રવિવાર, જૂન 4, 2023
Homeવિશેષબબીતા બોલી ‘પોતાને ભારતની દીકરી કહેવા પર આવે છે શરમ’, જાણો એવું...

બબીતા બોલી ‘પોતાને ભારતની દીકરી કહેવા પર આવે છે શરમ’, જાણો એવું તે શું કર્યું કે તે આવું બોલી?


દેશના નામે બબીતાએ લખ્યો ‘ઓપન લેટર’, માનસિક હાલત ખરાબ કરવા બદલ આ લોકોને ખંખેર્યા.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોની બબીતાજી એટલે કે મુનમુન દત્તા પોતાની અદાઓથી લોકોના દિલો પર રાજ કરે છે, પરંતુ તે ઘણી વખત પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. ઘણી વખત મુનમુન પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ચુકી છે. અને એકવખત ફિર મુનમુને સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી છે, જેના પછી લોકોએ તેનો ક્લાસ લગાવી દીધો છે.

હકીકતમાં મુનમુને એક ઓપન લેટર (ખુલ્લો પત્ર) લખીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. આ પત્ર લખતી વખતે અભિનેત્રીએ કહ્યું છે કે, તે પોતાને ભારતની પુત્રી કહેતા શરમ અનુભવે છે.

મુનમુને પોતાના ખુલ્લા પત્રમાં લખ્યું છે કે ‘સામાન્ય લોકો માટે, મેં તમારી પાસે કંઈક સારું મેળવવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તમે કમેન્ટ સેક્શનમાં જે ગંદકી વરસાવી છે, તે વાંચ્યા પછી તે સાબિત થાય છે કે આપણે શિક્ષિત થયા પછી એવા સમાજનો ભાગ છીએ જે સતત નીચે પડી રહ્યો છે. તમારી રમૂજ માટે સતત મહિલાઓને તેમની ઉંમરથી શર્મસાર કરવામાં આવે છે.

તમારા આ પ્રકારના મજાકથી કોઈના જીવન પર શું અસર થાય છે, તે કોઈને પણ માનસિક રીતે તોડવા માટે પૂરતું છે. તમને ક્યારેય તેની ચિંતા નહીં હોય, હું છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છું. પરંતુ મારા સન્માનને ઠેસ પહોંચાડવામાં લોકોને 13 મિનિટનો સમય લાગ્યો નહીં.

મુનમુન આગળ લખે છે કે, ‘તો બીજી વાર કોઈ વ્યક્તિ એટલો હતાશ થઈ જાય કે જે પોતાના જીવનો અંત કરવા માંગે, તો થોભીને એકવાર વિચાર જરૂર કરજો કે તમારા શબ્દો તેને અંત તરફ લઈ જઈ રહ્યા છે કે નહીં. ‘આજે મને પોતાને ભારતની દીકરી કહેવા પર શરમ આવી રહી છે.’

એટલું જ નહીં મુનમુને મીડિયા પર પણ ઘણો ગુસ્સો ઠાલવ્યો છે. હકીકતમાં, તાજેતરમાં જ મુનમુન દત્તા અને રાજ અનડકટના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર હેડલાઈનમાં હતા. એવા અહેવાલો હતા કે, મુનમુન રાજ અનડકટને ડેટ કરી રહી છે, જે તેનાથી 9 વર્ષ નાનો છે. ત્યારબાદ મુનમુને એક ખુલ્લો પત્ર લખ્યો અને મીડિયાની ક્લાસ લીધી.

આ પોસ્ટમાં તેમણે અફેર અંગે ખોટી અને જુઠ્ઠી અફવાઓ ફેલાવતા પત્રકારત્વને ઠપકો આપ્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, મીડિયા અને ઝીરો વિશ્વસનીયતા વાળા પત્રકારો. તમને કોઈના અંગત જીવન વિશેની કાલ્પનિક વાતો છાપવાની સ્વતંત્રતા કોણે આપી છે અને તે પણ તેમની સંમતિ વિના? તમારી આ પ્રકારની વર્તણૂકથી અન્ય વ્યક્તિની છબીને નુકસાન પહોંચે છે તેના માટે તમે જવાબદારી લેશો?

તમે ટીઆરપી માટે તે મહિલાને પણ નથી છોડતા જેમણે હાલમાં જ પોતાનો દીકરો ગુમાવ્યો છે. તમે સનસનાટીભર્યા સમાચારો માટે તમારી મર્યાદા ઓળંગી જાવ છો. આ કારણે તેમના જીવનમાં આવનારા તોફાનોની જવાબદારી તમે લઈ શકો છો? જો નહીં, તો તમને શરમ આવવી જોઈએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular