પત્નીએ આપ્યા ગર્ભવતી બનવાના સમાચાર, પણ પતિએ કહ્યું મેં તો બે વર્ષ પહેલા જ નસબંધી કરાવી છે, તો પછી…
ઘરમાં કોઈ નવું મહેમાન આવે ત્યારે દરેકને તેની ખુશી થાય છે. ખાસ કરીને જ્યારે પતિને ખબર પડે કે તેની પત્ની ગર્ભવતી છે, ત્યારે તેના આનંદનો પાર નથી રહેતો. તે આતુરતાથી પોતાના આવનારા બાળકની રાહ જુએ છે. પરંતુ આજે અમે તમને એક એવા માણસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે જ્યારે પોતાની પત્ની ગર્ભવતી હોવાના સમાચાર સાંભળ્યા ત્યારે તે ખુશ થવાને બદલે આશ્ચર્યચકિત થઈ ગયો. તે પતિ તે સમાચાર પર વિશ્વાસ કરી શક્યો નહીં. અને તેની પાસે તે સમાચાર ન માનવા માટેનું નક્કર કારણ પણ હતું.
હકીકતમાં તે માણસે બે વર્ષ પહેલા નસબંધી કરાવી દીધી હતી. આવી સ્થિતિમાં તેના થકી તેની પત્ની ગર્ભવતી બને તે શક્ય ન હતું. આથી જ્યારે તેની પત્ની અચાનક ગર્ભવતી થઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેના મનમાં અનેક સવાલો ઉભા થવા લાગ્યા. શું આ બાળક ખરેખર મારું છે? શું મારી પત્નીનું કોઈની સાથે અફેર છે? પોતાના મનની મૂંઝવણ દૂર કરવા માટે તેણે પોતાની સમસ્યા રેડિટ (Reddit) નામની સોશિયલ વેબસાઈટ પર પોસ્ટ કરી.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, Reddit એક સોશિયલ વેબસાઈટ છે જેના પર ઘણા પ્રકારના મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલે છે. આવી પરિસ્થિતિમાં, તે વ્યક્તિએ આ વેબસાઈટ પર પોતે નસબંધી કરાવ્યાના ઘણા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની તેના વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઘણા લોકોએ તેમની આ પોસ્ટનો જવાબ પણ આપ્યો હતો.
તે વ્યક્તિએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘મારી પત્નીને હમણાં જ ખબર પડી છે કે તે ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે. જોકે, મેં બે વર્ષ પહેલા મારી નસબંધી કરાવી હતી. તો શું આ બાળક ખરેખર મારું છે કે મારી પત્નીનો કોઈ બીજા સાથે સંબંધ છે? અમે બંને સાથે રહીએ છીએ. એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમારી વચ્ચે સારી રીતે વાતચીત પણ થાય છે. મને વિશ્વાસ નથી થતો કે મારી પત્ની મને દગો આપી શકે છે.
વ્યક્તિ આગળ લખે છે કે, ‘હું મારી નસબંધી વિશે ચોક્કસપણે કહી શકતો નથી. હું આ વિષયમાં ઘણા મિક્સ રીવ્યુ વાંચી રહ્યો છું. જોકે, આ સમયે હું ખૂબ જ પરેશાન છું. મહેરબાની કરીને મને મદદ કરો.’ એક પતિની આ પોસ્ટ પછી ઘણા લોકોએ તેને સલાહ આપી. મોટાભાગના લોકોએ કહ્યું કે, પત્ની પર આરોપ લગાવતા પહેલા પોતાના શુક્રાણુનું પરીક્ષણ કરાવી લે. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે, દુનિયામાં ઘણા લોકો નસબંધી કરાવે છે પરંતુ તેમાંથી કેટલાક જ સફળ થાય છે, અન્યમાં તેના સારા પરિણામો જોવા મળતા નથી.
આ વ્યક્તિની પોસ્ટ પર એક ડોક્ટરે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે લખ્યું, ‘એક દર્દી મારી પાસે આવ્યો. તેમણે પણ નસબંધી કરાવી હતી, પરંતુ તેમ છતાં તે પિતા બનવાના હતા. શરૂઆતમાં તેના સ્પર્મ કાઉન્ટ શૂન્ય હતા પરંતુ બાદમાં તેની સંખ્યા વધવા લાગી. તેથી તમારે કોઈપણ નિષ્કર્ષ પર આવતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
શું તમે પણ તમારી આસપાસ ક્યારેય એવું સાંભળ્યું છે કે, નસબંધી કરાવવા છતાં કોઈની પત્ની ગર્ભવતી બની હોય?
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.