જોક્સ :
ડોકટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપતા કહ્યું,
એવી વસ્તુઓથી દૂર રહો જે તમને જાડા બનાવતી હોય.
મહિલા : જેમ કે?
ડોક્ટર : જેમ કે વજનકાંટો, અરીસો, જુના ફોટા અને સૌથી વધારે જરૂરી પાતળા મિત્રો.
જોક્સ :
સાહેબે એક વિદ્યાર્થીને પૂછ્યું : જણાવ, શાહજહાં કોણ હતો?
વિદ્યાર્થી : તે એક કુશળ મજુર હતો.
સાહેબ : કઈ રીતે?
વિદ્યાર્થી : તમે જ તો કહ્યું હતું કે, શાહજહાંએ ઘણી ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું.
જોક્સ :
પત્ની : તમે ગઈ કાલે પાડોશી પિંકી સાથે ફિલ્મ જોવા ગયા હતા?
પતિ : હા.
પત્ની : કેમ?
પતિ : તો બીજું શું કરું? તું તો જાણે જ છે કે આજકાલ પરિવાર સાથે જોવાલાયક ફિલ્મો બનતી જ નહિ.
જોક્સ :
બબલુ (રિક્ષાવાળાને) : પેલા ટાવરની બાજુમાં આવેલા મંદિરે જઈશ?
રિક્ષાવાળો : હા, જઈશ.
બબલુએ ખીસામાંથી કોથળી કાઢી અને રિક્ષાવાળાને આપતા કહ્યું,
ત્યાંથી પાછો આવે ત્યારે મારા માટે પ્રસાદ લેતો આવજે.
જોક્સ :
બાપ : શું તું પરીક્ષામાં નાપાસ થયો?
દીકરો : હા પપ્પા. પેપરમાં એવા સવાલ પૂછેલા હતા જેના જવાબ મને ખબર જ ન હતા.
બાપ : પણ તું તો કહેતો હતો કે, તું બધા જવાબ લખીને આવ્યો છે.
દીકરો : હા, લખ્યા હતા. પણ મેં જવાબ એવા લખ્યા હતા કે શિક્ષકને ખબર ન પડે કે તેના સવાલ કયા હશે?
જોક્સ :
બબલુ : સર મારી પત્ની 4-5 દિવસ માટે મારી સાથે ફરવા જવા માંગે છે, તો રજા જોઈતી હતી.
બોસ : નહિ મળે.
બબલુ : થેંક્યુ સર, હું જાણતો હતો કે મુશ્કેલીના સમયમાં તમે મને કામ લાગશો.
જોક્સ :
એક બાળકે બીજા બાળકને પૂછ્યું : શું તું ચીની ભાષા વાંચી શકે છે?
બીજો બાળક : હા.
પહેલો બાળક : કઈ રીતે?
બીજો બાળક : જો તે હિન્દી કે ગુજરાતીમાં લખેલી હોય તો.
જોક્સ :
બીટ્ટુએ એક રસ્તે જતી છોકરીને પૂછ્યું : તમે મને ઓળખ્યો?
છોકરી : ના, કોણ છો તમે?
બીટ્ટુ : હું એ જ છું, જેને તમે ગઈ કાલે પણ ઓળખ્યો ન હતો.
જોક્સ :
છોકરો : હું તારી સાથે લગ્ન નથી કરી શકતો,
મારા ઘરવાળા માની નથી રહ્યા.
છોકરી : તારા ઘરમાં કોણ કોણ છે?
છોકરો : એક પત્ની અને ત્રણ બાળકો.
જોક્સ :
દીકરાને નોકરી કરવા માટે પ્રેરિત કરતો બાપ…
બાપ : દીકરા, અમેરિકામાં 15 વર્ષના છોકરાઓ પણ પોતાના પગ પર ઉભા થઈ જાય છે.
દીકરો : પણ પપ્પા, ભારતમાં દોઢ વર્ષના બાળકો પણ દોડતા થઈ જાય છે.
પછી બાપે ચપ્પલ હાથમાં લઈને દીકરાને દોડાવ્યો.
જોક્સ :
પત્ની (જજને) : મારે આમની પાસેથી બીજું કાંઈ જ જોઈતું નથી,
બસ મને તે જ સ્થિતિમાં મૂકી દે, જે સ્થિતિમાં હું તેમને મળી હતી.
જજ : તમે કઈ સ્થિતિમાં મળ્યા હતા?
પત્ની : વિધવાના રૂપમાં.
જજ સાહેબ બેભાન.
જોક્સ :
એક છોકરો લગ્ન માટે છોકરી જોવા ગયો.
તેણે વિચાર્યું કે છોકરી સાથે અંગ્રેજીમાં વાત કરીશ તો ઇમ્પ્રેશન જામશે.
તેણે છોકરીને પૂછ્યું : ઈંગ્લીશ ચાલશે?
છોકરી શરમાઈને બોલી : જી નમકીન સાથે તો દેશી પણ ચાલશે.