જો તમારી પાસે પણ ખાલી દુકાન પડેલ હોય તો તમે પણ આવી રીતે SBIને ભાડે આપીને કમાઈ શકો ઘણા બધા પૈસા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રેક વિસ્તારમાં પોતાના એટીએમ ખોલી દીધા છે, જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન રહે, તમે પણ જોયું હશે કે તમારા વિસ્તારમાં પણ એટીએમ હશે અને હવે તો બેંક પરિસર સિવાય દુકાનોમાં પણ એટીએમ લાગેલા છે. બેંક પ્રાઈવેટ પ્લેસને ભાડા ઉપર લઈને પણ ખોલી રહી છે. જો તમારી પાસે પણ ખાલી દુકાન કે જમીન પડી છે, તો તમે તેમાં એટીએમ લગાવરાવી શકો છો અને સારા પૈસા કમાઈ શકો છો.
જો તમે પણ તમારી દુકાન કે જમીન ઉપર એટીએમ લગાવરાવવા માગો છો, તો અમે તમને જણાવીશું કે કેવી રીતે એટીએમ માટે તમારી જમીન ભાડા ઉપર આપી શકાશે. સાથે જ જાણીએ કે એટીએમથી કેવી રીતે કમાણી થાય છે અને એટીએમ લગાવરાવવા શું પ્રોસેસ છે.
કેવી રીતે લગાવરાવી શકો છો એસબીઆઈ એટીએમ?
જો તમે એસબીઆઈનું એટીએમ લગાવરાવવા માગો છો, તો તમારે પહેલા બેંકનો સંપર્ક કરવાનો રહેશે. બેંક તરફથી જણાવવામાં આવેલા નિયમો મુજબ, એટીએમ લગાવરાવવા માટે અરજી તમારા ક્ષેત્રમાં કાર્યરત એસબીઆઈ ક્ષેત્રીય વ્યવસાય કાર્યાલયમાં આપવાની રહેશે. બેંકનું કહેવું છે, તમે તમારા ક્ષેત્રના આરબીઓનું સરનામું https://bank.sbi/portal/ web/home/branch- locator ઉપરથી પ્રાપ્ત કરી શકો છો. સરનામું અમારી નજીકની શાખા માંથી પણ પ્રાપ્ત કરી શકાય છે. તે એ આરબીઓ અંતર્ગત કાર્યરત તમામ શાખાઓના બેકિંગ હોલમાં પ્રદર્શિત રહે છે.
એટીએમ કેવી રીતે લગાવરાવી શકાય છે?
જો તમે પણ એટીએમથી કમાણી કરવા માગો છો? તો તમારી પાસે એક જગ્યા હોવી જોઈએ. જમીન એટલી હોવી જોઈએ કે જ્યાં એટીએમનો સેટઅપ લગાવી શકાય. તે સ્થાન એક દુકાન જેવું પણ હોઈ શકે છે, પણ દુકાન એટીએમના હિસાબે થોડી મોટી હોવી જોઈએ. સીધા બેંક સાથે સંપર્ક કરવા ઉપરાંત ઘણી એજન્સીઓ પણ એટીએમ લગાવવાનું કામ કરે છે. જેનો તમે સંપર્ક કરી શકો છો. આ એજન્સીઓમાં ટાટા ઈંડીકેશ એટીએમ, મુથુટ એટીએમ, ઇન્ડિયા વન એટીએમ જેવા ઘણા નામ છે.
કેવી રીતે થાય છે કમાણી
એટીએમ લગાવવા ઉપર બે રીતે કમાણી થાય છે. એક ડીલમાં તો તે વાત હોય છે કે તમને દર મહિનાના હિસાબે ભાડું આપવામાં આવે છે અને તેનો એક કોન્ટ્રેક્ટ હોય છે. તેની સાથે જ ઘણી કંપનીઓ ટ્રાંજેક્શનના આધારે ડીલ કરે છે. આ એટીએમમાં જેટલું વધુ ટ્રાંજેક્શન થશે, એટલો જ ફાયદો માલિકને થશે. એટલે ટ્રાંજેક્શનના આધાર ઉપર ભાડું આપવામાં આવે છે. મહિનાનું ભાડું લોકેશન, પ્રોપર્ટીની સાઈઝ વગેરે ઉપર આધાર રાખે છે.
આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Hello
Need to register my shops for rental either for branch or ATM center.