કેન્સરના ઈલાજથી આવી થઈ ગઈ તારક મેહતાના નટુ કાકાની હાલત, જુઓ ફોટા.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેતા ઘનશ્યામ નાયક નટુ કાકાનું પાત્ર ભજવી રહ્યા છે. ઘણા સમયથી તે શો માં દેખાઈ રહ્યા નથી. તેનું કારણ છે તેમની બીમારી. ઘનશ્યામ નાયક કેન્સરથી પીડિત છે અને તે પોતાની સારવાર કરાવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા ઉપર તેમના ફોટા શેર થઇ રહ્યા છે. આ ફોટા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન ક્લબ પેજ ઉપર શેર કરવામાં આવ્યા છે. આ ફોટામાં ઘનશ્યામ નાયક ઘણા નબળા દેખાઈ રહ્યા છે.
તેમના ચહેરા ઉપર થોડો સોજો પણ જોવા મળી રહ્યો છે અને માથા ઉપર વાળ પણ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. તેમણે સફેદ કલરનો કુર્તો પાયજામો પહેર્યો છે.
જુન મહિનામાં ઘનશ્યામના દીકરા વિકાસ નાયકે પિતાને કેન્સર હોવાના સમાચારને સાચા ગણાવ્યા હતા. વિકાસે જણાવ્યું હતું કે, તે હાલ ઠીક છે અને તેમની કિમોથેરાપીની સેશન ચાલી રહી છે.
અને ઘનશ્યામ નાયકે પણ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, મને સારું લાગી રહ્યું છે, હું ઠીક છું, પણ સારવાર પણ શરુ થઇ ગઈ છે. કિમોથેરાપીનું સેશન ચાલી રહ્યું છે.
નટુ કાકા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો મહત્વનો ભાગ છે. શો માં તે જેઠાલાલની દુકાનમાં મેનેજરના પાત્રમાં છે. તેમને દર્શકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. હાલના દિવસોમાં તે શો માં દેખાઈ રહ્યા નથી.
શો માં જેઠાલાલ અને બાઘા સાથે તેમની કેમેસ્ટ્રી જોવા મળે છે. વચ્ચે ઘનશ્યામ નાયકે થોડા એપોસોડસ શૂટ કર્યા હતા. જેમાં તે પોતાના ગામમાં છે એવું દેખાડવામાં આવ્યું હતું.
ઘનશ્યામ નાયકે ઘણી મોટી ફિલ્મો અને ટીવી શો માં કામ કર્યું છે. તે લગભગ 350 શો નો ભાગ બન્યા છે. તેમણે 250 હિન્દી અને ગુજરાતી ફિલ્મો કરી છે.
શો ની વાત કરીએ તો શો ની લીડ એક્ટ્રેસ દિશા વાકાણી વર્ષોથી શો ની બહાર છે, અને આજ સુધી તે શો માં પાછી આવી નથી. શો ના મેકર્સ પણ તેમના વગર જ એપિસોડ લંબાવી રહ્યા છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.