પશુ કિસાન ક્રેડીટ કાર્ડ યોજના : 58,000 પશુપાલકોને મળ્યા આ ક્રેડીટ કાર્ડ, અરજી માટે આ દસ્તાવેજોની જરૂર પડશે.
કિસાન ક્રેડીટ કાર્ડ હવે માત્ર ખેતી સુધી સીમિત નથી રહ્યો. જો તમે પશુપાલન કરો છો તો તેને આગળ વધારવા માટે સસ્તા દર ઉપર બેંકો પાસેથી લોન લઇ શકાય છે. હરિયાણા સરકારે પશુપાલકો માટે કાયદેસર પશુ કિસાન ક્રેડીટ કાર્ડ બનાવી દીધું છે. તેના હેઠળ તમે માત્ર 4 ટકા વ્યાજ ઉપર 3 લાખ રૂપિયા લઇ શકો છો.
પશુપાલન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી 58000 ખેડૂતોને કાર્ડ મળી ચુક્યા છે. એટલા કાર્ડ ઉપર 790 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. તેનાથી પશુપાલકોને તેમના વ્યાપારમાં વૃદ્ધી કરવામાં ઘણી મદદ મળે છે. સરકારે પાંચ લાખથી વધુ પશુપાલકોની અરજી બેંકમાં મોકલી હતી. જેમાંથી બેંકોએ લગભગ ત્રણ લાખને રીજેક્ટ કરી દીધી. જયારે લગભગ સવા લાખને મંજુરી મળી ગઈ છે. સૌથી પહેલા એમ જ પૈસા આપવામાં આવશે. ખાસ કરીને હરિયાણામાં ખેતીની સાથે સાથે પશુપાલનનું પણ ઘણું મહત્વ છે. અહિયાં લગભગ 16 લાખ કુટુંબો પાસે 36 લાખ દુધાળા પશુ છે.
ડબલ થઇ જશે ખેડૂતોની આવક : રાજ્યના કૃષિ મંત્રી જેપી દલાલના જણાવ્યા મુજબ સરકારે 8 લાખ પશુપાલકોને આ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. કૃષિની સાથે સાથે ખેડૂતોની આવક તેના સંબંધીત ક્ષેત્રોમાં પણ વધવી જોઈએ, અને તેમાં પશુપાલન એક મુખ્ય ક્ષેત્ર છે. પશુ ક્રેડીટ કાર્ડ ઉપર પશુપાલકને પશુઓની જાળવણી માટે દેવા તરીકે મદદ આપવામાં આવી રહી છે, આ યોજના હેઠળ પશુઓની સંખ્યા મુજબ કાર્ડ આપવામાં આવે છે.
પ્રતિ ગાય 40,783 રૂપિયા મળશે :
1.60 લાખ રૂપિયાની લોન ઉપર ગેરંટીની જરૂર નહિ રહે.
પ્રતિ ભેંસ માટે 60,249 રૂપિયા મળશે.
પ્રતિ ગાય માટે 40,783 રૂપિયા મળશે.
ઘેંટા બકરા માટે 4063 રૂપિયા મળશે.
મરઘી (ઈંડા આપવા વાળી) માટે 720 રૂપિયા લોન આપવામાં આવશે.
એક મહિનાની અંદર કાર્ડ આપવાનો દાવો :
આધાર કાર્ડ, પાનકાર્ડ જરૂરી છે.
અરજી ફોર્મ ભર્યા પછી તમારે કેવાયસી કરાવવું પડશે.
પાસપોર્ટ સાઈઝના ફોટા પણ આપવાના રહેશે.
પશુપાલક પોતાની નજીકની બેંકમાં જઈને અરજી કરી શકે છે.
અરજી ફોર્મ ચકાસણીના એક મહિનાની અંદર તમને ક્રેડીટ કાર્ડ મળશે.
પશુઓનો વીમો જરૂરી :
પશુઓનું હેલ્થ સર્ટીફીકેટ હોવું જોઈએ.
જે પશુનો વીમો છે તેની ઉપર લોન મળશે.
લોન લેવાની ગણતરીએ સિવિલ વ્યવસ્થિત હોવું જોઈએ.
હરિયાણાના રહેવાસી હોવા જોઈએ.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.