સોમવાર, મે 29, 2023
Homeવિશેષટાટા મોટર્સ સાથે મળીને શરુ કરી શકો છો બિઝનેસ, જાણો તેની સાથે...

ટાટા મોટર્સ સાથે મળીને શરુ કરી શકો છો બિઝનેસ, જાણો તેની સાથે જોડાયેલી તમામ કામની વાતો.


પોતાનો બિઝનેસ શરુ કરવા માટે ટાટા મોટર્સ લાવી ઓફર, આ રીતે કરી શકશો તેમની સાથે બિઝનેસ.

જો તમે ટાટા મોટર્સ સાથે મળીને તમારો વેપાર શરુ કરવા માંગો છો, તો તમે તે કામ કરી શકો છો. ટાટા મોટર્સ હાલના દિવસોમાં છૂટક વેચાણને પ્રોત્સાહન આપવા માટે ઝડપથી કામ કરી રહી છે. તેના માટે નવા વેચાણ આઉટલેટ ખોલવામાં આવી રહ્યા છે. તમે પણ ટાટા મોટર્સના આઉટલેટ ખોલી શકો છો. ટાટા મોટર્સે પોતાના છૂટક વેપારીઓને ગતિ આપવાની રણનીતિ હેઠળ શુક્રવારના રોજ દક્ષીણ ભારતમાં એક સાથે 70 નવા વેચાણ આઉટલેટની શરુઆત કરી છે.

ટાટા મોટર્સના એક નિવેદન મુજબ નવા આઉટલેટ 53 શહેરોમાં ખોલવામાં આવ્યા છે. જેને દક્ષીણ ભારતના વિકસતા બજારોની માંગને ધ્યાનમાં રાખીને રણનીતિ તરીકે શરુ કરવામાં આવ્યા છે.

આ શોરૂમ કંપનીના ઇલેક્ટ્રિક વાહનોના પોર્ટફોલિયો સહીત પ્રવાસી વાહનોની ‘ન્યુ ફોરએવર’ રેંજ રાખશે. નવા શોરૂમ સાથે ટાટા મોટર્સના દક્ષીણ ભારત (કર્નાટક, તમિલનાડુ, પોંડીચેરી, તેલંગાના, આંધ્ર પ્રદેશ અને કેરળ) માં આઉટલેટ નેટવર્ક વધારીને 272 થઇ જશે. સાથે જ આખા ભારતમાં તેની સંખ્યા વધીને 980 થઇ જશે.

આટલી મોટી રકમ કરવાની રહેશે રોકાણ : ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપનીઓ માંથી એક ટાટા મોટર્સે દેશને યુટીલીટી વ્હીકલ્સ અને કારોની સૌથી મોટી રેંજ આપી છે. ટાટા મોટર્સ જેવી પ્રતિષ્ઠિત કંપની માટે ફ્રેન્ચાઇઝી બનવા માટે તમારે લગભગ 10 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રકમ વર્કશોપ, ઉપકરણ, વાહનોની જાળવણી, સ્પેયર પાર્ટ્સ અને ઓપરેટીંગ સીસ્ટમ જેવા કમ્પ્યુટર હાર્ડવેયર, સોફ્ટવેર વગેરે ઉપર ખર્ચ થશે.

કરો આ કામ : કાર ડીલરશીપ માટે પણ તમારે લગભગ આ રોકાણ પ્લાન હેઠળ આગળ વધવાનું રહેશે. રોકાણની રકમ મેટ્રો શહેરો અને તાલુકા વચ્ચે અલગ અલગ હોય છે. સ્થળના આધાર ઉપર જ ફ્રેન્ચાઇઝીની ક્ષમતા અને ધંધાકીય સંભાવનાઓ આધાર રાખે છે. તેના માટે તમે એક વખત બજારમાં પહેલાથી રહેલી ફ્રેન્ચાઇઝીઓ સાથે તેના વિષે વાત કરી શકો છો. તે હિસાબે જગ્યા મુજબ રોકાણની સંભવિત રકમનું અનુમાન થઇ જશે.

આટલી જગ્યાની પડશે જરૂર : ચેન્નઈ, કોલકતા, દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય મેટ્રો શહેરોમાં ટાટા મોટર્સના શોરૂમને સંચાલિત કરવા માટે ઓછામાં ઓછી 5000-6000 ચોરસ ફૂટ જગ્યાની જરૂરિયાત છે. તાલુકામાં જગ્યાની જરૂરિયાત ઓછામાં ઓછી 3000 થી 4000 ચોરસ ફૂટ છે.

જો તમે ટાટા મોટર્સની ડીલરશીપ માટે અરજી કરી રહ્યા છો, તો તમારે જણાવવું પડશે કે કઈ જગ્યા ઉપર તમે તેને સ્થાપિત કરશો. તેની આસપાસ તમે આવતા પાંચ વર્ષમાં ટાટા મોટર્સના કેટલા વાહન વેચી શકશો. તે એક અંદાજિત સંખ્યા હશે. કંપની સમયે સમયે ડીલરશીપ માટે અરજી બહાર પાડે છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular