આ ત્રણ મિત્રોએ તો ભારે કરી… પેગ લગાવતા સમયે શરત લગાવી અને પછી દુર્ગમ વિસ્તારમાં દોડવા લાગ્યા.
ઘણા લોકો એવા હોય છે જે વાતો વાતોમાં ઘણી વખત વિચિત્ર શરત લગાવી લે છે અને પછી તેને પૂરી કરવામાં જીવની બાજી પણ લગાવી દે છે. અને દુનિયાના એક ખૂણામાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મિત્રોએ ડા રુના ન શામાં એક વિચિત્ર શરત લગાવી અને તે પૂરી કરવા માટે દુર્ગમ પહાડી વિસ્તારોમાં 258 માઈલ એટલે કે 400 કી.મી. જેટલું દોડ્યા.
તેમનું માનવું છે કે, આટલી મોટી દોડ પગપાળા પૂરી કરવા વાળા તે કદાચ દુનિયાના પહેલા વ્યક્તિ બની ગયા છે. તે ત્રણ મિત્રોના નામ જોડી બ્રેગર, જોડી ગોલ્ડ અને ગેબે ધિગ્લિયોન છે. આ ત્રણેય લોકોએ આ દોડ ધોમધખતી ગરમીમાં પૂરી કરી છે.
ગ્લોબ ફેરવીને નક્કી કરી ફીનીશ લાઈન : મિરર યુકેના રીપોર્ટ મુજબ, જોડી અને ગેબે પેગ લગાવતા સમયે નક્કી કર્યું કે ફરતા ગ્લોબ ઉપર તે જ્યાં આંગળી રાખશે, ત્યાં સુધી તે દોડીને જશે. તેમની આ શરતે તેમને મધ્ય એશિયાના તાજીકિસ્તાનમાં (Tajikistan) મોકલી દીધા. તે અફગાનિસ્તાનની સરહદને લાગેલા ચીન સુધી અને તાજીકિસ્તાનની બારટાંગ ઘાટી સુધી દોડ્યા, જેને દુનિયાના સૌથી દૂરસ્થ અને નિર્જન વિસ્તારો માંથી એક માનવામાં આવે છે.
શરત પૂરી કરવી એ જનુન બન્યું : જોડી કહે છે કે, હું દોડવામાં ઘણો સારો છું, પણ ડા રુ પી ને તેનાથી પણ વધુ સારો છું. જયારે શરત લગાવી તો મને તજાકિસ્તાન વિષે કાંઈ ખબર ન હતી, પણ તે શરત પૂરી કરવી મારો જુસ્સો બની ગયો હતો. તે દોડ શરુ કરતી વખતે અમારી પાસે એક નકશો હતો અને રસ્તાને લઈને ઉપર છલ્લી જાણકારી હતી. અમને લાગી રહ્યું હતું કે, અહિયાં દિવસ ગરમ અને શુષ્ક હશે. સાથે જ રાત્રે ઠંડી હશે.
રસ્તામાં આવ્યા ઘણા પડકારો : જોડી કહે છે, તે ઘણો લાંબો રસ્તો હતો પણ અમને લાગ્યું કે અમે તે પાર કરી શકીએ છીએ. અમને તે ઘણું રોમાંચક લાગ્યું. આ પ્રવાસમાં અમને બીમારી, ઈજા, કુદરતી અડચણો, તેજ ગરમી, વિઝા અધિકારીઓ જેવા ઘણા પડકારોનો સામનો કર્યો. દુનિયાની છત કહેવાતા પામીરના પઠારને પણ પાર કર્યો.
દરરોજ મેરેથોન કરતા વધારે દોડ્યા : આ ત્રણેય મિત્રો રોજ એક મેરેથોનથી પણ વધુ દોડ્યા છે. 7 દિવસમાં તે પોતાનો પ્રવાસ પૂરો કરીને કુરકુલ તળાવ પહોંચ્યા. જોડી જણાવે છે કે, આ દોડ એટલા માટે મહત્વની નથી કે અમે બધાએ ઓછા સમયમાં ફીનીશ લાઈન સુધીની દોડ પૂરી કરી, પણ તે તેના વિષે હતી કે અમે એવી જગ્યા ઉપર દોડ્યા જ્યાંના વિષે અમે પહેલા સાંભળ્યું પણ ન હતું.
દોડવા માટે મિત્રને પણ બોલાવ્યા : તે દોડના મુખ્ય આયોજક જોડી હતા. જોડી અને ગેબને લાગ્યું કે દોડવા માટે વધુ એક સાથી હોવા જોઈએ. ત્યારે તેમણે પોતાના મિત્ર જોડી ગોલ્ડને ફોન કરીને બોલાવ્યા. તે જણાવે છે, ગેબે મને ફોન કરીને જણાવ્યું કે, શું તમે તાજીકિસ્તાનમાં 10 દિવસ દોડવા માટે અમારી સાથે આવવા માંગો છો. મેં કહ્યું ઠીક છે.
આ 3 મિત્રોની મહાયાત્રાને સોર્સી ફિલ્મ્સના એલેકસીસ ટાયમન અને બેન ફ્રોકે ડોક્યુમેંટેડ કરી છે. તેમની ફિલ્મ ‘રનીંગ ધ રૂફ’ ને બેનફ માઉંટેન ફિલ્મ ફેસ્ટીવલના ભાગના રૂપમાં દેખાડવામાં આવી રહી છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
બધા ફોટા સોર્સ : મિરર યુકે