વ્યક્તિએ ભેગી કરી હતી 174 મોંધી મોંઘી ક્લાસિક કારો, પણ હવે દિલ પર પથ્થર રાખીને વેચવી પડી રહી છે.
વીંટેજ કારો એકઠી કરવાનો એક શોખીન વ્યક્તિ પોતાની 174 કારોના કલેક્શનને વેચી રહ્યો છે, કેમ કે હવે તેને રાખવા માટે લંડનમાં જગ્યા નથી મળી રહી. 1940 થી લઈને અત્યાર સુધીની આ કારો સ્થાનિક કાઉંસીલના એક વેયરહાઉસમાં પાર્ક કરવામાં આવી છે. પણ કાઉંસીલે હવે પોતાની જગ્યા પાછી માંગી લીધી છે, એટલા માટે માલિકે આ સંપૂર્ણ કલેક્શનને વેચવાનો નિર્ણય લીધો છે, જે વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે.
10 કરોડ રૂપિયાથી વધુ લાગી કિંમત : ધ સનના રીપોર્ટ મુજબ કારો ભેગી કરવાના શોખીન માલિકે આ કલેક્શનની પૂરી કિંમત £1 મીલીયન એટલે કે 10 કરોડ રૂપિયાથી વધુ લગાવી છે. આ કલેક્શનની કારોની કિંમત £100 થી £25,000 સુધી છે. આ કારોમાં મર્સીડીઝ, પોર્શે, બીએમડબલ્યુ, ટોયોટા, એમજી એમજીએ વગેરે શામેલ છે. તેમાં સૌથી મોંઘી કાર 1960 ની લાલ રંગની એમજી એમજીએ સ્પોર્ટ્સ કાર છે, જેની કિંમત 25 હજાર પાઉંડ લગાવવામાં આવી છે.
માલિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી : કાર માલિકના કૌટુંબિક મિત્ર ફ્રેડી ફિસન આ કલેક્શન વેચવાનું કામ કરી રહ્યા છે અને માલિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેમણે મેલ ઓનલાઈનને જણાવ્યું કે, તે એક સ્થાનિક બિઝનેસમેનનો ખાનગી કાર સંગ્રહ છે, જેને તેમણે છેલ્લા 10 વર્ષમાં એકઠી કરી છે. હવે તેમની પાસે આ કારોને પાર્ક કરવા માટે જગ્યા નથી, તેથી તેમણે તેને વેચવાનો નિર્ણય કર્યો છે.
લોકલ કાઉંસીલે માગ્યું કારણ : ફ્રેડીએ જણાવ્યું કે બિઝનેસમેને મર્સીડીઝ એસએલ સાથે આ કલેક્શનની શરુઆત કરી હતી. પાછળથી તેમનું આ ઝનુન આગળ વધતું ગયું. તે પોતાની કારોને ખુબ પ્રેમ કરે છે પણ કાઉંસીલે તેમનું 45 હજાર ચોરસ ફૂટનું આ વેયર હાઉસ પાછું માંગી લીધું છે. કાઉંસીલ તે જગ્યાને ડેવલપ કરી રહી છે. અને લંડનમાં આજના સમયમાં આટલી મોટી ઇન્ડોર જગ્યા શોધવી મુશ્કેલ છે.
ઘણી કારોની નંબર પ્લેટ પણ નથી : લંડન બાર્ન ફાઈંડસ દ્વારા આ ક્લાસિક કારોની હરાજી કરવામાં આવી રહી છે. તેમાંથી ઘણીની નંબર પ્લેટ નથી તો કેટલીકની કિંમતો હજુ સુધી નક્કી નથી કરવામાં આવી. તેમાંથી ઘણી કારોના ડોક્યુમેંટસ પણ નથી.
કારો ઉપર ધૂળનું મોટું પડ : આ કારો ઉપર ધૂળનું મોટું પડ જામી ગયું છે કેમ કે તેને લાંબા સમયથી સાફ કરવામાં આવી નથી. કહેવામાં આવે છે કે આ કારો સારી હાલતમાં છે અને ચલાવવા લાયક છે. તેમાંથી કેટલીકનો વર્ષ 2016 સુધી ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્રેડીએ પોતાની યુટ્યુબ ચેનલમાં જણાવ્યું છે કે, મેં મારા જીવનમાં આ પહેલા આવું કાંઈ બીજું જોયું નથી. આ મર્સીડીઝ, પોર્સ, ફોકસવેગન, બીએમડબલ્યુ સહીત ઘણી ક્લાસિક કારોનું સુંદર કલેક્શન છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.