બુધવાર, જૂન 29, 2022
Homeવિશેષપતિએ કહ્યું હું બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવા માંગુ છું, પછી પત્નીએ...

પતિએ કહ્યું હું બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવા માંગુ છું, પછી પત્નીએ કર્યું એવું કામ કે પતિને ચક્કર આવી ગયા.


પત્નીની પરવાનગી લઈને પતિ કરતો હતો બીજી મહિલાઓ સાથે ઇલુ ઇલુ, પછી પત્નીએ આ રીતે બદલો લીધો.

દુનિયામાં પતિ પત્નીનો સંબંધ અનોખો હોય છે. આ સંબંધમાં તકરાર થવા છતાં પણ હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. એવામાં આ સંબંધમાં પોતાની પત્ની પાસે વિચિત્ર માંગણી કરવી ઘણી નુકશાનકારક સાબિત થઈ શકે છે. હાલમાં જ એક મહિલા સાથે પણ એવું જ થયું. હકીકતમાં પતિએ પોતાની પત્નીની પરવાનગી લઈને બીજી મહિલાઓને ડેટ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તો પત્નીને આ સંબંધમાં કોઈ સમસ્યા ન થઈ. પણ થોડો સમય પસાર થયા પછી મહિલાની મુશ્કેલી વધતી ગઈ.

સોશિયલ મીડિયા પર આ ઘટનાને શેર કરતા મહિલાએ જણાવ્યું કે, પોતાના પતિ સાથે તે સુખી જીવન જીવી રહી હતી. તે દરમિયાન તેના પતિએ એક દિવસ અચાનક તેની સામે અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખવાની માંગણી કરી, જેમાં તે બંને પતિ પત્ની તરીકે રહીને અન્ય વ્યક્તિ ને ડેટ કરી શકશે એવું જણાવ્યું. શરૂઆતમાં તો પત્નીને આ પ્રસ્તાવ સારો ન લાગ્યો, પણ પછી તેણીએ હા પાડી દીધી. તેને લાગ્યું કે, તેમના આટલા મજબૂત સંબંધમાં કોણ તિરાડ પાડી શકે છે.

મહિલાએ જણાવ્યું કે, તે ભલે આ નિર્ણયથી સહમત થઈ ગઈ હોય, પણ પતિની ઓપન રિલેશનશિપ તેમને થોડા દિવસમાં જ ખૂંચવા લાગી. મહિલાને તે ફરિયાદ રહેવા લાગી કે, તેમના પતિ તેમને જરાપણ સમય નથી આપતા. જોકે તેમના પતિએ કહ્યું હતું કે ઓપન રિલેશનશિપ બંને માટે સારી રહેશે, પણ તેનાથી ફક્ત પતિ જ ખુશ હતો. પતિના જીવનમાં તે સમયે પણ 2 મહિલાઓ હતી, જ્યારે તેણે આ ડેટિંગનો પ્રસ્તાવ પોતાની પત્ની સમક્ષ રાખ્યો હતો.

આ દરમિયાન પત્નીને અન્ય વ્યક્તિ મળ્યો. જલ્દી જ તેણીને તે નવા વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. તેમનો સંબંધ એટલો મજબૂત થઈ ગયો કે બંનેએ એક-બીજા સાથે રહેવાનો નિર્ણય લીધો. હવે પત્ની પોતાના પતિને છોડીને તે નવા વ્યક્તિ સાથે રહેવાની તૈયારીમાં છે. અને તેમનો પતિ તેમના જુના સંબંધમાં પાછા આવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર લોકોએ પત્નીના આ પગલાંની પ્રશંસા કરતા લખ્યું, જેવા સાથે તેવા.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular