દેવું લીધું છે અને ચુકવવામાં અડચણો આવી રહી છે? તો ગણેશોત્સવ દરમિયાન કરો આ સ્તોત્રનો પાઠ, થશે લાભ.
વિપરીત પરિસ્થિતિઓ આવવા પર ઘણી વખત પોતાની જરૂરીયાત પૂરી કરવા માટે માણસે ઉધાર લેવું પડે છે. ઉધાર કે દેવું લઈને તમે તાત્કાલિક તે સમસ્યાનો ઉકેલ લાવી દો છો, પણ પછી તે દેવું જ તમારા માટે સમસ્યા બની જાય છે. સમયની સાથે દેવું વધતું જાય છે અને ઘણી વખત વ્યક્તિ ઈચ્છવા છતાં પણ તેને સરળતાથી ચૂકવી શકતો નથી. જો તમારી સાથે પણ આવી કોઈ સમસ્યા છે તો આ ગણેશોત્સવ પર ગણપતિની ઉપાસના કરીને તેમની સામે ‘ઋણહર્તા ગણપતિ સ્તોત્ર’ નો પાઠ કરો.
ગણેશોત્સવ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી શરુ થઈને અનંત ચૌદશ સુધી ચાલે છે. આ દરમિયાન ગણપતીના ભક્ત પોતાના ઘરે ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે અને વિશેષ રૂપથી તેમનું પૂજન કરે છે. ભક્તો તેમને ભાવતા ભોજનનો થાળ ધરાવે છે. અને એવી માન્યતા છે કે ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની સાચા મનથી પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખોનો અંત આવે છે, અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે.
વર્ષ ૨૦૨૧ નો ગણેશોત્સવ ૧૦ સપ્ટેમ્બર શુક્રવારથી શરુ થઈને ૧૯ સપ્ટેમ્બર રવિવાર સુધી ચાલશે. આ દરમિયાન તમે ગણપતિની મૂર્તિને પોતાના ઘરે લાવો અથવા તમારા ઘરની આસપાસ જ્યાં પણ ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી છે ત્યાં જઈને સવાર સાંજ ગણપતીનું પૂજન કરો અને ઋણહર્તા ગણપતિ સ્તોત્રનો પાઠ કરો. સાથે જ તેમને ઋણ મુક્તિની પ્રાર્થના કરો. સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થનાને ગણેશજી નિશ્ચિત રીતે સ્વીકારશે અને તમને ઋણથી મુક્તિ અપાવશે.
આ છે ઋણહર્તા ગણપતિ સ્તોત્ર :
ધ્યાન : ॐ सिन्दूर-वर्णं द्वि-भुजं गणेशं लम्बोदरं पद्म-दले निविष्टम्
ब्रह्मादि-देवैः परि-सेव्यमानं सिद्धैर्युतं तं प्रणामि देवम्
મૂળ પાઠ :
सृष्ट्यादौ ब्रह्मणा सम्यक् पूजित: फल-सिद्धए,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
त्रिपुरस्य वधात् पूर्वं शम्भुना सम्यगर्चित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
हिरण्य-कश्यप्वादीनां वधार्थे विष्णुनार्चित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
महिषस्य वधे देव्या गण-नाथ: प्रपुजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
तारकस्य वधात् पूर्वं कुमारेण प्रपूजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
भास्करेण गणेशो हि पूजितश्छवि-सिद्धए,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
शशिना कान्ति-वृद्धयर्थं पूजितो गण-नायक:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
पालनाय च तपसां विश्वामित्रेण पूजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
इदं त्वृण-हर-स्तोत्रं तीव्र-दारिद्र्य-नाशनं,
एक-वारं पठेन्नित्यं वर्षमेकं सामहित:,
दारिद्रयं दारुणं त्यक्त्वा कुबेर-समतां व्रजेत्.
(અહીં આપવામાં આવેલી જાણકારીઓ ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે, તેનું કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તેને સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને અહી રજુ કરવામાં આવી છે.)
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.