બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષતારક મેહતા શો ની રોનક વધી, ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા...

તારક મેહતા શો ની રોનક વધી, ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે એક્ટ્રેસ છેલ્લે શો માં પાછી આવી ગઈ.


વર્ષોથી જે એક્ટ્રેસ તારક મેહતા શો થી દુર હતી તે પાછી શો માં આવી ગઈ, ફેન્સના ચેહરા પર છવાઈ ખુશી.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દરેક ઘરમાં પ્રિય શો છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં લાંબી સ્ટારકાસ્ટ છે અને દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ચાહકો દરરોજ સોશિયલ મીડિયા પર તેમના વિશે કંઈક નવું શોધે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે શો સાથે સંબંધિત મોટા સમાચાર લાવ્યા છીએ. તે સમાચાર એ છે કે તમારા બધાનું પ્રિય પાત્ર શોમાં પાછું આવ્યું છે.

દિશા નહીં, પરંતુ અન્ય જૂનું પાત્ર પાછુ આવ્યું : છેલ્લા ઘણા વર્ષોથી, શો ના દરેક પાત્ર સતત લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાહકો દરેક પાત્રને ઘણો પ્રેમ કરે છે. દયાભાભી અને જેઠાલાલના પાત્રની જેમ લોકોને બાકીના પાત્રો પણ ખૂબ ગમે છે. હવે શો માં એક પાત્ર પાછું ફરી રહ્યું છે, જે વર્ષોથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ હતું. આમ તો આ વાત વાંચીને દયા ભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનું નામ તમારા મનમાં આવ્યું હશે. પણ જણાવી દઈએ કે, દિશા વાકાણી શો માં પુનરાગમન નથી કરી રહી, પરંતુ રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા શો માં કમબેક કરી રહી છે.

રીટા રિપોર્ટર ફરી દેખાડશે જલ્વો : ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં રીટા રિપોર્ટરનું પાત્ર ખૂબ મહત્વનું અને લોકપ્રિય રહ્યું છે. પ્રિયા આહુજા શો ના શરૂઆતના દિવસોથી રીટા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળી રહી છે. પ્રિયા છેલ્લા ઘણા વર્ષોથી શો થી દૂર હતી. વર્ષ 2019 માં પ્રિયાએ માતા બનવાને કારણે રજા લીધી હતી, પરંતુ હવે તે પાછી શો માં આવી ગઈ છે. અને હવે ફરી એકવાર આ પાત્રનો જાદુ શો માં દેખાશે. કો-રો-ના વેક્સીન સ્પેશિયલ એપિસોડમાં પ્રિયા આહુજા રીટા રિપોર્ટર તરીકે જોવા મળી છે.

પ્રિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે : ભલે પ્રિયા આહુજા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં જોવા મળી ન હતી, પણ તે આ શો સાથે જોડાયેલી હતી. હકીકતમાં, પ્રિયા આહુજાના પતિ માલવ રાજદા શો ના ડિરેક્ટર છે. આવી સ્થિતિમાં તેમનો સંબંધ શો સાથે જોડાયેલો રહ્યો. આ સાથે, તેણીએ શો ની સ્ટારકાસ્ટ સાથે પણ ઘણો સમય પસાર કર્યો. આ દરમિયાન, તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય હતી અને માતા બનવાના તેના અનુભવને શેર કરતી હતી. આ સાથે, તે સોશિયલ મીડિયા પર નવી માતાઓને બેબી હેન્ડલિંગ ટિપ્સ પણ આપતી હતી.

લોકો દયાભાભીની રાહ જોઈ રહ્યા છે : લોકો દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે, જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની ભૂમિકા ભજવે છે. તેની ઘણી ફેન ફોલોઇંગ છે. રીટા રિપોર્ટર (પ્રિયા આહુજા) ના પરત ફર્યા બાદ હવે લોકો દયાભાભીના પાછા આવવાની અપેક્ષા રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શો આ દિવસોમાં ટીઆરપીમાં ટોચ પર ચાલી રહ્યો છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular