જોક્સ :
બપોરના સમયે પત્ની બોલી : લો ડીનર કરી લો.
પતિ (ગુસ્સામાં) : અરે મુર્ખ, આ ડીનર નથી લંચ છે.
પત્ની : મુર્ખ તો તમે છો, કારણ કે આ રાત્રે વધેલું હતું એજ ખાવાનું છે.
જોક્સ :
છોકરી છોકરાને પ્રપોઝ કરતા બોલી : તું વાતો ઘણી સારી કરે છે.
છોકરો : આગળ વધ બહેન, હું તારું રીચાર્જ નથી કરાવી શકતો.
જોક્સ :
પત્ની : શું સાંભળી રહ્યા છો?
પતિ : નેતાજીના મનની વાત.
પત્ની : મારી વાત તો ક્યારેય નથી સાંભળતા, તો નેતાજીની સાંભળીને શું કરશો?
પતિ : અરે પાગલ, તું જે વાત કરે તેને મનની વાત નહિ પણ મનની ભડાસ કહેવાય.
જોક્સ :
ડોક્ટરે પપ્પુને દરરોજ 10 કિલોમીટર ચાલવાનું કહ્યું હતું.
એક વર્ષ પછી પપ્પુએ ડોક્ટરને ફોન કર્યો.
પપ્પુ : તમે કહ્યું એ પ્રમાણે દરરોજ 10 કિલોમીટર ચાલીને હું અમેરિકા પહોંચી ગયો છું.
હવે અહીં રોકાઈ જાઉં કે આગળ નીકળી જાઉં.
જોક્સ :
એક માણસ રવિવારે ડોક્ટર પાસે ગયો.
મા ણસ : ડોક્ટર મારી પત્ની મને કાંઈ સમજતી જ નથી.
હું કાંઈ સારી વાત કરું તો મને જાતજાતનું સંભળાવવા લાગે છે,
હંમેશા ચિડાયેલી રહે છે અને મારું સાંભળતી જ નથી.
શું તમે તેને શાંત કરવાની કોઈ દવા આપી શકો છો.
ડોકટરે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા,
જો આ આટલું સરળ હોત તો હું રવિવારે પણ ક્લીનીક શું કામ ખોલતે.
જોક્સ :
ડોકટરે મહિલાના મોં માં થર્મોમીટર રાખીને થોડીવાર મોં બંધ રાખવા કહ્યું,
પત્નીને ચુપ જોઈને પતિએ પૂછ્યું,
ડોક્ટર સાહેબ આ જાદુઈ વસ્તુ કેટલાની આવે છે?
જોક્સ :
એક છોકરો ખોવાઈ ગયો, કોઈએ તેનો ફોટો પાડીને વોટ્સએપ પર મૂકી દીધો અને લખ્યું,
બાળકને શોધવા માટે આ ફોટો ફોરવર્ડ કરો.
સાંજે છોકરો પાછો આવી ગયો.
આજે એક વર્ષ થઈ ગયું છતાં પણ તેનો ફોટો ફોરવર્ડ થઈ રહ્યો છે,
અને તે બાળક જ્યાં પણ જાય છે લોકો તેને પકડીને તેના ઘરે મૂકી જાય છે.
જોક્સ :
એક માણસે પૂછ્યું : ભાઈ આ રસ્તો ક્યાં જાય છે?
બબલુ : આ રસ્તો બરબાદી તરફ જાય છે.
પેલો માણસ : એવું કઈ રીતે?
બબલુ : કારણ કે થોડા વર્ષો પહેલા મારો વરઘોડો પણ આ રસ્તે ગયો હતો.
જોક્સ :
પત્ની (પતિને ફોન કરીને) : તમે ક્યાં છો? ઓફિસ પહુંચી ગયા
પતિ : નહીં મારો અકસ્માત થઈ ગયો છે, મારો પગ તૂટી ગયો
પત્ની : સારું છે પણ ટિફિનનું ધ્યાન રાખજો, નહિતર દાળ ઢળી જશે.
જોક્સ :
ગોલુ ઘણો પરેશાન બેઠો હતો.
ભોલુ : શું થયું યાર?
ગોલુ શું કહું યાર, આજે ટીચર કહી રહી હતી કે જીંદગી 4 દિવસની છે.
પણ મેં તો 84 દિવસનું રીચાર્જ કરાવી દીધું છે.
જોક્સ :
પોલીસ દરવાજો ખખડાવતા
પપુ : કોણ છે દરવાજા પર
પોલીસ : અમે પોલીસ છીએ, દરવાજો ખોલ
પપુ : કેમ ખોલું
પોલીસ : કંઈક વાત કરવી છે.
પપુ : તમે લોકો કેટલા છો?
પોલીસ : અમે 3 છીએ
પપુ : તો એકબીજા સાથે વાત કરી લો મારી પાસે ટાઈમ નથી.
જોક્સ :
પિતા : દીકરી પહેલા તું મને પપ્પા કહેતી હતી,
અને હવે ડેડી કહે છે, એવું કેમ?
દીકરી : અરે ડેડી, તમે પણ છે ને…
પપ્પા કહેવામાં લીપ્સ્ટીક ખરાબ થઈ જાય છે એટલે હું ડેડી કહું છું.
પિતાને ચક્કર આવી ગયા.