શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeવિશેષદીકરાનો DNA ટેસ્ટ કરાવવો પિતાને ભારે પડ્યો, રીઝલ્ટ જોઈને ઉડી ગયા હોશ,...

દીકરાનો DNA ટેસ્ટ કરાવવો પિતાને ભારે પડ્યો, રીઝલ્ટ જોઈને ઉડી ગયા હોશ, નોંધાવ્યો કેસ.


પિતાએ મજાકમાં કરાવ્યો દીકરાનો ડીએનએ ટેસ્ટ, પછી પરિણામ જોઈને છુટયો પરસેવો.

અમેરિકાના એક વ્યક્તિએ મજાક મજાકમાં પોતાના દીકરાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો, પણ પછી તેમને જે સત્ય જાણવા મળ્યું તેનાથી તેમનો પરસેવો છૂટી ગયો. 12 વર્ષના દીકરાનો ટેસ્ટ રીપોર્ટ આવ્યા પછી તે સમજી નથી શકતા કે ખરેખર તેમની સાથે આવું કેમ થયું? ખાસ કરીને જેને તે પોતાનો દીકરો સમજી રહ્યા હતા, તેના ડીએનએ ટેસ્ટમાં સત્ય કાંઈક અલગ જ નીકળ્યું.

ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યું આ સત્ય : અમેરિકાના ઉટાહના રહેવાસી કપલ ડોના અને વન્નેર જોનસન સાથે સૌથી મોટી મજાક થઈ. બે દીકરાના પિતા વન્નેર જોનસને 12 વર્ષ પછી મજાકમાં જ્યારે પોતાના દીકરાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો, તો જાણવા મળ્યું કે તે તેનો દીકરો નથી. આ મૂંઝવણનું કારણ છે આઈવીએફ દરમિયાન Fusion માં થયેલી ભૂલ.

આઈવીએફ દ્વારા પ્રેગનેન્ટ થઇ હતી ડોના : ખાસ કરીને ડોના અને વન્નેર જોનસને બીજા દીકરાની આશાએ વર્ષ 2007 માં આઈવીએફની મદદ લીધી હતી. આઈવીએફ દ્વારા ડોના પ્રેગનેન્ટ થઇ. એ પછી બે બાળકો સાથે ડોના અને વન્નેર જોનસન એક આનંદી કુટુંબની જેમ જીવન પસાર કરી રહ્યા હતા, પણ એક દિવસ મજાકમાં તેમણે પોતાના બીજા દીકરાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. ડીએનએ ટેસ્ટના પરિણામે વન્નેરના ચહેરાની ખુશી છીનવી લીધી.

કલીનીક ઉપર કેસ નોંધાયો : રીપોર્ટ જોયા પછી દંપત્તિએ તે કલીનીક ઉપર કેસ નોંધાવ્યો જ્યાંથી આઈવીએફ કરાવવામાં આવ્યું હતું. nzherald. co.nz એ ABC4. com વેબસાઈટના હવાલેથી લખ્યું, ડીએનએ ટેસ્ટ રીપોર્ટમાં માં ના નામમાં ડોનાનું નામ અને પિતાના નામમાં Unknown લખ્યું હતું. તે જોઈને દંપત્તિને ઝટકો લાગ્યો. જ્યારે ઘટનાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, એક ફ્યુઝનમાં ભૂલ થઇ ગઈ હતી અને ડોનાના એગ કોઈ બીજાના સ્પર્મ સાથે ફ્યુઝ થઇ ગયા હતા.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular