ગુગલની આ મોબાઈલ એપમાં મેળવો સેવિંગ ખાતુ ખોલાવ્યા વગર બેંક FD ની સુવિધા, રિટર્ન એસબીઆઈ કરતા વધારે.
તમને કહેવામાં આવે કે તમે બેંકમાં ખાતુ ખોલાવ્યા વગર ફિક્સ્ડ ડીપોઝીટ (એફડી) ની સ્કીમ શરુ કરી શકશો અને તે પણ તમારા મોબાઈલ ફોનની એક એપથી. તો તે કેટલી સુવિધાજનક વાત હોઈ શકે છે. કાંઈક એવું જ કામ ગુગલે સ્મોલ ફાઈનેંસ બેંક ઈક્વિટાસ બેંક સાથે શરુ કર્યું છે. તેની ઉપર 1 વર્ષની એફડી ઉપર એટલું રિટર્ન આપવામાં આવી રહ્યું છે જે સરકારી બેંક સ્ટેટ બેંકથી પણ વધુ છે.
તેના માટે તમારે ગુગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગુગલ પે ઉપર જવું પડશે અને ત્યાંથી ફિક્સ્ડ ડીપોઝીટ બુક કરવાની રહેશે. આ એફડી ઈક્વિટાસ બેંકની છે જે બીજી બેંકોથી વધુ રિટર્ન આપી રહી છે. તેના માટે જરૂરી નથી કે તમારું ઈક્વિટાસ બેંકમાં ખાતું હોય, ત્યારે જ આ એફડી સ્કીમ શરુ કરી શકશે. તેના વગર પણ તમે એફડી લઇ શકો છો. ઈક્વિટાસ બેંકે તેના માટે ફિનટેક કંપની સેતુ સાથે કરાર કર્યા છે, જેણે ગુગલ પે ની એફડી સ્કીમ માટે અપીઆઈ (API) તૈયાર કર્યું છે. આ ટેકનોલોજી વગર પેમેન્ટ વોલેટમાંથી આવી બેન્કિંગ સુવિધા નથી લઇ શકાતી.
પોતાના તરફની પહેલી સ્કીમ : આ ઇન્ડસ્ટ્રીની દુનિયામાં એવું પહેલી વખત બની રહ્યું છે કે ગુગલ પે જેવા પેમેન્ટ વોલેટ દ્વારા ગ્રાહકોને એફડી ખરીદવાની તક આપવામાં આવી રહી છે. આ વધુ વ્યાજદર વાળી એફડી છે જે સંપૂર્ણ રીતે ડીજીટલ છે. તેના દ્વારા ઈક્વિટાસ બેંકમાં ખાતું નહિ ખોલાવવું પડે અને ન તો બેંકની શાખામાં જવાનું છે. તે મોબાઈલ ફોનની મદદથી શરુ કરી શકાય છે.
ગુગલ પે પ્લેટફોર્મ ઉપર ઈક્વિટાસ બેંકની એફડી સ્કીમ ચાલી રહી છે, જ્યાંથી તે ખરીદી શકાશે. ઈક્વિટાસ બેંકે જણાવ્યું છે કે, આ એફડી સ્કીમ 1 વર્ષની રહેશે જેની ઉપર 6.35 ટકા વ્યાજ આપવામાં આવશે. ભારતમાં હાલ તે તમામ સેવિંગ ઓપ્શન ઉપર સૌથી વધુ રિટર્ન આપતી સ્કીમ છે.
જમા પૈસાની ગેરંટી : રીઝર્વ બેંકની યાદીવાળી બેંકોમાં ઈક્વિટાસ બેંકનું પણ નામ છે. એટલા માટે ઈક્વિટાસ બેંકમાં જમા પૈસા ઉપર 5 લાખ રૂપિયાની ગેરંટી મળે છે. એક ખાતા ઉપર 5 લાખની ગેરંટીનો નિયમ છે. આ એફડી સ્કીમ લેવા માટે ગ્રાહકે ગુગલ પેના ઈક્વિટાસ બેંક સેક્શનમાં જવાનું રહેશે. ત્યાં business and bills લખેલું દેખાશે જેની પર ક્લિક કરવાનું રહેશે.
અહિયાં એમાઉંટ અને ફિક્સ્ડ ડીપોઝીટનો સમયગાળો સિલેક્ટ કરવાનો રહેશે. તેના માટે ગ્રાહકે પોતાની કેવાયસી ડીટેલ આપવાની રહેશે. છેલ્લે ગુગલ પે યુપીઆઈ દ્વારા એફડીની રકમ ચુકવવાની રહેશે. આ રીતે ગુગલ પે ઉપરથી તમારા નામે એક એફડી સ્કીમ શરુ થઇ જશે.
મેચ્યોરીટી મેળવવી સરળ : આ સ્કીમમાં મેચ્યોરીટી મેળવવી પણ ઘણી સરળ છે, કેમ કે એફડી જેવી પૂરી થશે એટલે તેના પૈસા ગુગલ પે સાથે બેંકનું જે ખાતુ જોડાયેલું હશે તે ખાતામાં આપોઆપ ટ્રાંસફર થઇ જશે. યુઝર ગુગલ પે ની મદદથી સરળતાથી ડીપોઝીટને ટ્રેક કરી શકે છે, કોઈ નવી એફડી સ્કીમ લઇ શકે છે કે સમય પહેલા સ્કીમ બંધ પણ કરાવી શકો છો. જો કોઈ ગ્રાહક સમય પહેલા એફડી બંધ કરાવવા માંગે છે તો આ કામ સરળતાથી કરી શકે છે.
જે દિવસે ખાતું બંધ થશે તે દિવસે ગુગલ પે સાથે જોડાયેલા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઇ જશે. ઈક્વિટાસ બેંકની એફડી માટે એન્ડ્રોયડ એપ ગુગલ પે ઉપર જવાનું રહેશે.
સેવિંગ ખાતું ખોલ્યા વગર એફડીનો લાભ લો : ઈક્વિટાસ બેંક 5 સપ્ટેમ્બરના રોજ પોતાની 5 મી વર્ષગાંઠ ઉજવી રહી છે. આ ઉપલક્ષ્યમાં ગુગલ પે દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી એફડીની સુવિધાને તેમણે ડીજીટલ ભેટ ગણાવી છે. ઈક્વિટાસ બેંક શરુઆતથી ડીજીટલ અને નિયો બેંકિંગ ઉપર વિશેષ ધ્યાન આપે છે. ગુગલ પે ના નવા પ્રોગ્રામથી ગ્રાહકોને ડીજીટલની દુનિયામાં એક નવી પ્રોડક્ટ મળશે. આ ડીજીટલ એફડીને ગ્રાહકોની સુવિધાઓનું ધ્યાન રાખીને જ ગુગલ પે ઉપર લોન્ચ કરવામાં આવી છે.
ઈક્વિટાસના જણાવ્યા મુજબ આ પ્રયત્નથી લોકોનો સેવિંગની સાથે એફડીમાં રસ વધશે. ભારતમાં એફડી વધુ પ્રચલિત અને લોકપ્રિય છે. હાલમાં લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તેને સાધારણ અને સુલભ રીતે જ લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી એવું થતું હતું કે ગ્રાહકે પહેલા સેવિંગ ખાતું ખોલાવવું પડતું હતું અને તેના આધારે એફડી આપવામાં આવતી હતી. ઈક્વિટાસ અને ગુગલ પેની એફડીમાં સેવિંગ ખાતાની કોઈ જરૂર નથી.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.