આઈપીએસ અધિકારીઓની લવ સ્ટોરીમાં છે ‘બસપન કા પ્યાર’, ભાગ્ય એવા કે નોકરીએ છુટા પાડ્યા તો વિદેશમાં ફરી મળ્યા.
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ‘બસપન કા પ્યાર’ ગીત વધુ ચાલી રહ્યું છે. આઈપીએસ અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લાની લવ સ્ટોરી પણ આ ગીત સાથે ઘણે અંશે મળતી આવે છે. આ બંને પણ પોતાના બાળપણના પ્રેમને ભૂલ્યા નહીં અને લગ્ન કરી ઘર વસાવી લીધું. તેમની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. આ લવ સ્ટોરીમાં તમને બાળપણનો સાથ, ભાગ્યનું કનેક્શન અને યુવાનોને પ્રેરિત કરનારી સફળતા સહીત બધું જ મળી જશે.
આઈપીએસ અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લા ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ છે. હાલ બંનેની પોસ્ટીંગ નોએડામાં છે. ગૌતમબુદ્ધ નગર પોલીસ સ્ટેશનમાં વૃંદા શુક્લા ડીસીપી મહિલા સુરક્ષાના હોદ્દા ઉપર છે, તો અંકુર અગ્રવાલ એડીસીપી સેન્ટ્રલ નોએડાના હોદ્દા ઉપર કાર્યરત છે. પોસ્ટના હિસાબે વૃંદા અંકુરની બોસ છે.
આઈપીએસ અંકુર અગ્રવાલ જણાવે છે કે તે ઘણા ભાગ્યશાળી છે જે તેમને પોતાના બાળપણના પ્રેમ વૃંદા શુક્લા સાથે લગ્ન કરવાની તક મળી. અંકુર અને વૃંદા ખાસ કરીને હરિયાણાના અંબાલાના રહેવાસી છે. અહિયાં બંનેએ પોતાનું બાળપણ સાથે પસાર કર્યું છે. પછી તેમની મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ થઇ ગઈ તે ખબર જ ન પડી. બંનેએ અંબાલા કેંટના કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સ્કુલમાં નવમાં ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો. અંકુરનું કુટુંબ અંબાલા સીટીમાં જયારે વૃંદાનું કુટુંબ અંબાલા કેંટ ક્ષેત્રમાં રહે છે.
સ્કુલ પૂરી થતા જ વૃંદા શુક્લા આગળ અભ્યાસ કરવા અમેરિકા જતી રહી. ત્યાં અભ્યાસ પૂરો થતા જ અમેરિકામાં જ તેમને જોબ મળી ગઈ. અને અંકુરે ભારતમાં જ રહીને એન્જીનીયરીંગ કર્યું અને બેંગલુરુની કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ કરવા લાગ્યા. પછી અંકુરની કંપનીએ તેમને અમેરિકામાં ટ્રાંસફર આપ્યું. આથી અંકુર અને વૃંદા એક વખત ફરી મળ્યા.
અહિયાં અમેરિકામાં નોકરીની સાથે બંનેએ યુપીએસસીની તૈયારી શરુ કરી દીધી. તે દરમિયાન બંનેની મિત્રતા વધુ મજબુત થઇ ગઈ. ભારત પાછા આવીને બંનેએ પરીક્ષા આપી જેમાં નિષ્ફળ રહ્યા. પણ તેમણે હાર ન માની અને મહેનત કરતા રહ્યા. 2014 માં વૃંદા શુક્લાએ યુપીએસસી પરીક્ષા ક્રેક કરી લીધી અને નાગાલેંડ કેડર જોઈન કર્યું અને અંકુર અગ્રવાલે 2016 માં યુપીએસસી પરીક્ષા પાસ કરી ઉત્તર પ્રદેશ કેડર જોઈન કર્યું.
બંને આઈપીએસ તો બની ગયા પણ તેમની વચ્ચે અંતર પણ વધી ગયું. એક યુપીમાં હતા તો બીજા નાગાલેંડમાં હતી. ત્યાર પછી વૃંદા કેડર ચેંજ કરી યુપીમાં આવી ગઈ. બંને જાન્યુઆરી 2020 થી નોએડામાં ડીસીપી અને એડીસીપી તરીકે પોતાની સર્વિસ આપી રહ્યા છે. બંનેએ 9 ફેબ્રુઆરી 2019 ના રોજ લગ્ન કર્યા હતા. પહેલા તો બંનેના કુટુંબીજનો તેમની કાસ્ટ અલગ હોવાને કારણે માન્યા ન હતા, પણ પાછળથી તેમણે આ સંબંધનો સ્વીકાર કરી લીધો હતો.
13 માર્ચ 1989 ના રોજ હરિયાણાના અંબાલા કેંટની આઈડી શુક્લાના ઘરે જન્મેલી વૃંદા શુક્લા બીએ (અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય અધ્યયન, ફ્રેંચ સાહિત્ય) છે. તેમનું કુટુંબ પંચકુવામાં રહે છે. તે 22 ડીસેમ્બર 2018 થી આ એસપી રેંકની અધિકારી તરીકે ફરજ બજાવી રહી છે. અને અંકુર અગ્રવાલ 24 ડીસેમ્બર 1988 ના રોજ સીપી અગ્રવાલના ઘરે જન્મ્યા હતા. રાજસ્થાનના ઝુંઝૂનું જીલ્લામાં આવેલા બીટ્સ પીલાનીથી ઇલેક્ટ્રોનિક એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી તે યુપીએસસી ક્લીયર કરી મથુરામાં એસીપી તરીકે ફરજ બનાવવા લાગ્યા. હાલ તે નોએડામાં પોસ્ટેડ છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.