ગુજરાતમાં આ જગ્યા પર Mahindra Bolero નો પાણીમાં દોડવાનો વિડીયો થયો ફેમસ, આનંદ મહિન્દ્રા પણ ચોંકી ગયા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) ના પ્રમુખ આનંદ મહિન્દ્રા ટ્વીટર પર ઘણા સક્રિય રહે છે અને અનોખા વિડીયો શેર કરે છે. મંગળવારે પણ આનંદ મહિન્દ્રાએ એક એવો જ વિડીયો શેર કર્યો છે. તે વિડીયોમાં મહિન્દ્રા બોલેરો (Mahindra Bolero) પૂરના પાણી વચ્ચે આરામથી દોડતી દેખાઈ રહી છે. બસ પછી શું હતું, તે વિડીયો શેર કર્યા પછી ટ્વીટર પર લોકોએ તેના પર કૉમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું.
‘મહિન્દ્રા છે તો શક્ય છે’ :
હકીકતમાં આ વિડીયો ગુજરાતના રાજકોટ શહેરનો છે. હાલના દિવસોમાં ભારે વરસાદને કારણે દેશના ઘણા શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. રાજકોટે પણ તેનો સામનો કર્યો છે. અને ત્યાંથી આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોને મૂળ રૂપથી હરીશ દેવાસી નાઈનોલ એ શેર કયો છે. તેના પર તેમણે કેપ્શન લખ્યું કે, ‘મહિન્દ્રા છે તો શક્ય છે’. પાણીમાં દોડતી તે બોલેરો પોલીસની ગાડી જેવી દેખાય છે.
Seriously? During the recent rains? Even I am pretty amazed. https://t.co/Co5nve9uwd
— anand mahindra (@anandmahindra) September 14, 2021
આનંદ મહિન્દ્રાનું ટ્વીટ :
આનંદ મહિન્દ્રાએ વિડીયો શેર કરવાની સાથે કેપ્શન આપ્યું, ‘ખરેખર? હાલના વરસાદ દરમિયાન? હું પણ તેને જોઈને ચકિત છું.’
અમુક લોકો નાખુશ દેખાયા :
જોકે દરેક વ્યક્તિએ આ વિડીયોને સહજ રૂપથી નથી લીધો. અમુક ટ્વીટર યુઝરો તેનાથી નાખુશ થયા. મેલન રસ્ક નામના એક યુઝરે લખ્યું, સરકારી ગાડી છે, પોતાની ગાડી કોઈ આ રીતે નહિ ચલાવે. તેમજ વિવેક વાછારજાનીએ પુરના પાણીમાં BMW કારનો પાણીમાં તણાઈ જવાનો વિડીયો શેર કર્યો.
અરવિન શર્મા નામના એક યુઝરે ટ્રકના તૂટવાનો એક ઘણો જ ફની વિડીયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે, શરીર ત્યાગીને આત્મા આગળ વધી ગઈ.
& what about this…शरीर त्याग कर आत्मा आगे बढ़ गयी 😂 pic.twitter.com/nvzmYdTmPB
— Arvin Sharma (@ArvinSharma10) September 14, 2021
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.