મંગળવાર, મે 30, 2023
Homeવિશેષબેંગલુરુની આ કંપનીમાં રોકાણકાર થયા માલામાલ, એક વર્ષમાં કંપનીના શેર 150 ટકાથી...

બેંગલુરુની આ કંપનીમાં રોકાણકાર થયા માલામાલ, એક વર્ષમાં કંપનીના શેર 150 ટકાથી વધુ વધ્યા.


જેમણે કર્યું હતું આ કંપનીના શેરમાં રોકાણ તે 1 વર્ષમાં થયા માલામાલ, જાણો કઈ છે તે કંપની?

કો-રો-ના કાળમાં આઈટી સેક્ટર કંપનીઓ સતત સારું પ્રદર્શન કરી રહી છે. તેનો ફાયદો આ કંપનીઓના શેરમાં રોકાણ કરવા વાળા રોકાણકારોને શેર બજારમાં મળી રહ્યો છે. બેંગલુરુની એક આઈટી કંપનીના રોકાણકારો પણ વર્ષ આખામાં ઘણો માલ કમાયા છે, અને તે દરમિયાન કંપનીના શેર 150% થી વધુ વધ્યા છે. એવો જાણીએ તે કઈ કંપની છે અને એ પણ જાણીએ કે શું તે શેર હજી પણ રોકાણ માટે ઉત્તમ છે?

એમફાસીસ લિમિટેડ (Mphasis Limited) નું જોરદાર રીટર્ન : આઈટી કંપની Mphasis Limited (MPHL) ના શેરે ગયા એક વર્ષમાં ઘણી ઉંચી છલાંગ લગાવી છે. સોમવાર 23 ઓગસ્ટ 2021 ના રોજ કંપનીના શેર BSE ઉપર 3001.65 રૂપિયાના માર્ક ઉપર પહોંચી ગયા. જયારે બરોબર 12 મહિના પહેલા ઓગસ્ટ 2020 માં કંપનીના શેર 1,198 રૂપિયાના હતા. તેથી કંપનીના શેર ઉપર રોકાણકારોને લગભગ 150.5% નું રીટર્ન મળ્યું છે.

5 લાખના બન્યા 12.5 લાખ : Mphasis Limited ના શેરમાં જો કોઈ રોકાણકારે વર્ષ પહેલા 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે. તો કંપનીના હાલના શેર ભાવના હિસાબે તેને લગભગ 12.52 લાખ રૂપિયા મળશે. એટલું જ નહિ સોમવારના રોજ માત્ર એક દિવસના વેપારમાં કંપનીના શેર 5.46% સુધી વધી ગયા. હવે જાણવાની વાત એ છે કે શું તે હજુ પણ રોકાણ માટે લાયક છે?

53,700 કરોડથી વધુનું એમકેપ : Mphasis Limited ની માર્કેટ કેપીટલાઈઝેશન 53,700 કરોડ રૂપિયાથી વધુ છે. MarketsMojo ના હિસાબે કંપનીના ઇકવીટીના ગુણોત્તરમાં દેવાની સરેરાશ ઘણી ઓછી છે. ઉપરથી કંપની હાઈ મેનેજમેન્ટ એફીશીએંશી અને ઊંચા ઇન્સ્ટીટયુશનલ હોલ્ડીંગ સાથે કામ કરે છે જે તેને રોકાણનો સારો વિકલ્પ બનાવે છે.

બુલીશ રેંજમાં છે MPHL નો શેર : માર્કેટ્સ મોજોના હિસાબે Mphasis Limited નો શેર 10 જુન 2021 થી માઈલ્ડ બુલીશ રેંજમાં આવ્યો અને સતત બુલીશ રેંજમાં છે. અને કંપની સતત પ્રોફિટ કમાઈ રહી છે. જુન 2021 માં ત્રિમાસિકના અંતમાં કંપનીનું પ્રોફિટ 339.69 કરોડ રૂપિયા રહ્યું, જયારે જુન 2020 ના ત્રિમાસિકના અંતમાં તે 275.12 કરોડ રૂપિયા હતું. આ રીતે કંપનીની ઓપરેશનલ આવક પણ 18% વધીને જુન 2021 માં ત્રિમાસિકના અંતમાં 2,690.83 કરોડ રૂપિયા રહી છે.

રોકાણ સલાહકાર ફર્મ Motilal Oswal નું અનુમાન છે કે Mphasis Limited નું માર્જીન નાણાકીય વર્ષ 2021-22 માં વર્ષના આધાર ઉપર 40 બેસીસ પોઈન્ટ વધશે. તેથી કંપનીના શેર અપર એંડ ઉપર રહી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular