બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષબિકાનેરવાલા એટલે મીઠાઈ અને નમકીનની એવી બ્રાંડ જેની શરુઆત ડોલમાં રસગુલ્લા વેચવાથી...

બિકાનેરવાલા એટલે મીઠાઈ અને નમકીનની એવી બ્રાંડ જેની શરુઆત ડોલમાં રસગુલ્લા વેચવાથી થઇ હતી.


શરૂઆતમાં ડોલમાં રસગુલ્લા ભરીને વેંચતા હતા ‘બિકાનેરવાલા’, પછી એવી સફળતા મેળવી કે આખા દેશમાં ઓળખ ઉભી કરી.

કહેવામાં આવે છે કે દરેક મોટી વસ્તુની શરુઆત એક નાના સ્તરથી જ કરવામાં આવે છે. માણસની મહેનત અને લગન એક દિવસ મોટી બ્રાંડ બનાવી દે છે. જેમ કે આજે ‘બિકાનેરવાલા’ એક મોટી બ્રાંડ બની ચુકી છે. દુનિયાભરમાં પોતાની ટેસ્ટી ફૂડ આઈટમ્સ માટે પ્રખ્યાત બિકાનેરવાલાની શરુઆત લાલા કેદારનાથ અગ્રવાલે કરી હતી. જેમને લોકો પ્રેમથી કાકાજી કહીને પણ બોલાવે છે. બધાએ કાકાજીની મીઠાઈ અને ભુજીયા તો ઘણા ખાધા છે. પણ આજે આપણે એ જાણીશું કે તેમણે આટલી મોટી બ્રાંડની શરુઆત કરી કેવી રીતે?

એક સમયે ડોલમાં ભરીને રસગુલ્લા વેચતા હતા કાકાજી : 1955 ની વાત છે. લાલા કેદારનાથ પૈસા કમાવા માટે મોટા ભાઈ સાથે બિકાનેરથી દિલ્હી જતા રહ્યા. દિલ્હીમાં તે અને તેમના ભાઈ સંતલાલ ખેમકા ધર્મશાળામાં રોકાયા હતા. અહિયાંથી બંને ભાઈઓએ ડોલમાં રસગુલ્લા ભરીને વેચવાનું શરુ કર્યું. રસગુલ્લાની સાથે સાથે તે કાગળના પડીકામાં બિકાનેરી ભુજીયા પણ વેચતા હતા. દિલ્હીના લોકોને તેમના રસગુલ્લા અને ભુજીયાનો ટેસ્ટ ઘણો પસંદ આવ્યો છે. ત્યાર પછી તેમની આવક પણ વધવા લાગી.

પરોઠા વાળી ગલીમાં ખોલી દુકાન : અગ્રવાલ ભાઈઓ પાસે એટલા પૈસા જમા થઇ ગયા હતા કે તે એક દુકાન ભાડે લઈ શકે. એટલા માટે તેમણે પરોઠા વાળી ગલીમાં એક નાની એવી દુકાન ભાડા ઉપર લઇ લીધી. દુકાનમાં કામ કરવા માટે બિકાનેરથી કારીગરોને પણ બોલાવી લીધા. દિલ્હીવાળાને કાકાજીનો મગની દાળનો હળવો ખુબ પસંદ આવ્યો અને તેનું વેચાણ વધી ગયું.

તે દરમિયાન તેમણે મોતી બજાર અને ચાંદની ચોકમાં પણ દુકાન ખોલી. ભાગ્ય જુવો કે તે સમયે દિવાળી પણ હતી એટલા માટે લોકોએ તેમની દુકાન માંથી ખુબ મીઠાઈ અને નમકીન ખરીદ્યા. સ્થિતિ એ હતી કે રસગુલ્લા ખરીદવા માટે દુકાનની બહાર લોકો લાંબી લાઈન લગાવીને ઉભા રહેતા હતા.

બિકાનેરવાલા નામ કેવી રીતે પડ્યું? શરુઆતમાં દુકાનનું નામ બિકાનેરી ભુજીયા ભંડાર હતું. પાછળથી કેદારનાથ અગ્રવાલના મોટા ભાઈ જુગલ કિશોર અગ્રવાલના કહેવાથી તેનું નામ બિકાનેરવાલા રાખવામાં આવ્યું. તે ઈચ્છતા હતા કે દુકાનનું નામ એવું હોય કે જેનાથી બિકાનેરવાળાનું નામ રોશન થાય. બસ એટલા માટે સમજી વિચારીને તેનું નામ બિકાનેરવાલા રાખી દીધુ.

એક સમય હતો જયારે કેદારનાથ અગ્રવાલે 1956 માં નવા રોડ ઉપરથી રસગુલ્લા વેચવાની શરુઆત કરી હતી. ત્યાર પછી તેમણે ક્યારે પણ પાછા વળીને જોયું નથી. એટલું જ નહિ હાલમાં આ કંપનીનું વર્ષનું ટનઓવર લગભગ 1000 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

આ માહિતી સ્કૉપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular