રવિવાર, એપ્રિલ 2, 2023
Homeવિશેષમજેદાર જોક્સ : અડધી રાત્રે એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડના ઘરનો દરવાજો ખખડાવ્યો....

મજેદાર જોક્સ : અડધી રાત્રે એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડના ઘરનો દરવાજો ખખડાવ્યો. ગર્લફ્રેન્ડ : કોણ છે? છોકરો : હું…. |


જોક્સ :

હપ્પુ અને ટપ્પુ હોસ્ટલની કેન્ટીનમાં બેઠા હતા.

હપ્પુ : હું આ રોટલી નહિ ખાઉં.

ટપ્પુ : કેમ?

હપ્પુ : આ રોટલી પરથી ઉંદર ચાલીનો ગયો છે.

ટપ્પુ : ચુપચાપ ખાઈ લેને ભાઈ, તે થોડી ચપ્પલ પહેરીને ચાલ્યો હતો.

જોક્સ :

સોનુ ફ્લાઇટમાં પાયલટના હેડફોન ખેંચી રહ્યો હતો.

પાયલટ : આ શું કરી રહ્યો છે?

સોનુ : સાલા, ટિકિટના પૈસા અમે ચૂકવીએ અને ગીત તું સાંભળે એવું થોડી ચાલે. ચાલ હેડફોન કાઢ.

જોક્સ :

મોનુ : ડોક્ટર સાહેબ શું તમે મારી બીમારી વિષે જણાવી શકો છો.

ડોક્ટર : હા, તમારી આંખો ઘણી નબળી છે.

મોનુ : અરે વાહ! તમને આટલું જલ્દી કેવી રીતે ખબર પડી ગઈ?

ડોક્ટર : મેં બહાર બોર્ડ પર મોટા અક્ષરમાં લખાવ્યું છે “પ્રાણીઓના ડોક્ટર” છતાં તમે અંદર આવી ગયા.

જોક્સ :

માસ્તર : જણાવો Monkey ને ગુજરાતીમાં શું કહે છે?

ટપ્પુ : વાંદરો.

માસ્ટર : ચોપડીમાં જોઈને બોલ્યોને?

ટપ્પુ : ના હું તો તમને જોઈએ બોલ્યો.

જોક્સ :

ટીચર (વિદ્યાર્થીને) : આજે તેં મોડેથી આવવાનું શું બહાનું વિચાર્યું?

વિદ્યાર્થી : મેડમ આજે હું એટલો ઝડપથી દોડીને આવ્યો છું કે બહાનું વિચારનો સમય જ ના મળ્યો.

જોક્સ :

સોનુ : અરે મોનુ તું આટલો જાડો કેવી રીતે થઈ ગયો?

મોનુ : અમારા ઘરમાં ફ્રીઝ નથી એટલે.

સોનુ : ફ્રીઝ ન હોય તો જાડા કેવી રીતે થવાય?

મોનુ : રાંધેલું કાંઈ સાચવી નથી શકતા, બધું ખાઈ જ જવું પડે છે એટલે.

જોક્સ :

પત્ની : મારું અડધું માથું દુઃખે છે, લાગે છે કે ડોક્ટરને બોલાવવા પડશે.

પતિ : અરે તેમાં શું ડોક્ટર બોલાવવાનો, એ તો જેટલું હોય એટલું જ દુઃખે ને!

હવે પતિનું આખું શરીર દુઃખી રહ્યું છે.

જોક્સ :

એક કંજૂસ માણસની પત્ની બીમાર હતી.

રાત્રે વીજળી ગઈ ગયો તો તે કંજૂસ માણસે પત્નીને કહ્યું,

હું ડોક્ટરને લેવા જઈ રહ્યો છું, અને અજવાળું કરવા માટે આ મીણબત્તી સળગાવી છે.

જો તને લાગે કે તું નહીં બચે તો આ મીણબત્તી ઓલવી દેજે.

જોક્સ :

એક છોકરો પોતાની ગર્લફ્રેન્ડને : હું તને ચંદ્ર પર લઇ જઈશ.

છોકરી : મારે ત્યાં નથી જવું.

છોકરો : કેમ?

છોકરી : ત્યાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ નથી ચાલતું

જોક્સ :

અડધી રાત્રે એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડના ઘરનો દરવાજો ખખડાવ્યો.

ગર્લફ્રેન્ડ : કોણ છે?

છોકરો : હું છું.

ગર્લફ્રેન્ડ : હું કોણ?

છોકરો : અરે મૂર્ખ તું સપના બીજું કોણ.

જોક્સ :

નોકરાણી : શેઠાણી જલ્દી આવો તમારા છોકરાએ મચ્છર ખાઈ લીધું.

શેઠાણી : અરે જલ્દી ડોક્ટરને બોલાવો.

નોકરાણી : શેઠાણી ઘભરાવાની જરૂર નથી,

મેં તેને All Out પીવડાવી દીધું છે.

જોક્સ :

પ્લમ્બર : સર, નળ રીપેર થઈ ગયો છે, 800 રૂપિયા મજૂરી થઈ છે.

એન્જીનીયર : અરે 1 કલાકનો આટલો બધો પગાર તો મારો પણ નથી.

પ્લમ્બર : સર, જયારે હું એન્જીનીયર હતો ત્યારે મારો પણ ન હતો.

જોક્સ :

બીટ્ટુ : યાર મને I am going નો અર્થ જણાવ તો.

બબલુ : હું જઈ રહ્યો છું.

બીટ્ટુ : તું આવી રીતે કેમ જઈ શકે? હું આ સવાલ 20 લોકોને પૂછી ચુક્યો છું,

બધા જવાની વાત જ કરે છે, કોઈ તેનો સાચો જવાબ જ નથી આપતું.

જોક્સ :

ભિખારી : ભાઈ 1 રૂપિયો આપો ને, ભગવાન તમારું ભલું કરશે.

પપ્પુ : એક રૂપિયાથી શું થશે આ મોંઘવારીમાં?

ભિખારી : હું માણસની ઓકાત જોઈને પૈસા માંગુ છું.

જોક્સ :

એકવાર બબલુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.

ટ્રેનમાં વધારે ભીડ હોવાને કારણે તે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો.

ટકલો માણસ (ગુસ્સામાં) : એક કામ કર, મારા માથા પર જ બેસી જા.

બબલુ : ના કાકા, હું અહીં જ બરાબર છું. ત્યાથી લપસીને પડી જવાનો ડર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular