૃષ્ણજીની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી દિવસ આખો જળાહાર કે ફળાહાર ગ્રહણ કરવામાં આવે છે. અને સાંજની પૂજા પહેલા ફરી એક વખત સ્નાન કરવામાં આવે છે અને ત્યાર પછી પાણીનું ગ્રહણ કરવામાં આવતું નથી.
જન્માષ્ટમીના દિવસે રસવાળા ફળોનું જ સેવન કરવું જોઈએ. આ વ્રત રાખવા વાળા તરબૂચ, કાકડી અને ટેટી જેવા પાણી વાળા ફળનું જ સેવન કરે. તે ઉપરાંત સફરજન અને જમરૂખ પણ ખાઈ શકે છે. વ્રત દરમિયાન ખાટા ફળનું સેવન ન કરવું જોઈએ.
આ રીતે કરો વ્રતનો સંકલ્પ : વ્રત રાખતા પહેલા તેનો સંકલ્પ જરૂર કરો. વ્રતનો સંકલ્પ લેવા માટે તમે સૌથી પહેલા કુશના આસન ઉપર બેસો. તે દરમિયાન પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખો. પછી હાથમાં જળ, ચોખા, પુષ્પ, કુશ અને અષ્ટગંધ લો. તેને હાથમાં લઈને વ્રતનો સંકલ્પ કરો. જો કોઈ મનોકામના છે તો તે મનમાં બોલી લો. ત્યાર પછી હાથમાં લીધેલી આ વસ્તુને જમીન ઉપર મૂકી દો. હવે દીવો પ્રગટાવી પૂજા કરો અને નીચે જણાવેલા મંત્રોના જાપ કરો.
આરાધનાનો મંત્ર :
ज्योत्स्नापते नमस्तुभ्यं नमस्ते ज्योतिशां पते!
नमस्ते रोहिणी कान्त अर्घ्य मे प्रतिगृह्यताम्!!
સંતાન પ્રાપ્તિ માટે મંત્ર
પહેલો મંત્ર – देवकी सुत गोविंद वासुदेव जगत्पते! देहिमे तनयं कृष्ण त्वामहं शरणं गतः!!
બીજો મંત્ર – क्लीं ग्लौं श्यामल अंगाय नमः !!
લગ્નનો મંત્ર – ओम् क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्ल्भाय स्वाहा.
રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવો અને ભજન ગાવા. અને બીજા દિવસે ઉઠીને સ્નાન કરી લો. પછી શ્રીકૃષ્ણની પૂજા કરીને વ્રત છોડવાનો સંકલ્પ ધારણ કરો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.