આર્થિક તંગીને કારણે મેડીકલના થર્ડ યરની વિધાર્થીની પોતાનો અભ્યાસ છોડીને શાકભાજી વેચવા મજબુર છે.
કહેવાય છે ને કે મજબુરી માણસ પાસે શું નથી કરાવતી. પણ કોઈ પણ છોકરી માટે મજબુરી ક્યારે પણ આવા દિવસો લઈને નહિ આવી હોય, કે તેણીએ પોતાનો અભ્યાસ છોડીને શાકભાજી વેચવાનું કામ કરવું પડ્યું હોય. હૈદરાબાદમાં એક એવી જ ઘટના સામે આવી છે, જ્યાં એક 22 વર્ષની છોકરી ડોક્ટર બનવા માંગે છે, પણ તેણીએ શાકભાજી વેચવી પડે છે. આર્થિક તંગીને કારણે મેડીકલના થર્ડ યરની વિધાર્થીની પોતાનો અભ્યાસ છોડીને પોતાની માં સાથે શાકભાજી વેચી રહી છે. આવો તમને જણાવીએ, આ દીકરીની દુર્દશાની સ્ટોરી.
હૈદરાબાદની રહેવાસી અનુષા કીર્ગીસ્તાનની એક મેડીકલ સ્કુલમાં એમબીબીએસના થર્ડ યરનો અભ્યાસ કરી રહી છે. પણ કુટુંબની આર્થીક સ્થિતિને કારણે તે પોતાની ફી નથી ભરી શકતી. ઘરવાળાની સ્થિતિ જોઈ તે પોતાનો અભ્યાસ છોડીને પોતાની માં સાથે હૈદરાબાદના રોડ ઉપર શાકભાજી વેચવા મજબુર છે.
તે જણાવે છે કે નાનપણથી જ તેણીએ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. પણ ફી વધુ હોવાને કારણે તેણીએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પણ પાછળથી તેને ખબર પડી કે તેલંગાના સરકાર વિદેશમાં ભણવા માટે યોગ્યતાના આધારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં મદદ કરી રહી છે. તેથી તેના માટે અરજી કરી અને મેરીટના આધારે શિષ્યવૃત્તિને યોગ્ય બની.
તેણીએ જણાવ્યું કે જેવો જ તેને કીર્ગીસ્તાનની એક મેડીકલ સ્કુલમાં પ્રવેશ મળ્યો, તેણીએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી. કોલેજમાં ગયા પછી કોલેજના પ્રશાસને જણાવ્યું કે, તેલંગાના સરકારે તેને શિષ્યવૃત્તિ નથી પહોંચાડી. જેમ તેમ કરીને તેણીએ પોતાના પહેલા વર્ષનો અભ્યાસ પૂરો કર્યો, પણ તેને સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, સરકારે એમબીબીએસના પાંચ વર્ષના અભ્યાસક્રમની શિષ્યવૃત્તિ રદ્દ કરી દીધી છે. ત્યાર પછી તેના કુટુંબે સ્થાનિક ધારાસભ્યથી લઈને ઘણા રાજકીય નેતાઓની ઓફીસ અને ઘરના ધક્કા ખાધા, પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યા.
દીકરીનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે માં એ પોતાના સોનાના ઘરેણા પણ વેચી દીધા. પણ કહેવાય છે ને મજબુરી આકરી પરીક્ષા લે છે. 3 વર્ષ સુધી કીર્ગીસ્તાનમાં રહીને અભ્યાસ કરવા છતાં પણ હવે તે પોતાની ફી ભરવા માટે સક્ષમ નથી. મહામારીને લઈને ઘર વાળા પાસે પણ આવકનું કોઈ સાધન નથી રહ્યું. તેથી તેણીએ પૈસા કમાવા માટે પોતાની માં સાથે શાકભાજી વેચવાનું શરુ કરી દીધું.
તેણીએ જણાવ્યું કે નાણાકીય સંકટને કારણે કોલેજ છોડવા અને મારો અભ્યાસ બંધ કરવા સુધી પહોંચી ગઈ છું. મેં હજુ પણ સરકારને અભ્યાસમાં મદદ કરવાની વિનંતી કરી રહી છું, જેથી મારો અભ્યાસ ચાલુ રાખી શકું અને એક ડોક્ટર બનું અને ગરીબો અને જરૂરિયાતમંદની મદદ કરી શકું.
અને અનુષાની માં સરલાએ જણાવ્યું કે, હું અભણ છું અને હું લાંબા સમયથી શાકભાજી વેચી રહી છું, પણ હું નહોતી ઈચ્છતી કે મારા બાળકો મારા જેવા બને. હું ઇચ્છતી હતી કે તે પોતાના સપના પુરા કરે અને કાંઈ બને. સરલા ભલે શાકભાજી વેચે છે પણ પોતાની દીકરીને તેમણે મેડીકલ કોલેજમાં એડમીશન અપાવ્યું. અને તેમનો દીકરો હૈદરાબાદમાં બેચરલ ઓફ ફાઈન આર્ટસનો કોર્સ કરી રહ્યો છે.
મહામારીમાં આખું કુટુંબ પૈસા માટે તરસી રહ્યું છે. અનુષાના ભાઈ ઓનલાઈન ફૂડ ડીલીવરીનું કામ કરી પોતાની કોલેજની ફી ભરી રહ્યો છે. અને અનુષાના પિતા એક એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરે કે. પોતાની સ્થિતિથી મજબુર સરલા જણાવે છે કે, તે મને અનુભવ કરાવે છે કે મારી દીકરી માત્ર અમારી આર્થીક સમસ્યાઓને કારણે પોતાની કોલેજ છોડવા ઉપર આવી ગઈ છે. તેમણે સરકાર પાસે પોતાની દીકરીને મદદ કરવાની વિનંતી કરી. જેથી તેમનો અભ્યાસ પૂરો થઇ શકે.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.