શુક્રવાર, માર્ચ 31, 2023
Homeવિશેષનીરજ ચોપડાને ઇમ્પ્રેસ કરવા રેડિયોવાળીએ કર્યા એવા પ્રયત્ન કે લોકો ગુસ્સે થઈ...

નીરજ ચોપડાને ઇમ્પ્રેસ કરવા રેડિયોવાળીએ કર્યા એવા પ્રયત્ન કે લોકો ગુસ્સે થઈ ગયા, જાણો શું થયું હતું?


RJ વાળ લહેરાવીને કરી રહી હતી નીરજ ચોપડાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન, પણ ચોપડાએ દુરથી જ કરી દીધું આ કામ, જુઓ વિડીયો.

દેશની શાન બની ચુકેલા નીરજ ચોપડા સતત સમાચારોમાં જળવાઈ રહ્યા છે. ઓલમ્પિકમાં જેવલીન થ્રો ઈવેંટ એટલે કે ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ જીતવા વાળા નીરજ ચોપડા જ્યારથી સ્વદેશ પાછા ફર્યા છે, તે સતત વ્યસ્ત દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત પછી તેમની હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત થઇ. તેથી તે સતત મીડિયાને ઈન્ટરવ્યું પણ આપી રહ્યા છે. જેમાં એક ઈન્ટરવ્યું દરમિયાન તેમની સાથે કાંઈક એવું બન્યું કે તે એકદમ શરમાઈ ગયા.

આજકાલ નીરજ ચોપડાનો એક વિડીયો જોરદાર શેર થઇ રહ્યો છે. તે વિડીયોમાં પ્રસિદ્ધ રેડિયો જોકી મલીષ્કા, નીરજ ચોપડાનું ઈન્ટરવ્યું લઇ રહી છે. તે દરમિયાન તે નીરજને જાદુની ઝપ્પી આપવાનું કહે છે, પણ તેનાથી તે એકદમ શરમાઈ જાય છે. મલીષ્કાની જાદુની ઝપ્પીના જવાબમાં નીરજ દુરથી જ નમસ્તે કહે છે. તે ઉપરાંત મલીષ્કાએ પોતાના મિત્રો સાથે નીરજનો ઈન્ટરવ્યું લેતી વખતે કાંઈક એવું પણ કર્યું, કે તે હસવા લાગ્યા.

ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા વાળા નીરજ ચોપડાનો રેડિયો જોકી મલીષ્કા મેંડોંસા સાથે એક ઈન્ટરવ્યુંનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી શેર થઇ રહ્યો છે. મલીષ્કાએ ગુરુવારે એટલે 19 ઓગસ્ટના રોજ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ઉપર તે વિડીયો શેર કર્યો હતો.

વિડીયોમાં મલીષ્કા અને રેડ એફએમનો સ્ટાફ નીરજ ચોપડાને ઈમ્પ્રેસ કરવા માટે તેમની સામે ‘ઉડે જબ જબ ઝૂલ્ફે તેરી’ ગીત ઉપર ડાંસ કરતા દેખાઈ રહ્યો છે. નીરજ ચોપડાએ અસહજ દેખાડવા છતાં પણ તેમણે ડાન્સ કરવાનું બંધ ન કર્યું. ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાને તેમની આ હરકત પસંદ ન આવી, અને તે ધીરે ધીરે હસ્યા અને શરમથી પોતાની આંખો નીચી કરી લીધી.

ત્યાર પછી રેડિયો જોકીએ ટ્વીટર ઉપર લખ્યું કે, લેડીઝ… હા મને ઘણા મુશ્કેલ, ઊંડા જવાબ મળ્યા પણ… ઝૂમ કોલ ઉપર જતા પહેલા 4 સેકંડનો સમય લો, તે જોવા માટે કે અમે # udejabjabzulfeinteri ગીત ઉપર કોના માટે ડાંસ કરી રહ્યા છીએ, અને પછી મને જણાવો કે મેં તે આપણા બધા માટે કર્યું છે.

જણાવી દઈએ કે, 23 વર્ષીય નીરજ ચોપડા સામે વિચિત્ર ડાંસ કર્યા પછી પણ મલીષ્કા અટકી નહિ. તે ઈન્ટરવ્યુંના અંતમાં નીરજ ચોપડા પાસે જાદુની ઝપ્પી પણ માંગે છે, પણ નીરજ કહે છે કે એમ જ દુરથી જ નમસ્તે. નીરજ ચોપડાનું ઈન્ટરવ્યું લેતી વખતે આરજે મલીષ્કા મેંડોંસાનો અંદાજ નેટીજન્સને પસંદ ન આવ્યો.

રેડીઓ જોકી દ્વારા ટ્વીટર ઉપર શેર કરવામાં આવેલા ઈન્ટરવ્યુંની વિડીયો કલીપ ઉપર નેતિજન્સ ખુબ ગુસ્સામાં દેખાયા. કેટલાક યુઝર્સે તો ડાન્સ અને ત્યાર પછી નીરજ ચોપડાને પરાણે ગળે લગાવવાની વાતને સસ્તો સ્ટંટ બતાવ્યો છે. એક ટ્વીટર યુઝરે જણાવ્યું કે તેને શું થઇ ગયું છે? તે આ ઈન્ટરવ્યુંને નીરજ માટે આટલું વિચિત્ર કેમ બની રહી છે? ઓહ…

તેમજ અન્ય એક યુઝરે જણાવ્યું કે, આ ઘણું શરમજનક છે. તમે તેને વિચિત્ર અનુભવ કરાવી રહ્યા છો. આ શું બકવાસ છે? તે બધું પોતાના બોલીવુડ કલાકારો સાથે જ કરો. એટલું જ નહિ સુપ્રીમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝા એ આ ઘટના ઉપર અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું કે, તમને લોકોને આવું કરતા જોઈને દુઃખ થયું. તેનાથી પણ વધુ દુઃખની વાત એ છે કે રેડ એફએમ ઇન્ડિયા તમને બધાને આવું કરવાની મંજુરી આપી રહ્યું છે. મારો મતલબ છે કે, શું થાત જો આ ઘટનામાં જેંડર વિપરીત હોત તો? શું રેડ એફએમે તેને પણ મંજુરી આપત? ઘણા દુઃખની વાત છે.

છેલ્લે જણાવી દઈએ કે, મલીષ્કા મેંડોંસા પહેલા નીરજ ચોપડાને તેમના અંગત જીવન સાથે જોડાયેલા પ્રશ્ન પૂછવા ઉપર ટાઈમ્સ નાઉની પત્રકાર નવિકા કુમારની પણ સોશિયલ મીડિયા ઉપર ઘણી ટીકા કરવામાં આવી હતી. નેટીજન્સે તેમને ગોસીપ આંટી કહી હતી. ગર્લફ્રેન્ડ અને લગ્નના પ્રશ્ન ઉપર નીરજ ચોપડાએ દરેક ઈન્ટરવ્યુંમાં એક જ જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે, તેમની કોઈ ગર્લફ્રેન્ડ નથી અને હાલમાં તેમનો લગ્નનો પણ કોઈ વિચાર નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular