આને કહેવાય નસીબના ધની, દુકાનદાર એક જ દિવસમાં બની ગયા કરોડપતિ, લોકો બોલ્યા ઉપરવાળો મહેરબાન છે.
કોઈ પણ વ્યવસાયને ઉંચાઈ સુધી પહોંચવામાં વર્ષોની મહેનત લાગે છે, ત્યારે જઈને વ્યક્તિ તેમાંથી મોટી કમાણી કરે છે. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિ એટલા નસીબદાર નીકળ્યા કે જે દિવસે તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો તે દિવસે તે કરોડપતિ બની ગયા.
હકીકતમાં ફ્લોરિડામાં એક વ્યક્તિએ ઓટો પાર્ટ્સનો વ્યવસાય શરૂ કર્યો અને તે જ દિવસે તેને 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 7 કરોડ 35 લાખ 53 હજાર 650 રૂપિયાની લોટરી લાગી ગઈ.
કૈલાહનના રહેવાસી 46 વર્ષીય બ્રાયન વુડલે ફ્લોરિડા લોટરીના અધિકારીઓને જણાવ્યું કે, તેમણે તે જ દિવસે કૈલાહનમાં સર્કલના સ્ટોરમાંથી 5 ડોલરની ગોલ્ડ રશ સુપ્રીમ સ્ક્રેચ-ઓફ ટિકિટ ખરીદી હતી.
તેમણે કહ્યું, જે દિવસે તેમણે પોતાની પત્ની સાથે ઓટો રિપેર શોપનું ઉદ્ઘાટન કર્યું, તે જ દિવસે તેમને લોટરી લાગી. બંનેએ સાથે મળીને બે ખુશીઓની ઉજવણી કરી.
વુડલે કહ્યું, “મને વાહનોનું સમારકામ કરવાનું ગમે છે અને હંમેશાથી મારું સ્વપ્ન રહ્યું છે કે હું મારી પોતાની રિપેર શોપનો માલિક બનું.” “અમારા પહેલા દિવસના અંતે, હું કેટલીક વસ્તુઓ લેવા માટે સર્કલ પાસે રોકાયો હતો અને લોટરીની ટિકિટ ખરીદી લીધી.
કૈલાહને કહ્યું કે, તેમના નસીબની તિજોરી ત્યારે ખુલી જ્યારે તેમને ખબર પડી કે, તેમણે જે ખરીદી હતી તેનાથી તે 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યા છે.
વુડલે બધી રકમની એક સાથે ચૂકવણીનો વિકલ્પ પસંદ કર્યો અને કહ્યું કે, આ રકમથી તે અને તેમની પત્ની તેમના બધા સપના પૂરા કરશે.
તેમજ જે દુકાનમાંથી તેમણે આ લકી અને વિજેતા ટિકિટ ખરીદી હતી તે સ્ટોરને 2000 ડોલરનું કમિશન આપ્યું.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.