તમારી દુકાન કે ઓફીસના મંદિરમાં દેવી-દેવતાઓના આવા ફોટા મુકવાની ભૂલ ના કરતા, જાણો વાસ્તુના નિયમ શું કહે છે?
વાસ્તુ શાસ્ત્રનું માનવીના જીવનમાં દરેક રીતે મહત્વ છે. ઘરથી લઈને ઓફિસ સુધી, મનુષ્યની દરેક પ્રવૃત્તિમાં વાસ્તુ શાસ્ત્રનું પોતાનું મહત્વ છે. પૂજા ઘર અને વાસ્તુ શાસ્ત્ર વચ્ચે ખાસ સંબંધ છે. જો વ્યક્તિના ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તે વ્યક્તિના જીવન પર અસર કરે છે, પરંતુ જો વાસ્તુ દોષ પૂજા ઘરમાં હોય તો તેની સીધી અસર વ્યક્તિના ભાગ્ય પર પડે છે.
પૂજા ઘર સાથે જોડાયેલા કેટલાક નિયમો વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. જો પૂજા ઘર વાસ્તુ શાસ્ત્ર અનુસાર હોય તો વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને નસીબ પણ ચમકે છે. તેવી જ રીતે, દુકાન, કારખાના, ઓફિસ વગેરેમાં બનેલું પૂજા ઘર ઘણું મહત્વ ધરાવે છે. તેમાં એક પણ ભૂલ વ્યક્તિના ભાગ્યોદયમાં અડચણ ઉભી કરી શકે છે. ચાલો પંડિત કમલ નંદલાલ પાસેથી જાણીએ કે, વાસ્તુ મુજબ ઓફિસ, દુકાન કે કારખાનાના પૂજા ઘરમાં કયા દેવી-દેવતાઓની મૂર્તિ કે ફોટા નુકસાન પહોંચાડી શકે છે.
ઘણી વખત લોકો આ ભૂલ કરે છે કે તેઓ દુકાન, કારખાના કે ઓફિસમાં બનેલા પૂજા ગૃહમાં દેવી-દેવતાઓના ઘણા બધા ફોટા કે મૂર્તિ મૂકે છે, જે નહિ કરવું જોઈએ. વાસ્તુ અનુસાર આ જગ્યાઓના પૂજા ઘરમાં ભગવાન ગણેશ, માં સરસ્વતી અને માં લક્ષ્મી બેઠા હોય એવો ફોટો ક્યારેય ન મુકવો જોઈએ.
વાસ્તુ અનુસાર દુકાન, ફેક્ટરી કે ઓફિસમાં આ ત્રણેય ભગવાનનો બેઠા હોય એવો ફોટો અશુભ માનવામાં આવે છે. માતા સરસ્વતીના બેઠેલા ફોટાનો અર્થ થાય છે જ્ઞાનનું બેસવું, એટલે તમારામાં બુદ્ધિ, વિવેક અને જ્ઞાનનો અભાવ થવો.
ગણપતિનો અર્થ થાય છે શ્રીગણેશ કરવા એટલે રિદ્ધિ અને સિદ્ધિ સાથે શુભ અને લાભનું આગમન થવું. આવી સ્થિતિમાં ગણેશજી બેઠા હોય એવો ફોટાથી ન તો શુભ થશે અને ન તો લાભ આવશે. તેથી દુકાન, ફેક્ટરી અથવા ઓફિસમાં, જ્યાં તમે પૈસા કમાવવા માટે કામ કરો છો, ત્યાં તમારે આ દેવી-દેવતાઓ બેઠા હોય એવો ફોટો કે મૂર્તિ ના મુકવા જોઈએ.
વાસ્તુ અનુસાર, દુકાન, ફેક્ટરી અને વ્યાપારિક સંસ્થાના પૂજા ઘરમાં ગણપતિ, માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના ફોટા હંમેશા ઉભી સ્થિતિમાં હોવા જોઈએ. આ સ્થળોએ ઘણો ઓછો પ્રકાશ હોવો જોઈએ. પણ આ સ્થળોએ ક્યારેય અંધારું ન રાખો.
વાસ્તુ અનુસાર, દુકાન અને વ્યાપારિક સંસ્થાના પૂજા ઘરમાં ભેજ ન હોવો જોઈએ. પૂજા ગૃહની આજુબાજુના ભેજને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની જાય છે.
વાસ્તુ અનુસાર, સાંજે પૂજામાં ઘી નો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય કપૂર પણ બાળવું. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
પંડિત કમલ નંદલાલ કહે છે કે ચાંદીના પત્ર પર બંને બાજુ ધનમી બીસા યંત્ર બનાવી લો. તેને દસ મુખી રુદ્રાક્ષની નીચે સેટ કરો અને તેની નીચે સ્ફટિક મણિ એટલે કે શિવમણી લગાવો. આ મણી નકારાત્મકતાને દૂર કરે છે. આમ કરવાથી સંપત્તિમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ સુધરશે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.