બુધવાર, જુલાઇ 6, 2022
Homeવિશેષમજેદાર જોક્સ : પહેલો ભિખારી : તને લોટરી લાગે તો તું શું...

મજેદાર જોક્સ : પહેલો ભિખારી : તને લોટરી લાગે તો તું શું કરે? બીજો ભિખારી : હું તો સૌથી પહેલા…


જોક્સ :

બે મિત્રો સોનુ અને મોનુ રજાના વિષય પર પરસ્પર વાત કરી રહ્યા હતા.

સોનુ : યાર પ્રાઇવેટ નોકરીમાં રજા લઈને લગ્નમાં પહોંચવું એટલું જ મુશ્કેલ હોય છે,

જેટલું જૂની ફિલ્મોમાં સાક્ષીનું કોર્ટમાં પહોંચવું.

જોક્સ :

પહેલો ભિખારી : તને લોટરી લાગે તો તું શું કરે?

બીજો ભિખારી : હું તો સૌથી પહેલા એક મંદિર બનાવડાવું.

પહેલો ભિખારી : મંદિર કેમ બનાવડાવે, ઘર કેમ નહિ?

બીજો ભિખારી : પછી તે મંદિરની સામે હું એકલો જ બેસીને જ ભીખ માંગુ.

જોરદાર રોકાણ, આજીવન ચિંતા મુક્ત આવક.

જોક્સ :

ટીના : તારી દિલ્લીની યાત્રા કેવી રહી?

મીના : અરે, શું કહું યાર…

રસ્તામાં મારા પતિ એક સ્ટેશન પર પાણીની બોટલ લેવા ઉતર્યા, તે આવે એ પહેલા જ ટ્રેન ઉપડી ગઈ અને તે સ્ટેશન પર રહી ગયા.

ટીના : તારું દુઃખ હું સમજી શકું છું.

તારે લાંબી મુસાફરીમાં તરસ્યા રહેવું પડ્યું હશે.

જોક્સ :

સરલા : તારા પતિ કઈ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે?

મીના : ઓઇલ એન્ડ ગેસ.

સરલા : વાહ, તેમનું પોસ્ટિંગ ક્યાં છે?

મીના : રસોડામાં.

જોક્સ :

પત્ની : તમે ઘણા ભોળા છો.

તમને કોઈ પણ સરળતાથી મૂર્ખ બનાવી દે છે.

પતિ : હા, શરૂઆત તારા બાપે કરી હતી.

જોક્સ :

છોકરો : બાબા એન્જીનીયર છું, કોઈ નોકરી નથી મળી રહી, કોઈ ઉપાય જણાવો.

બાબા : દીકરા કઈ બ્રાન્ચમાંથી છે.

છોકરો : ઇલેક્ટ્રિક.

બાબા : તો મને કોઈ ઉપાય ખબર નથી.

કારણ કે મેં મિકેનિકલ કર્યું હતું.

જોક્સ :

પત્ની : લગ્ન પહેલા તો તમે કહેતા હતા કે,

લગ્ન પછી હું તને ઘણો પ્રેમ કરીશ.

હવે શું થયું? કેમ મને પ્રેમ નથી કરતા?

પતિ : સાચું કહું?

પત્ની (ખુશ થઈને) : હા, કહો.

પતિ : મને વિશ્વાસ ન હતો કે આપણા લગ્ન થઈ જશે.

જોક્સ :

બેંકમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું.

બ્રાન્ચ મેનેજર પહેલા સવાલનો જવાબ સાંભળીને 200 થી વધારે લોકોને રિજેક્ટ કરી ચુક્યો હતો.

છેલ્લા ત્રણ લોકો બચ્યા હતા.

પહેલા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?

કેન્ડિડેટ 1 : સુરેશ.

મેનેજર : ગેટ આઉટ.

બીજા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?

કેન્ડિડેટ 2 : મારું નામ ગિરીશ ચંદ્ર છે.

મેનેજર : નીકળી જાવ અહીંથી.

મેનેજર છેલ્લા કેન્ડિડેટને : તમારું નામ શું છે?

છેલ્લો કેન્ડિડેટ કાંઈ બોલ્યો નહિ.

મેનેજર : મેં પૂછ્યું વોટ ઇઝ યોર નેમ?

કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.

મેનેજર : અરે પોતાનું નામ જણાવો.

કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.

મેનેજર : સર કૃપા કરીને તમારું નામ જણાવો.

અંતે કેન્ડિડેટ બોલ્યો : મને નથી ખબર, કાઉન્ટર નંબર 4 પર પૂછી લો.

મેનેજર : ખુબ સરસ. તમે આ નોકરી માટે એકદમ પરફેક્ટ છો. તમારી નોકરી પાક્કી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular