જો તમે તારક મેહતાના ફેન્સ છો તો આ નવી દયાભાભી તમને હસાવી શકે છે, વિડીયો જોઈને યાદ આવશે જુના દિવસો.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ શો ના તમામ કલાકારોએ લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનું લાંબુ એવું સ્ટારકાસ્ટ છે, પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને દયાબેન એટલે કે દિશા વાકાણી સૌથી વધુ પસંદ કરવામાં આવતા કલાકાર છે.
લાંબા સમયથી દયાભાભીનું પાત્ર ભજવનારી દિશા વાકાણી હવે આ શો નો ભાગ નથી. તેમના શો છોડ્યા પછી શો ની ફેન ફોલોઈંગ ઉપર વિશેષ અસર પડી. શો પસંદ કરવા વાળા ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક સમૂહ એવો છે જે આજે પણ શો જોઈ રહ્યો છે, અને બીજો સમૂહ હવે શો નથી જોતો અને દયાબેનની પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે.
એવામાં જો અમે તમને એવું જણાવીએ કે, ફેન્સને હવે નવી દયાભાભી મળી ગઈ છે તો તમને આંચકો લાગશે. જણાવી દઈએ કે, ટીવી અભિનેત્રી એશ્વર્યા શર્મા હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. ટીવી સીરીયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં એશ્વર્યા શર્મા પાખીનો રોલ ભજવે છે. હવે તો દયાભાભીનો રોલ ભજવવા માટે પણ તૈયાર જોવા મળી રહી છે. તેમણે દયા ભાભી અને જેઠાલાલના ઓડિયો ઉપર લીપ સિંક કર્યું છે. જેનો વિડીયો ઘણો શેર થઈ રહ્યો છે.
આ વિડીયોમાં એશ્વર્યા ઉપરાંત નીલ ભટ્ટે પણ ઓડીયો ઉપર લીપ સિંક કર્યું છે. આ વિડીયોમાં એશ્વર્યાની સાથે નીલ ભટ્ટ જેઠાલાલના પાત્રમાં સેટ થતા જોવા મળી રહ્યા છે. જોકે હકીકતમાં એવું કાંઈ પણ થવાનું નથી. આ બસ એક ઈંસ્ટાગ્રામ રીલ છે.
નીલ ભટ્ટ બન્યા જેઠાલાલ : ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં કામ કરતા એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો સીન રીક્રિયેટ કર્યો છે. અને ફેન્સને આ રીયલ લાઈફ કપલનો આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. ઘણા ફ્રેન્ડ જણાવી રહ્યા છે કે એશ્વર્યાએ દયાભાભીનું પાત્ર ભજવવું જોઈએ. જોકે મેકર્સની નજર હજુ તેમની ઉપર પડી નથી, નહિ તો બંનેનો અભિનય તેમને પણ એક વખત વિચારવા માટે મજબુર કરે એવો છે. બંનેનો વિડીયો ઘણો ફની છે.
ગરિમા ગોયલ પણ બની હતી દયા ભાભી : આમ તો અત્યાર સુધી ઘણી વખત દયા ભાભીના પાત્રને લઈને ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે, પણ હજુ સુધી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને નવી દયા ભાભી નથી મળી શકી. થોડા દિવસો પહેલા ફેમસ થયેલા વિડીયોમાં દિશા વાકાણીના ફેમસ રોલ દયા ભાભીના લુકમાં અભિનેત્રી અને યુટ્યુબર ગરિમા ગોયલ જોવા મળી હતી. ગરિમા સંપૂર્ણ રીતે દયાબેનના ગેટઅપમાં જોવા મળી હતી. સાડી પહેરવાની સ્ટાઇલથી લઈને હેયર સ્ટાઇલ અને મેકઅપ બધું તેમણે દયાભાભી જેવું જ કર્યું હતું.
દિશા વાકાણીની એનર્જીનો જવાબ નથી : આપણે કાંઈ પણ કહીએ પણ દિશા વાકાણીને બીટ કરી શકવા એટલા સરળ નથી, ગરિમાનો પ્રયત્ન એટલો ખરાબ ન હતો, પણ દયા ભાભીની એનર્જી જરૂર મિસિંગ હતી. હવે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ આ વિડીયોને ઓડીશન તરીકે જરૂર જોઈ શકે છે. ગરિમાએ પોતાના લુકની ઝલક પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ શેર કરી છે. ગરિમા ગોયલ એક યુટ્યુબર હોવાની સાથે સાથે અભિનેત્રી પણ છે, તે ઘણા ડેલી સોપ્સમાં કામ કરતી જોવા મળી ચુકી છે. લોકો તેના યુટ્યુબ બ્લોગ્સ જોવાનું પસંદ કરે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.