બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષપૈસા ટ્રાન્સફર કરતા સમયે જો કરી આ ભૂલ તો પસ્તાવાનો વારો આવશે,...

પૈસા ટ્રાન્સફર કરતા સમયે જો કરી આ ભૂલ તો પસ્તાવાનો વારો આવશે, જાણો વૃદ્ધ સાથે શું થયું?


એક ભૂલ એક ક્લિક અને વ્યક્તિએ ગુમાવ્યા 52 લાખ રૂપિયા, જાણો કઈ રીતે ખાતું થયું ખાલી.

ઓનલાઈન મની ટ્રાન્સફર (online money transfer) કરતી વખતે આપણે સાવચેત રહેવું જોઈએ. આ રીતે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઘણી વખત ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે છે અને મોટું નુકશાન ભોગવવું પડી શકે છે. આવું જ કંઈક ઓસ્ટ્રેલિયાના એક વૃદ્ધ માણસ સાથે થયું. તેમણે ભૂલથી એક ક્લિક કરી અને ખાતામાંથી 52 લાખ રૂપિયા ઉડી ગયા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટનાક્રમ.

ડેલી મેલના અહેવાલ મુજબ, ક્વીન્સલેન્ડના 88 વર્ષીય વૃદ્ધ મિસ્ટર લેટને ભૂલથી 71,400 ડોલર (52 લાખ 51 હજારથી વધુ રકમ) કંપનીને બદલે ખોટી વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધા. અને જ્યાં સુધી તે આ અંગે બેંકને જાણ કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વૃદ્ધ મિસ્ટર લેટને 14 જૂને પોતાના ING બેંક ખાતામાંથી ANZ ખાતામાં પૈસા મોકલવાના હતા. વૃદ્ધ માણસને તે વાતનો ખ્યાલ ન હતો કે ANZ એકાઉન્ટને ખોટા નામે સેવ કરવામાં આવ્યું હતું, અને ભૂલથી પૈસા કોઈ અન્ય વ્યક્તિને મોકલી દેવામાં આવ્યા છે. અને પછી જે વ્યક્તિને ભૂલથી પૈસા મોકલવામાં આવ્યા હતા, તે વ્યક્તિએ તેને પાછા આપવાની ના પાડી દીધી.

તે વૃદ્ધ વ્યક્તિ અને તેમની પુત્રીને ત્રણ કલાક પછી પોતાની ભૂલનો અનુભવ થયો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જેના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા તે વ્યક્તિએ તે જ દિવસે બધા પૈસા ઉપાડી લીધા. તેમજ બંને બેંકોએ લેટનને કહ્યું કે, તેઓ હવે કંઈ કરી શકતા નથી.

બીજી તરફ જે કંપનીને પૈસા ટ્રાન્સફર કરવાના હતા, જ્યારે તેને પૈસા ન મળ્યા તો તેમણે વૃદ્ધનો સંપર્ક કર્યો. કંપની વૃદ્ધને પૈસા આપવા માટે દબાણ કરી રહી છે, આવી સ્થિતિમાં વૃદ્ધને હવે પોતાનું ઘર ગુમાવવાનું જોખમ દેખાઈ રહ્યું છે. તેમજ વૃદ્ધની દીકરીએ કહ્યું કે, તે નિરાશ છે કે બેંકો તેમની મદદ કરવામાં અસમર્થ છે.

જોકે, બેંકોએ અને વૃદ્ધે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આવી સ્થિતિમાં, જે વ્યક્તિના ખાતામાં પૈસા ગયા છે તેના પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. 52 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ હાલ વૃદ્ધ અને તેમના પરિવારના સભ્યો ઘણા પરેશાન છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular