તમને તારક મેહતામાં આવેલી બુલબુલ યાદ છે? અસલ જીવનમાં તે એટલી ગોર્જીયસ છે કે બબીતા પણ ફીકી દેખાય.
ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોના પંસદગીના શો માંથી એક છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શો પ્રશંસકોને હસાવતો આવી રહ્યો છે. તેની સ્ટોરી અને જોરદાર ટ્વીસ્ટ પ્રશંસકને ઘણું મનોરંજન પૂરું પાડે છે. આ સીરીયલે તેમાં કામ કરતા કલાકારોને નામ અને પૈસા બંને આપ્યા છે.
એટલું જ નહિ આ સીરીયલમાં ઘણા એવા કલાકાર છે જે છેલ્લા 12 વર્ષથી આ સીરીયલ સાથે જોડાયેલા છે. તો અમુક એવા કલાકાર પણ રહ્યા જે થોડા સમય સુધી શો માં દેખાયા પણ પોતાની ઓળખ ઉભી કરતા ગયા. એવી જ એક કલાકાર છે ખુશ્બુ તાવડે.
જણાવી દઈએ કે, ખુશ્બુ તાવડેને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બુલબુલના નામથી ઓળખવામાં આવે છે. આવો આજે અમે તમને જણાવીએ ખુશ્બુ વિષે. મિત્રો, ખુશ્બુ તાવડે સુપરહિટ મરાઠી અભિનેત્રી છે. ખુશ્બુ મૂળ મુંબઈની રહેવાસી છે. મુંબઈના ડોંબીવલી વિસ્તારમાં ખુશ્બુનો જન્મ થયો અને તે અહિયાં ઉછરીને મોટી થઇ.
ખુશ્બુ તાવડેએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બુલબુલ નામનું પાત્ર ભજવ્યું છે. તે દરમિયાન બુલબુલ અને પોપટલાલની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી.
ખુશ્બુ 2008 થી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી છે. ખુશ્બુ તાવડેએ ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી સીરીયલમાં કામ કર્યું છે. તેને ઘણા પુરસ્કાર પણ મળ્યા છે. ખુશ્બુને વાંચવાનો ખુબ શોખ છે. તે હંમેશા પોતાના એવા ફોટા પોસ્ટ કરે છે જેમાં તે પુસ્તક વાંચતી હોય છે.
અને ખુશ્બુના અંગત જીવનની વાત કરીએ તો તેણીએ મરાઠી કલાકાર સંગ્રામ સાલ્વી સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2018 માં લવ મેરેજ કર્યા હતા.
છેલ્લે મળેલી જાણકારી મુજબ જણાવી દઈએ કે, ખુશ્બુએ મહારાષ્ટ્ર ટાઈમ્સ શ્રવણ ક્વીન 2009 માં પણ ભાગ લીધો હતો. ખુશ્બુ તાવડેએ ‘તું ભેટશી નવ્યાને’, ‘પારિજાત’ (સામ ટીવી), ‘પ્યાર કી યે કહાની’ (સ્ટાર વન) અને ‘તેરે લિયે’ (ટીવી સીરીઝ) (સ્ટાર પ્લસ) માં અભિનય કર્યો હતો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.