અહીં ખેડૂતો કરી રહ્યા છે ફુદીનાની ખેતી અને મેળવી રહ્યા છે લાખોનો નફો, તેને લગતી તમામ જાણકારી માટે આ એપ ઉપલબ્ધ છે.
ભારતમાં મોટાભાગના ખેડૂત પરંપરાગત પાક અને જૂની ટેકનીકના સહારે જ ખેતી કરે છે. તેથી તેમને કોઈ ખાસ નફો પણ નથી થતો અને સાથે જ જમીનની ફળદ્રુપતા શક્તિ પણ ધીમે ધીમે ઘટતી જાય છે. જોકે ઘણા ભારતીય ખેડૂત જાગૃત થઇ ગયા છે. ખેડૂતો હવે લેમનગ્રાસ અને ફુદીના જેવા પાકની ખેતી કરી ઉત્તમ નફો કમાઈ રહ્યા છે. ભારત સરકાર એરોમાં મિશન હેઠળ આ પાકની ખેતીને પ્રોત્સાહન પણ આપી રહી છે.
એરોમા મિશન હેઠળ આપવામાં આવી રહ્યું છે પ્રોત્સાહન : એરોમા મિશન સાથે જોડાયેલા પાકની ખાસ વાત એ છે કે તેની ખેતી સુકા વિસ્તારમાં પણ કરી શકાય છે. તે ઉપરાંત તેની જાળવણી માટે વધુ મહેનતની જરૂર નથી રહેતી. ફુદીનાનો પાક પણ આ લીસ્ટમાં સામેલ છે. ફુદીનાના છોડનો મોટાભાગે ઉપયોગ પરફ્યુમ, સાબુ, નીરમા, ડીટર્જેંટ, તેલ, હેયર ઓઈલ, મચ્છર લોશન, માથાના દુ:ખાવાની દવા અને કોસ્મેટિક બનાવવામાં કરવામાં આવે છે. તે ઉપરાંત ફુદીનાના ઉત્પાદનની બાબતમાં ભારત પહેલા સ્થાન ઉપર પણ છે.
ખેડૂત વચ્ચે લોકપ્રિય થઇ રહી છે ફુદીનાની ખેતી : જે રીતે ફુદીનાની ખેતી ખેડૂતો વચ્ચે લોકપ્રિય થઇ રહી છે, તે હિસાબે ઘણા સમયથી આ પાક માટે નવી નવી ટેકનીક અને જાણકારીઓ માટે એક એપની જરૂર અનુભવી રહ્યા હતા. તેને ધ્યાનમાં લઈને સીમૈપે ‘મેંથા મિત્ર’ નામથી એક એપ લોંચ કરી છે (Mentha Mitra App). જેનો ફાયદો મેળવીને ખેડૂત ભાઈ ફુદીનાની ઉત્તમ જાતો અને ટેકનીક વિષે જાણકારી પ્રાપ્ત કરી તેનો નફો લાખોમાં વધારી શકે છે.
ક્યાં મળશે આ એપ?
ખેડૂત ભાઈ આ એપને પોતાના ફોનમાં ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકે છે. ત્યાર પછી તેઓ નામ મોબાઈલ નંબર, રાજ્ય અને પીનકોડ દાખલ કરી આ એપમાં રજીસ્ટર કરીને આ એપની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. હાલમાં આ એપ હજુ હિન્દી અને અંગ્રેજી બે ભાષાઓમાં ઉપલબ્ધ છે.
એપના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવી રહી છે આ સુવિધાઓ :
આ એપમાં ખેડૂત ભાઈઓને ફુદીનાની લગભગ 11 જાતો વિષેની જાણકારી અને સાથે તેની વિશેષતા જણાવવામાં આવી છે.
ફુદીનાના પાકમાં કઈ જીવાત લાગે છે અને તેને બચવા માટે કેવા પ્રકારના જંતુનાશકની જરૂર છે તેના વિષે પણ જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે.
રોગોની જાણકારી અને તેના બચાવના ઉપાય.
ફુદીનાના છોડ માંથી તેલ કાઢવા માટે ડીસ્ટીલેશન યુનિટ વિષે પણ જાણકારી આપવામાં આવી છે.
વિડીયો કલીપના માધ્યમથી ફુદીનાની ખેતી વિષે સંપૂર્ણ જાણકારી મળશે.
સમયે સમયે નોટિફિકેશનના માધ્યમથી ફુદીનાની ખેતી સાથે જોડાયેલી નવી ટેકનીક વિષે માહિતી મળતી રહેશે.
પાક વિષે ખેડૂતોના મનમાં કોઈ દ્વિધા હોય તો આ એપના માધ્યમથી વૈજ્ઞાનિક સલાહ પણ લઇ શકે છે.
ખેડૂતનું ભાગ્ય બદલી રહી છે ફુદીનાની ખેતી : દેશભરમાં ઉત્તર પ્રદેશ ફુદીનાના ઉત્પાદનમાં પહેલા સ્થાન ઉપર છે. અહિયાંના બારાબંકી જીલ્લાને એક સમયે અ ફીણની ખેતીને કારણે ‘કાલા સોના’ ના નામથી પણ ઓળખવામાં આવતું હતું. પણ તે જીલ્લો આજે પેપરમિન્ટ એટલે ફુદીનાની ખેતીમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી રહ્યું છે.
પરંપરાગત ખેતી છોડ ફુદીનો ખેડૂતોની પહેલી પસંદ બનીને તેમની આર્થિક સમૃદ્ધીનો આધાર બની રહ્યો છે. 90 દિવસોમાં તૈયાર થતા આ પાકમાં ખેડૂત થોડા જ સમયમાં નફો કમાવાનું શરુ કરી દે છે. સાથે જ એક એકરમાં આ પાકમાં માત્ર 20 થી 25 હજારનો ખર્ચ થાય છે, જેની ઉપર 1 લાખ સુધીનો નફો ખેડૂત ભાઈ સરળતાથી કમાઈ શકે છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.