11 વર્ષના સિક્રેટ અફેયર પછી આ સ્ટાર રેસરે કર્યા બહેન સાથે લગ્ન, પ્રેગનેન્સીનો કર્યો ખુલાસો.
એક પોર્ટુગીઝ મોટરસાયકલ રેસરે પોતાની સાવકી બહેન સાથે લગ્નનો ખુલાસો કર્યો છે, અને તે પોતાના પહેલા બાળકને આ દુનિયામાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. મોટો ગ્રેંડપ્રિક્સ (MotoGP) રાઈડર મીગુએલ ઓલીવેરાએ પોતાની સાવકી બહેન આંદ્રીયા પીમેંટા સાથે લગ્ન કર્યા છે. (miguel oliveira and andreia pimenta)
11 વર્ષ સુધી સિક્રેટ અફેયર : મીગુએલ ઓલીવેરા અને આંદ્રીયા પીમેંટા એક બીજાને 13 વર્ષની ઉંમરથી પ્રેમ કરી રહ્યા છે. બંનેએ 11 વર્ષ સુધી તેમના સંબંધો છુપાવીને રાખ્યા હતા અને પહેલી વખત વર્ષ 2019 માં એક બીજા સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી હતી. તે પહેલા સુધી બંનેના રીલેશન એકદમ સિક્રેટ હતા.
13 વર્ષના રીલેશન પછી લગ્ન : ડેલીમેલના રીપોર્ટ મુજબ, 24 વર્ષની આંદ્રીયા પીમેંટા મીગુએલ ઓલીવેરાના પિતા પાઉંલોની બીજી પત્ની ક્રિસ્ટીનાની દીકરી છે. મીગુએલ ઓલીવેરા અને આંદ્રીયા પીમેંટાએ 13 વર્ષના રીલેશન પછી હવે લગ્નનો ખુલાસો કર્યો છે.
ફોટા શેર કરી આપી લગ્નની જાણકારી : મીગુએલ ઓલીવેરાએ ઈંસ્ટાગ્રામ ઉપર ફોટા શેર કરી પોતાના લગ્નનો ખુલાસો કર્યો છે. ફોટાની સાથે તેમણે લખ્યું કે, આ વીકના એંડમાં અમે અમારા જીવનનો સૌથી મહત્વનો વળાંક બનાવ્યો. અમે લગ્ન દ્વારા અમારા પ્રેમને સીલ કરી દીધો અને અમે તેને તમારી સાથે વહેંચવા માંગીએ છીએ. હું મારી પત્ની સાથે મારું જીવન શેર કરવાને લઈને પોતાને ખુશ અને ભાગ્યશાળી અનુભવી રહ્યો છું. તમારા બધાનો આભાર.
પ્રેગનેન્સીનો કર્યો ખુલાસો : ત્યાર પછી મીગુએલ ઓલીવેરાએ પોતાની પત્ની આંદ્રીયા પીમેંટાના પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી અને તેમના ફોટા સાથે અલ્ટ્રાસાઉન્ડ સ્નેપ શેર કર્યો છે. વહેલી તકે પિતા બનનારા મીગુએલે લખ્યું, અમારું જીવન હવે એક વિશેષ કંપની સાથે ચાલશે. એક નોકરી, જે અમારા બાકીના પ્રવાસ સુધી ચાલશે. તને મળવા માટે આતુર છું મારા પ્રેમ.
વિશ્વ ચેમ્પિયનશીપ રનરઅપ રહ્યા હતા મીગુએલ : મીગુએલ ઓલીવેરાનો જન્મ 4 જાન્યુઆરી 1995 ના રોજ પોર્ટુગલના અલમાંડામાં થયો હતો. તે એક પ્રોફેશનલ મોટરસાયકલ રેસર છે અને 2015 ઇટાલિયન મોટરસાયકલ ગ્રેંડ પ્રિક્સ જીતવા વાળા પહેલા પોર્ટુગીઝ રાઈડર છે. વર્તમાનમાં તે કેટીએમ ટેક3 માટે મોટોજીપી વિશ્વ ચેમ્પિયનશીપમાં ભાગ લે છે. વર્ષ 2018 માં મીગુએલ મોટો 2 વિશ્વ ચેમ્પિયનશીપમાં રનરઅપ રહ્યા હતા.
ઘણા ખુશ છે મીગુએલના પિતા : મીગુએલ ઓલીવેરા અને આંદ્રીયા પીમેંટાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સગાઈ કરી હતી. ત્યાર પછી મીગુએલના પિતા પાઉલોએ જણાવ્યું હતું કે, મને આનંદ છે કે મારા દીકરાના લગ્ન તે મહિલા સાથે થઇ રહ્યા છે, જે તેના જીવનમાં પહેલાથી જ છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.