જોક્સ :
એક વખત એક જાપાનીઝ ભારત દર્શને આવ્યો અને એક ટેક્ક્ષી કરી.
રસ્તામાં ફૂલ સ્પીડે એક ટોયોટા કારે ઓવરટેક કર્યું.
જાપાની : ટોયોટા મેડ ઈન જાપાન, વેરી વેરી ફાસ્ટ!
થોડી વાર પછી એક મિત્સુબિશી કારે ઓવરટેક કર્યું.
જાપાનીઝ : મિત્સુબિશી મેડ ઈન જાપાન, વેરી વેરી ફાસ્ટ!
હવે જાપાનીઝને ઉતારવાનું સ્થળ આવી ગયું એટલે ટેક્ક્ષી ડ્રાઇવરે મીટર જોઇને કહ્યું 800 રૂપિયા.
જાપાનીઝા : ઈટ ઇઝ ટુ મચ.
ટેક્ક્ષી ડ્રાઈવર : મીટર મેડ ઈન ઇન્ડિયા વેરી વેરી ફાસ્ટ!
જોક્સ :
ગટુ : અલ્યા ચિંટુ, તને ખબર છે, મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત હોય છે?
ચિંટુ : ના, શું તફાવત હોય છે?
ગટુ : મમ્મી રડતા રડતા આ દુનિયામાં આપણને લાવે છે.
જ્યારે પત્ની એ ખ્યાલ રાખે છે કે આપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય.
જોક્સ :
એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું,
દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.
કેમ નહીં વળી? દાદાજી બોલ્યા : હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે.
જોક્સ :
છૂટાછેડાની અરજી કરનારાં એક દંપતીને ન્યાયમૂર્તિએ કહ્યું,
તમે બેઉ અદાલતની બહાર જઈને સમાધાન કેમ નથી કરી લેતાં?
નામદાર, અમે એ જ કરી રહ્યાં હતાં – પણ ત્યાં જ પોલીસે અમને જાહેર
શાંતિનો ભંગ કરવા માટે પકડ્યાં!
જોક્સ :
પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ : શાહજહાંથી પણ વધારે
પત્ની : મારા ગયા પછી તાજમહેલ બનાવશો?
પતિ : હું તો પ્લોટ પણ લઇ ચુક્યો છું ગાંડી, મોડું તો તું કરી રહી છે.
જોક્સ :
ગટુ : મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.
નટુ : કેમ? એમને કશું યાદ નથી રહેતું કે શું?
ગટુ : ના યાર, એને બધું જ યાદ રહે છે.
જોક્સ :
પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?
દીકરો : આપણા ઘરે મહેમાન આવી રહ્યા છે.
પપ્પુ : કોણ કોણ?
દીકરો : મમ્મીના ભાઈ અને મારા મામા.
પપ્પુ : તો પછી એક પથારી વધારે લગાવી દે, મારો સાળો પણ આવી રહ્યો છે.
જોક્સ :
એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી,
ધોબી પાસે કપડાં ધોવરાવીને, હૉટલનું ખાઈને અને કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.
માળું, એ તો અચરજ કહેવાય! મિત્રે જવાબ વાળ્યો, કેમ કે એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા.
જોક્સ :
યમરાજ મહિલાને : ચાલો, હું તમને લેવા આવ્યો છું.
મહિલા : બસ 2 મિનિટ આપો.
યમરાજ : 2 મિનિટમાં એવું શું કરી લેશો?
મહિલા : સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાની છે,
Traveling to yamlok with yamraj and his pada.
જોક્સ :
બે ગાંડા વાત કરી રહ્યા હતા.
એક ગાંડાએ બીજાને કહ્યું : આ સૂર્ય જ છે ભાઈ.
બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર.
બન્ને વચ્ચે ખાસી ખેચંતાણી ચાલી. અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને
ત્રીજા કોઈને પૂછ્યું ‘અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર?’
ત્રીજો : મને ના પૂછશો. હું અહીં નવો નવો આવ્યો છું.