રવિવાર, એપ્રિલ 2, 2023
Homeવિશેષભારતીય લોકોની કમાલ, ટાંકી 35 લીટરની પણ તેમાં પેટ્રોલ ભર્યું 43 લીટર,...

ભારતીય લોકોની કમાલ, ટાંકી 35 લીટરની પણ તેમાં પેટ્રોલ ભર્યું 43 લીટર, જાણો ક્યાં થાય છે આવો જાદુ?


35 લીટરની ટાંકીમાં નાખી દીધું 43 લીટર પેટ્રોલ, પંપની રમત ઉપર લોકોની ધમાલ, તમે પણ કહેશો મેરા દેશ બદલ રહા હૈ…

35 લીટરની ટાંકીમાં 43 લીટર પેટ્રોલ, રાજસ્થાનના હનુમાનગઢમાં એક પેટ્રોલ પંપ ઉપર થઈ છે આવી કમાલ. દેશમાં એક તરફ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે, તો પેટ્રોલ પંપો ઉપર ઓછું પેટ્રોલ નાખવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક એવી ઘટના હનુમાનગઢમાં સામે આવી છે.

હનુમાનગઢ ટાઉનના ચીમનલાલ પેટ્રોલ પંપ ઉપર રાત્રીના સમયે એક ગ્રાહકે પોતાની કારમાં પેટ્રોલ ભરાવ્યું. તેણે કારની ટાંકી ફૂલ કરવાનું કહ્યું હતું, પણ ગ્રાહકને શંકા ગઈ કે અહીં પેટ્રોલ ઓછું નાખવામાં આવે છે. આ ઘટનામાં ગ્રાહકનું કહેવું છે કે તેની કારમાં 5 લીટર પેટ્રોલ પહેલાથી જ હતું અને પાછળથી પેટ્રોલપંપ વાળાએ 43 લીટર પેટ્રોલ નાખવાની વાત કરી. પણ તેમની કારની ટાંકી એટલી મોટી નથી કે 43 લીટર પેટ્રોલ ભરી શકાય.

જ્યારે કાર ચાલકે ધમાલ મચાવી તો ત્યાં ભીડ એકઠી થઇ ગઈ. એટલું જ નહિ ત્યાં પોલીસને પણ બોલાવવામાં આવી અને ગાડીમાં પેટ્રોલ ચેક કરાવવામાં આવ્યું તો પેટ્રોલ ઓછું નીકળ્યું, તેથી પેટ્રોલ નખાવવા વાળા ગ્રાહક વધુ ગુસ્સે થઇ ગયા અને ત્યાં જોરદાર ધમાલ મચાવી. ગ્રાહકે જણાવ્યું કે પેટ્રોલ પંપ સંચાલક ઉપર 51 હજાર રૂપિયાની પેનલ્ટી લગાવવી જોઈએ અને પૈસા ગુરુદ્વારામાં આપવા જોઈએ.

પહેલા તો પેટ્રોલ પંપ સંચાલક માની ગયા. એટલું જ નહિ હાથ જોડીને માફી પણ માંગી. પણ પાછળથી તે પોતાની વાત પરથી ફરી ગયા અને કહ્યું કે, તે એટલી મોટી રકમ દાન નથી આપી શકતા. તે તો 21 હજારની જ રસીદ કપાવશે, જેથી ધમાલ વધી ગઈ. આ ધમાલ વચ્ચે સ્થાનિક પાર્ષદ અર્ચિત અગ્રવાલ પણ ત્યાં પહોંચ્યા.

પેટ્રોલ પંપ સંચાલકનો પક્ષ લેનારા લોકો વિરુદ્ધ પણ જોરદાર ધમાલ કરવામાં આવી. સ્થળ ઉપર આવેલા ટાઉન પોલીસ અધિકારીએ તેમને સમજાવવાના ખુબ પ્રયત્ન કર્યા, ત્યાર પછી મામલો શાંત કરાવવામાં આવ્યો .પણ ધ્યાન આપવાની વાત એ છે કે, આ રીતે અવાર નવાર પેટ્રોલ પંપ સંચાલકો ઇંધણ નાખવામાં ગડબડ કરતા રહે છે, તેનાથી જનતાના ખીસા ખાલી થતા રહે છે. આવા તો ન જાણે કેટલાય પંપ વાળા હશે અને અત્યાર સુધી કેટલાય લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાઈ ચુક્યા હશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular